SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયરત્નકૃત “નેમિનાથ તેરમાસા” [ ૩૧૯ આ રીતનું સંયોજન તેને દૃઢ આકાર અર્પે છે, એટલું જ નહીં બધાં ખંડકો મળીને એક સૌષ્ઠવભરી આકૃતિ નિપજાવી આપે છે. આ રચનાના સર્વ ખંડકોમાં રાજિમતીનો વિરહભાવ એક આંતરિક તંતુ રૂપે વિસ્તરતો રહ્યો છે, બલકે, ક્રમશઃ ઉત્કટ બનતો રહ્યો છે. પણ, આ સ્વરૂપની આવશ્યકતા અનુસાર એમાં બદલાતો મહિનો અને બદલાતી ઋતુનાં ચિત્રોય સહજ રીતે ગૂંથાતાં રહ્યાં છે. અને દરેક ખંડકની વર્યસામગ્રીનું ઝીણવટભર્યું અવલોકન કરતાં નાયિકાના મનોભાવની સાથે તેના વિરોધમાં રતિસુખમાં રાચતાં અન્ય યુગલોનાં ચિત્રણોય અહીં મળશે. આમ, દુધની વણ્યસામગ્રીમાં પ્રકૃતિચિત્રો –ઋતુચિત્રો, નાયિકાની વિરહદશા, અને અન્ય સંસારીજનોની રતિક્રીડા એમ ત્રણ સંદર્ભો એકત્ર થતા રહ્યા છે. જુદીજુદી રીતે જુદાજુદા પ્રમાણમાં એ સંદર્ભો પરસ્પરમાં ગૂંથાતા રહ્યા છે, કે સહોપસ્થિત થતા રહ્યા છે. કવિ ઉદયરત્નની કવિત્વશક્તિનો આપણે જ્યારે વિચાર કરવા પ્રેરાઈએ ત્યારે, દેખીતી રીતે જ, વર્યપ્રસંગ અને પાત્રની વિભાવના, ભાવોનું નિરૂપણ, પ્રસ્તુતીકરણની પદ્ધતિ, કથનવર્ણનની રીતિ, પ્રયુક્તિ, અને પ્રણાલી, અલંકારરચના અને પદ્યવિધાન એમ ભિન્નભિન્ન સ્તરોએથી કૃતિના નૂતન રમણીય ઉન્મેષોની ઓળખ કરવાની રહે. પણ આ કામ એટલું સરળ નથી. કેમકે, મધ્યકાલીન કવિ જૈન હો કે જૈનેતર – પોતાનો વર્યવૃત્તાંત ઘણુંખરું પરંપરામાંથી ઉપાડે છે એ તો ખરું જ, પણ કથનવર્ણન અને અલંકારરચનાની વીગતો પરત્વેય પરંપરામાંથી તે ઘણુંએક સ્વીકારીને ચાલે છે. એટલે તેની કૃતિમાં જે-જે હૃદ્ય અંશો મળે છે તેમાંના અમુક તો પોતાની પૂર્વેની કે સમકાલીન કૃતિઓમાંથી ઊતરી આવ્યા હોય એમ બને. અને, છતાં આ રીતે ય કોઈ કૃતિના કથનવર્ણનમાં, અલંકારનિમણમાં, કે ભાવનિરૂપણમાં. સમગ્રપણે જે પ્રભાવ જન્મ્યો હોય, તેનોય આપણે સ્વીકાર કરવો ઘટે. આ ચર્ચાના સંદર્ભે સૌપ્રથમ આપણે એ વાતની નોંધ લેવાની રહે કે મધ્યકાલીન ગુજરાતી કવિતામાં પદ્યરચનાની જે રીતિ પ્રચારમાં રહી છે તેમાં રમણીયતાસાધક તત્ત્વો લેખે વર્ણસગાઈ, પ્રાસ, યમક આદિનો વ્યાપક પ્રયોગ થતો રહ્યો છે. એ સમયમાં કવિતા મુખ્યત્વે ગેય પ્રકારની હતી, એટલે એવાં સંગીતને પોષક તત્ત્વોની માવજત કરવાનું વલણ સ્વાભાવિક રીતે જ પ્રબળ રહ્યું છે. કવિ ઉદયરત્ન પણ પ્રસ્તુત કૃતિ નેમિનાથ તેરમાસા'ના પદ્યવિધાનમાં વર્ણસગાઈ, પ્રાસ આદિ તત્ત્વોનો સુભગ વિનિયોગ કરતા દેખાય છે. (ક) નીચેની કડીઓમાં વર્ણસગાઈની યોજના એકદમ ધ્યાન ખેંચે છે : વૈશાખ વનરાજિ રે, તાજી વિકસી વન. (નં.૨/૧) દેખીને દિલ ઉલસિ, મીલવા સાંમલવન (ખ./૧) ગુલ્લ પ્રફુલ્લિત મલ્લિકા, ફૂલી રહી ચંપેલ. (ખ. ૨/૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy