SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય કે, ચૈત્ર માસના વર્ણનથી કૃતિનો આરંભ કરી અંતે ફાગણનું અને એ પછી અધિક માસનું આલેખન કરી કવિએ વર્ષનું ઘટનાચક્ર પૂરું કર્યું છે. આ રીતના આયોજન પાછળની કવિની દૃષ્ટિ સમજવાનું મુશ્કેલ પણ નથી. અંતભાગમાં ફાગણ મહિનો આવતાં ફાગના રંગરાગી ઉત્સવનું વર્ણન કરી, તેની પશ્ચાદ્ભૂમિકા પર રાજિમતીના વિરહને ઉત્કટતાની કોટિએ પહોંચાડી, આખરે સાધુ નેમિનાથ સાથેના તેના પાવનકારી મિલનનો અને સંસારમુક્તિનો પ્રસંગ યોજવાનો તેમનો આશય રહ્યો છે. બારમાં ખંડકમાં ફાગણ માસના વૃત્તાંત નિમિત્તે રાજિમતીના વિરહ અને મિલનનું વર્ણન એ રીતે ઠીકઠીક ચિત્તસ્પર્શી બન્યું છે. પણ તેરમાં અને છેલ્લા ખંડકમાં નાયિકાની મનોદશાના વર્ણનમાં કવિએ કંઈક અનપેક્ષિત રીતે જ પ્રચલિત કહેવતોનો મોટો ઉપયોગ કર્યો છે, અને તેથી નાયિકાના મનોભાવને સૂક્ષ્મતાથી વ્યક્ત થવાને અવકાશ મળ્યો નથી ! વળી, કૃતિના અંતમાં અધિક માસના વર્ણનનો ખંડક જ કંઈક અલગ રહી જતો દેખાય છે. બારમાં ખંડકમાં જ, અંતની ચાર કડીઓમાં, રાજિમતી-નેમિનાથના પાવનકારી મિલનનો પ્રસંગ કવિએ આલેખ્યો છે, અને ત્યાં આપણા પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યની પ્રણાલિકા પ્રમાણે, કૃતિનો મંગલમય અંત આણ્યો છે. એટલે તેરમા ખંડકના આરંભમાં અધિક માસના વૃત્તાંત અર્થે રાજિમતીના વિરહભાવનું ફરીથી રજૂ થતું વર્ણન આગંતુક લાગે છે. અને, એના અંતભાગમાં ફરીથી સમાપનનો ઉપક્રમ પણ એટલો જ અસ્વાભાવિક લાગે છે. આરંભમાં નિર્દેશ કર્યો છે તેમ, જૈન કવિઓએ બારમાસા સાહિત્યના ખેડાણ અર્થે નેમિનાથ રાજિમતીનો વૃત્તાંત ફરીફરીને સ્વીકાર્યો છે. એટલે, આ કથાવૃત્તાંતની કૃતિઓમાં જે કંઈ વિશિષ્ટતાઓ દેખાય છે તે ઘણું કરીને દરેક કવિએ પ્રયોજેલો વિશિષ્ટ પદ્યબંધ રચનાબંધ અને કથનવર્ણનની રીતિમાંથી સંભવે છે. ઉદયરત્નની આ કૃતિમાં પદ્યબંધ, રચનાબંધ અને કથનવર્ણનની રીતિપ્રયુક્તિઓની તપાસ એ રીતે મહત્ત્વની બની રહે છે. ‘નેમિનાથ તેરમાસા'ના રચનાવિધાનમાં દરેક મહિનાના વર્ણન માટે યોજાયેલો ખંડક સ્વયં એક અલગ એકમ જેવો છે. દરેક ખંડક બે ભાગમાં વહેંચાયેલો છે. દુહા' સંજ્ઞાથી ઓળખાયેલો પ્રથમ ભાગ ઘણું કરીને દુહાની આઠ કડીઓથી અને ત્રણેક મહિનાનાં વર્ણનોમાં અપવાદ રૂપે નવ કે અગિયાર કડીઓથી રચાયો છે. એ પટમાં કવિએ મુખ્યત્વે તો જે-તે મહિનાનું પ્રકૃતિવર્ણન, નાયિકાની મનોદશા, અને સંભોગશૃંગારમાં રાચતાં દંપતીઓનાં વર્તનવ્યવહાર વર્ણવવાનું સ્વીકાર્યું છે. જ્યારે ખંડકની છેલ્લી સમાપનની કડી “ફાગતરીકે ઓળખાવાઈ છે : ઝૂલણાના સત્તર માત્રાના ઉત્તરાર્ધની બનેલી દેશીનો એમાં વિનિયોગ છે. “દુહામાં રજૂ થયેલી ભાવપરિસ્થિતિ એમાં કોઈક રીતે સચોટતા સાધે છે, અને તબક્કો પૂરો થયાનો અહેસાસ આપે છે. દરેક ખંડમાં દુહા' અને “ફાગ'નું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy