________________
મધ્યકાલીન ગુજરાતી જૈન કવિતાના પદ્યબંધો ! ૭૫
(ગ) વિવાહગીતોની પંક્તિઓ :
૧. ભમરો ઊડે રંગ મોહલમાં રે. પડે રે નગારાની ધ્રોસ રે.
ભમર તારી જાનમાં રે, ૨. ઓલે કાંઠે ગંગા ને પેલે કાંઠે યમુના. ૩. સાહેલ્યાં હે આંબો મોરીયો.
૪. પીઠીપીઠી કરે પટરાણી. (૧) લોકગીતોની પંક્તિઓ :
૧. છાણા વીણવા હું ગઈ રે. ૨. ફતમલ પાણીડા ગઈ'તી તલાવ, કાંટો લાગે રે કાચી કેર રો.
૩. જાઓ જાઓ રે રૂઠડા નાથ, તમ શું નહીં બોલું. (૨) કૃષ્ણવિષયક પંક્તિઓ :
૧. ગરબે રમવા આવિ, માત જસોદા તો નઈ વનવું રે. ૨. ગોકલ ગાંમઈ ગોંદરઇ જો, મહીડઉ વેચણ ગઈથી જો. ૩. નવી નવી નગરીમાં વસઈ રે સોનાર,
કાન્હજી ઘડાવઈ નવસર હાર. (છ) રામવિષયક પંક્તિઓ :
૧. મોરું મન મોહ્યલ રે, રૂડા રામ મ્યું રે.
૨. આવઉ ગરબા રમીયાં, રૂડા રામ મ્યું રે. (૧૦) અક્ષરમેળ વૃત્તબંધમાં એકથી વધુ ચરણમાં વહેતું હોય એવું વાક્ય મળે છે એવું આપણે આગળ નોંધ્યું. ગેય દેશીબંધમાં પણ વાક્ય એક ચરણમાંથી બીજા ચરણમાં જ નહીં પણ એક કડીમાંથી બીજી કડીમાં વહે એવા દાખલા મળે છે તે જરા વિલક્ષણ લાગે એવી વાત છે. દા.ત. જયવંતસૂરિકૃત ‘ઋષિદત્ત રાસમાં નીચેની પંક્તિઓ જુઓ :
તિણિ નિશિ કુમારનાં નિદ્રા નાવી, ચિંતઈ વિસવા વસઈ,
પ્રાણ પ્રીઆનઈ દોહિલી વેલા. એ તો આવી દઈ. (૧૬.૪) આમાં પહેલી પંક્તિના વિસવા વીસઈનો અન્વય બીજી પંક્તિ સાથે છે. “મારી પ્રાણપ્રિયાને નક્કી સંકટની વેળા આવી છે એવું વાક્ય એમાં રહેલું છે. હવે સમયપ્રમોદકૃત ‘આરામશોભા ચોપાઈ'ની નીચેની બે કડીઓ જુઓ :
કોપઇ, “બાંધીય આણઉ, વિપ્રસુતા હાં તાણ, માની રાયવચત્ર, પુરુષે નારિ અધત્ર. ૧૮૭ બાંધી પાછલી બાંહિ, વેણીદંડ સું સાહી
રાય તણઈ પાસિ આણી, ચોર સરખીય જાણી. ૧૮૮ અહીં ‘રાજપુરુષ એ અધન્ય નારીને પાછળ હાથ બાંધીને...' એ વાક્ય બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org