________________
૭૬ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
કડીમાં વહેંચાયેલું છે.
(૧૧) દેશીઓની સાથે તેમજ સ્વતંત્ર રીતે ઘણા રાગો ઉલ્લેખાયેલા છે ઢાળને આરંભે તેમજ કવિના કૃતિ માંહેના ઉલ્લેખમાં પણ. નિરંજના વોરા સંપાદિત દેશીઓની સૂચિ’માં ૫૦ ઉપરાંત રાગોની સૂચિ આપવામાં આવી છે. એમાં રાગના પેટાપ્રકારો પણ જોવા મળે છે. જેમકે, કાફી – પંજાબી અને હુસેની. મિશ્ર રાગો પણ જોવા મળે છે. જેમકે, આશાવરી-સિંધુઓ, પરિજયો-મારુ, વસંત-કેદારૢ વગેરે. આ હકીકત જૈન કવિઓની માત્ર પદ્યબંધકુશળતા નહીં પણ સંગીતકુશળતાનો પણ નિર્દેશ કરે છે. મધ્યકાળમાં પદ્યબંધની સાથે સંગીતના રાગ પણ જોડાયેલા રહેતા એ પણ આના પરથી સમજાય છે.
એ સ્પષ્ટ છે કે મધ્યકાલીન જૈન કવિતામાં વપરાયેલા પદ્યબંધો આપણું અમૂલું
ધન છે.
સંદર્ભસૂચિ :
૧. જૈન ગૂર્જર કવિઓ, પહેલી આવૃત્તિ, ભા.૩, પ્રયોજક મોહનલાલ ૬. દેશાઈ, ૧૯૪૪. ૨. દેશીઓની સૂચિ, સંપા. નિરંજના વોરા, ૧૯૯૦.
૩. આનંદ કાવ્ય મહૌદધિ, ભા.૭, સંગ્રા. મુનિરાજ શ્રી સંપતવિજય, વિ.સં.૧૯૮૨ – ‘કવિવર સમયસુંદર', મોહનલાલ દ. દેશાઈ.
૪. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ભા.૨, સંપા. ઉમાશંકર જોશી વગેરે મધ્યકાલીન પઘસાહિત્યનો છંદોબંધ', હરિવલ્લભ ભાયાણી.
નોંધ : આ લેખ ઉપરની સામગ્રીને આધારે કરેલી તારવણી છે. એમાં ‘દેશીઓની સૂચિઓ'માંનાં હરિવલ્લભ ભાયાણીનાં બે લખાણોનો વિશેષપણેં આધાર લીધો છે. ઉપરાંત જયંત કોઠારીનાં માર્ગદર્શન અને મદદ મળ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org