SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ [] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય રાખીએ તો, એ સર્વ જાદુઈ વિદ્યાઓમાં પારંગત એક વિદ્યાધર હતો, એમ વિક્રમવિષયક વાચક્ર પરથી કહી શકાય તેમ છે. ઉદયભાનુએ વિક્રમના પરદુઃખભંજક, પરાક્રમી, દયાળુ, દાનવીર અને પુણ્યશ્લોક વ્યક્તિત્વને મૂર્ત અભિવ્યક્તિ અહીં અર્પી નથી, તેના આ ગુણસંપન્ન વ્યક્તિત્વનો શાબ્દિક જ ઉલ્લેખ કૃતિની આરંભની કડીઓમાં મળે છે. અહીં તો વિક્રમ લોકકથાના કોઈ એક કામાસક્ત નાયક જેવો ઊપસે છે. રાત્રીના સમયે સ્વપ્નમાં ચંપાનગરીની રાજકુંવરી લીલાવતીના રૂપસૌન્દર્યથી એ મુગ્ધ બન્યો છે અને મંત્રીની સહાયથી યુક્તિપ્રયુક્તિ કરી લીલાવતીને મેળવીને જ જંપે છે. ઉદયભાનુએ આ કથાનકને નિરૂપવા માટે ઊભા કરેલા પ્રસંગો ને એ પ્રસંગોમાં પ્રગટતું વિક્રમનું ચલન-વલણ એના પ્રણયી રંગ સાથે ધૂર્ત(ચતુર) વ્યક્તિત્વને પણ ઉપસાવે છે. લીલાવતી પુરુષદ્વેષણી છે, એમ જાણી વિક્રમે સ્ત્રીદ્વેષીનો ભજવેલો પાઠ એની ધૃવિદ્યાની ઘોતક ઘટના છે. વિક્રમનું આ પ્રકારે પાત્રાલેખન ઉદયભાનુનું મૌલિક સર્જન નથી. પંચદંડ'ની વાર્તામાં અને પૂર્ણિમાગચ્છીય રામચન્દ્રસૂરિની કૃતિમાં વિક્રમને ધૂર્ત, દ્યૂતકાર અને કૂટકલાદક્ષ નિરૂપાયો છે, એટલું જ નહીં ‘કથાસરિત્સાગર' અંતર્ગત ચૌરશાસ્ત્રના પ્રણેતા મૂલદેવના કથાનક સાથે પણ એનો સંબંધ સ્વીકારાયો છે. વળી ‘બૃહત્કથા’ અને ‘કથાસરિત્સાગર’ની વાર્તાઓનો નાયક નરવાહનદત્ત, વસુદેવ-હિંડી'નો વદે અને ‘અંબડચરિત્ર'નો અંબડ વિદ્યાધર આદિ પાત્રો પરિવર્તિત થતાંથતાં વિક્ર લોકપ્રિય પાત્ર નિર્માયું છે, એ અભ્યાસીઓને સુવિદિત છે. વિક્રમ સાથે વેતાળનો પણ ઉદયભાનુએ કૃતિમાં બે વાર સંદર્ભ ૨ચ્યો છે ઃ એક તો, વિક્રમની ઓળખ આપતાં કહ્યું છે : “વિકટ વીર આગીઓ વેતાલ, સાહસથી જીત્યઉં તત્કાલ' અને બીજી વાર, આ વિકટ વીર વેતાલ જ મદનની મૂર્તિમાં પ્રવેશ કરીને યોગીવેશી વિક્રમના પૂર્વભવની વાતના સંદર્ભમાં લીલાવતીને પરણવા માટે યોજેલ યુક્તિને સફ્ળ બનાવી આપનાર છે. આ વેતાલનું પાત્ર કૃતિમાં અદ્ભુતનિષ્પત્તિ માટે વિક્રમવિષયક વાર્તાચક્રના સામાન્યતઃ બધા જ કવિઓએ ખપમાં લીધું છે. ‘વૈતાલ પચીસી', સિંહસન બત્રીસી' અને ‘પંચદંડ’ની વાર્તાત્રયીમાં પણ સિદ્ધવિદ્યાના પ્રતીક રૂપે વેતાલ અને વિક્રમના પાત્રની જેમ વેતાલનું પાત્ર પણ ‘કથાસરિત્સાગર’ની વાર્તાસૃષ્ટિ જેટલું જૂનું છે. ‘કથાસરિત્સાગર’માં ‘અગ્નિશિખ’, ‘પશિખ’, “ભૂતકેતુ' આદિ જુદાજુદા વેતાલના ઉલ્લેખો મળે છે. તે પૈકીનો ‘અગ્નિશિખ' અથવા આગિયો વેતાલ જ વિક્રમનો સહાયક. ઉદયભાનુએ વાર્તાચક્રની આ પરંપરાને સ્વીકારીને આગિયા વેતાલને વિક્રમનો સહાયક અહીં નિરૂપ્યો છે. વિક્રમના કથાનકની સંકલનામાં ઉદયભાનુએ પ્રયોજેલ સ્વપ્નપ્રસંગ કથાવસ્તુનો બીનિક્ષેપક પ્રસંગ છે. આ પ્રસંગથી સમગ્ર કથાનક એની એક નિશ્ચિત દિશામાં ગતિશીલ બને છે ઃ વિક્રમનું સ્વપ્ન, મંત્રી દ્વારા સ્વપ્નભંગ, મંત્રી પર : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy