________________
૩૨૦ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
મોગરો મરુઓ મનોહર, જાઈ જૂઈ જાસુલ (.૨૩) પુરણ પશુએ પેખ્યું રે, પૂરવ ભવનું વેર (ખ.૩/૪). અંગના-અંગ શીતાંગ સંગિ, નર ભજિ કામિનીકુચ રેગિ (ખ.૩/૯) માગસિર માસે રે માનિની ઊભી મારગ માંહિ (.૯૧)
રંગભરી રમણી રાતી રે, રાતો કેસરઘોળ (ખ.૧૨/૨).
આ “તેરમાસા' કૃતિમાં વર્ણસગાઈની વિવિધ ભાતો પડેલી છે. વર્ણનની રૂઢ લાગતી વિગતોય આ રીતે વર્ણસંગીતના બળે અમુક હૃઘતા પ્રાપ્ત કરે છે.
(ખ) દુહા' ભાગની કડીઓમાં દરેક યુગ્મ ચરણાન્ત પ્રાસથી જોડાયેલું છે, તો ફાગમાં દરેક ચરણનો પૂર્વાધિ અને ઉત્તરાર્ધ પ્રાસથી બંધાયો છે. નમૂનારૂપ એકબે દૃષ્ટાંતો પહેલાં બે દુહબંધમાંથી –
સરોવર સુંદર દીસિરે, ફલ્યા કમલના છોડ. કંત વિના કુંણ પૂરે રે, મુઝ મન કેરા કોડ? (ખ.૨/૭) ઝડી માંડીને વચ્ચેરે મુસલધારિ મેહ,
જિમજિમ વીજ ઝબૂકિ રે તિમતિમ દાઝે દેહ, (નં.૪/૬) હવે બે ફાગ'ની કડીઓ :
કુસુમને આયુધ જે અનુપે, ઉછલ્યો કંદ્રપ કોટિ રૂપે, વિલવલે રાજુલ વિરહ વાધ્યો, તેમનો પ્રેમનું મનહ બાંધ્યો. (નં.૧/૯) કંત સંયોગિની કુસુમસેજે સુંદરિ સવિ રમે દિવ્ય હેજે,
મેદિનીમાં રહ્યા મેહ વરસી લવલિ રાજુલ નેમ તરસિ. (ખ.૭૯) આ રીતની પ્રાસયોજના. સાંભળવા-ઝીલવા રચાયેલી કવિતામાં આગવી અર્થવત્તા ધરાવે છે. દરેક ચરણને પદ્યબંધમાં દૃઢ રીતે સાંકળી આપવાનું કાર્ય એ કરે જ છે, પણ દરેક ચરણના અર્થબોધમાં ક્યાં પૂર્તિ રૂપે, ક્યાં વિરોધ રૂપે, ક્યાં સમાન્તરતા રૂપે. એ આંતરિક સંબંધ રચી આપે છે.
(ગ) ચરણમાં ચમકસાંકળીની રચનાઓ પણ સંગીતાત્મક અસરની દૃષ્ટિએ, તેમ અર્થસંસ્કારોના ઉપચયની દૃષ્ટિએ, ધ્યાનપાત્ર છે. થોડાંક દૃષ્ટાંતો :
પ્રણયું રે વિજયા રે નંદન, ચંદન-શીતલ વાણિ. (ખ. ૧/૧) યદુકુલ-કમલ- વિકાસન, શાસન જાસ અખંડ. (ખ.૧/૨) વૈશાખ વનરાજિ રે, તાજી વિકસી વન. (ખ. ૨/૧) સાહેલડી રંગ રાતિ રે, માતી રમિ પીઉ સંગ. (ખ.૨૮) પંચરંગી નભ દીસે રે, હસે નીલાં તૃણ. (નં. (૨)
ઘરિઘરિ દીપ દીવાલી રે, બાલી ગરબો ગાય. (નં.૭૬) નાયિકા રાજિમતીના વિરહભાવના વર્ણનની સાથે એક બાજુ જે-તે મહિનાનું પ્રકૃતિદર્શન રજૂ થયું છે, તો બીજી બાજુ અન્ય સંસારી યુગલોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org