________________
ઉદયભાનુરચિત “વિક્રમચરિત્ર રાસ : એક દૃષ્ટિપાત
સુભાષ દવે
જૈન કવીશ્વર ઉદયભાનુએ “વિક્રમચરિત્ર રાસની રચના વિ.સં.૧૫૬૫માં કરેલી છે : પનર પાંસઠ સંવત્સરિ જેઠ માસ શુદિ પક્ષ દિનકરિ, રચિઉ રાસ.' મધ્યકાલીન પદ્યવાર્તા કે લોકકથાસ્વરૂપનું અનુસંધાન બતાવતી આ કૃતિને ઉદયભાનુએ “રાસ', 'પ્રબંધ” અને “કૌતુકકથા' તરીકે પણ ઓળખાવી છે ! આ કૌતુકકથી વિક્રમસુતની છે. વિખ્યાત રાજા વિક્રમનો પ્રતાપી પુત્ર વિક્રમચરિત્ર, વિક્રમકુમાર કે વિક્રમસેન હતો. માતા લીલાવતી અને પિતા વિક્રમના દીર્ઘકાલીન વિયોગનો વિક્રમચરિત્ર સ્વચાતુર્ય અને પરાક્રમોથી અંત લાવી માતાપિતાનો મેળાપ કરાવે છે ને પિતા વૃદ્ધ થતાં રાજ્યનો ભાર ઉપાડી લે છે, એવી વાર્તાનું ઉદયભાનુએ અહીં વિશિષ્ટ રીતે નિરૂપણ કર્યું છે. શઠં પ્રતિ શાક્યમ્'ની લોકોક્તિને કથાઘટક તરીકે લઈને ઉદયભાનુએ કથાપ્રસંગને કૌતુકરંગી પુટ આપ્યો છે અને એ રીતે વાતને આસ્વાદ્ય બનાવી છે.
પ્રાચીન વાતપિરંપરાની જેમ “વિક્રમચરિત્ર રાસનું વસ્તુ પણ ઇતિહાસ કે પુરાણવિષયક નહીં, પણ લોકોને આકર્ષતી અને લોકોમાં પ્રચલિત વાર્તાઓનું બનેલું છે. જૈન કવિ સાધુ કીર્તિ, મધુસૂદન, અભયસોમ અને પરમસાગર જેવા કવિઓએ પણ વિક્રમચરિત્રની વાર્તાઓ લખી છે.
ઉદયભાનુએ વિક્રમચરિત્રનો રાસ નિરૂપતાં કૃતિના પૂર્વાર્ધરૂપે એના પિતા રાજા વિક્રમનું કથાનક લંબાણપૂર્વક આલેખ્યું છે. વિક્રમકુમાર જેની કૂખે જન્મ લે છે એ લીલાવતી સાથે રાજા વિક્રમે કેવી રીતે લગ્ન કર્યા, એ પ્રસંગ આરંભની ૨૧૭ કડીમાં વિસ્તારથી આલેખાયો છે. રાજા વિક્રમ કૃતિનું મુખ્ય પાત્ર નથી, એ દૃષ્ટિએ જોતાં આ વિસ્તાર અપ્રસ્તુત બને, જોકે રાજા વિક્રમનું ચરિત્ર પણ રોમાંચક અને તેથી લોકહૃદયને જકડી રાખનારું હોઈ વાર્તારસ જમાવે છે એમ કહેવું જોઈએ. રાબ વિક્રમનાં લીલાવતી સાથેનાં લગ્નનું કથાનક વાતના પૂર્વાર્ધને પ્રેમકથાના વા પણ મૂકવા પ્રેરે. આ પ્રેમકથામાં વિક્રમ પુરષષિણી લીલાવતીને ધૂર્તકલાથી કેવી જીતી લે છે એ પ્રસંગોનું જ નિરૂપા કેન્દ્રમાં રહ્યું છે, તે અને ઉત્તરાર્ધમાં વિક્રમચરિત્રનાં ધૂર્તપરાક્રમી પાછળ રહેલો તેનો સંકલ્પ લક્ષમાં લઈએ ત્યારે પૂર્વાર્ધના રાજા વિક્રમ અને લીલાવદના કથાનકનો પ્રાર નિર્વાહ્ય બની શકે.
વિક્રમ એ કોઈ રાજા, મહારાજા કે સમ્રાટ હતો કે કેમ. એ પ્રશ્ન બાજુએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org