________________
જૈન કથાસાહિત્ય : કેટલીક લાક્ષણિકતા | ૨૭
મહાકાવ્ય અને ગદ્યકથાની આનુષંગિક કડી જેવાં છે. સંસ્કૃત અને ગુજરાતી વચ્ચેની સેતુરૂપ મુખ્ય કડી ભાષાક્ષેત્રે જેમ અપભ્રંશ છે તેમ સાહિત્યક્ષેત્રે પ્રાકૃત અને અપભ્રંશ છે. જેનેતર પ્રાકૃત અને અપભ્રંશ લગભગ લુપ્ત છે. જૈન ધારાનું સાહિત્ય એટલું સવશ્લેષી અને વિપુલ છે કે અન્ય લુપ્ત અંશની ખોટ પડી લાગતી નથી. કેવળ કથાસાહિત્યનો જ વિચાર કરીએ તો જૈન ધારામાં જે કંઈ ઉપલબ્ધ છે તે સવશનું જ પરિચાયક બની રહે એટલું વિપુલ અને વૈવિધ્યસભર છે.
કથાના વર્ગો (૧) પૌરાણિક
ઉપલબ્ધ જૈન કથાસાહિત્યને પૌરાણિક, ચરિતાત્મક, લોકકથાત્મક અને સંગ્રહરૂપ એમ ચાર વર્ગમાં વહેંચી શકાય. સામાન્ય જનતાનાં શ્રદ્ધા અને આકર્ષણને પ્રાપ્ત કરવા જૈન ધર્મના સાહિત્યમાં બ્રાહ્મણધારાના પુરાણગ્રંથોની પરંપરા જેવા ધર્મખ્યાત પાત્રોના કથાગ્રન્થો રચાયા છે. આદિનાથ, નેમિનાથ, ઋષભદેવ અને મહાવીર આદિ તીર્થકરોનાં જીવનને સ્પર્શતા કથાગ્રન્થોને પૌરાણિક કથાવસ્તુના વર્ગમાં મૂકી શકીએ. રામકથા અને કૃષ્ણકથા જેવી બ્રાહ્મણધારાની પરંપરામાં ઉદ્ભવેલી જૈન પૌરાણિક કથાઓ પણ પ્રસ્તુત વર્ગમાં સમાવેશ પામે છે. રામકથાનો જૈનાવતાર મહાવીરના મૃત્યુ પછી ૩૩૦ વર્ષે વિમલસૂરિરચિત પાચરિતમાં થયો. પ્રાકૃત ભાષામાં ૧૧૮ સર્ગનું પૂર ધરાવતી આયછંદમાં રચાયેલી આ લાંબી રચના છે. રામકથાનું દેવકથાત્મક (mythological) માળખું તો અહીં મૂળ બ્રાહ્મણધારાનું જ જળવાયું છે. ભેદ માત્ર નામકરણ અને અર્થદર્શન પરત્વે રહ્યો છે. વાનરને બદલે અહીં વિદ્યાધરો છે. શિવધનુષ્યનો સંદર્ભ બદલાયો છે. મહાવીરની સૂચનાથી પટ્ટશિષ્ય ગૌતમે રાજા શ્રેણીકને આ કથા કહી, એમ દર્શાવાયું છે. જૈન પરંપરા દર્શાવતી આ છાંટ બાહ્ય છે, કથાનકનું આંતરિક માળખું તો એક કથાના રૂપમાં મૂળ ધારાનું જ રહ્યું છે. આમ રામકથા જૈન ધારામાં સ્વતંત્ર ઘડતર અને વિકાસ પામેલી જણાતી નથી. આથી ઊલટું કૃષ્ણકથાનું છે. તે કથામાં સ્વતંત્ર અને મૌલિક ગણાય એવાં ઘડતરવિકાસ જોઈ શકાય છે. ઈ.સ.૬૭૮માં રવિષેણે સંસ્કૃતમાં રચેલા ‘પદ્મપુરાણમાં પણ રામકથાનું માળખું બદલાતું નથી. અનુગામી ‘ઉત્તરપુરાણ' તથા “ત્રિષષ્ટિશલાકાપુરુષ'ના સાતમા પર્વમાં પદ્યમાં તો દેવવિજયગણિ દ્વારા ગદ્યમાં “રામચરિત’ લખાયું છે. રામકથાનું આ અવતરણ અપભ્રંશ રાઓ સુધી વિસ્તરેલું છે.
આવું બીજું, બ્રાહ્મણધારાના મહાભારતનાં કથાનકોનું અવતરણ જૈન ધારામાં થયું છે. ઈ.સ.૭૮૩માં જિનસેને “હરિવંશપુરાણ' રચ્યું. આ સમગ્ર કથા મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમના મુખમાં રજૂ થઈ છે. આરંભમાં કહેવાતી ઋષભદેવની કથાને કૃષ્ણના ભત્રીજા નેમિનાથ સાથે સાંકળી મહાભારતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org