________________
૨૨૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
કત બિનુ કહો કૌન ગતિ ન્યારી. સુમતિસખી, જઈ વેગે મનાવો, કહે ચેતના પ્યારી. ધન કન કંચન મહોલ માલિ. પિલ બિન સબ હિ ઉજારી, નિદ્રાયોગ લહું સુખ નહિ, પિયુવિયોગ તનુ જારી. તોરે પ્રીત પરાઈ દુરજન, અછાઁ દોષ પુકારી, ઘરભંજન કે કહન ન કીજે, કીજે કાજ વિચારી. વિભ્રમ મોહ મહામદ બિજૂરી, માયા રેન અંધારી, ગર્જિત અરતિ લર્વે રતિ દાદુર, કામકી ભઈ અસવારી. પિઉ મિલકું મૂઝ મન તલકે, મેં પિઉ-ખિજમતગારી,
ભૂરકી દેઈ ગયો પિલ મુઝકું. ન લહે પીર પિયારી. અલબત્ત, પ્રિયતમ પછી આવે છે ને ‘ચિદાનંદઘન સુજસ વિનોદે, રમે રંગ અનુસારી.'
જોઈ શકાય છે કે આધ્યાત્મિક ભાવદશાઓને પણ સ્પર્શક્ષમ રૂપ આપવાનું યશોવિજયજીએ ઇક્યું છે અને એમાં એમને પૂરતી કામયાબી મળી છે. પદ્યબંધ-પદાવલિ પ્રભુત્વ
સાહિત્યકળાનાં અન્ય સર્વ અંગો પરનું યશોવિજયનું પ્રભુત્વ પ્રશસ્ય છે. દુહા-ચોપાઈ આદિ છંદો અને અનેક દેશીઓ એ અધિકારપૂર્વક વાપરે છે. દેશીઓનું વૈવિધ્ય સાહિત્યપરંપરા સાથેનો એમનો ગાઢ નાતો બતાવે છે. યુદ્ધવર્ણનને કડખાની દેશમાં આલેખતા યશોવિજય પાસે છંદના ઔચિત્યની પણ સૂઝ છે એમ દેખાઈ આવે છે.
પદ્યબંધની કેટલીક આકર્ષક છટાઓ પણ યશોવિજયે નિર્મી છે. જેમકે વિવિધ પ્રકારની ધૂવાઓ એમણે યોજી છે ને લાંબે સુધી ખેંચાતા પ્રાસ એમણે સાધ્યા છે. પ્રાસસાંકળી. પંક્તિઅંતર્ગત પ્રાસો, શબ્દોને બેવડાવવાની રીતિ વગેરેથી એમણે પછટા જ નહીં વાકછટા પણ ઊભી કરી છે. થોડાંક ઉદાહરણો જોઈએ ?
* દીઠી હો પ્રભુ દીઠી જગગુરુ તુજ, મૂરતિ હો પ્રભુ મૂરતિ મોહનવેલડીજી. * શ્રી અનંતજિન શું કરો, સાહેલડિયાં, ચોલમજીઠનો રંગ રે, ગુણવેલડિયાં,
સાચો રંગ તે ધર્મનો, સાહેલડિયાં, બીજો રંગ પતંગ રે, ગુણવેલડિયાં. * મોરા સ્વામી ચંદ્રપ્રભ જિનરાય, વિનતડી અવધારિયે જી રેજી,
મોરા સ્વામી તુમ્હ છો દીન દયાલ, ભવજલથી ભુજ તારીયે જી રે જી. * ધરમનાથ તુજ સરિખો, સાહિબ શિર થકે રે કે સાહિબ શિર થકે રે. * ચોર જોર જે ફોરવે, મુજ હ્યું ઈક મતે રે કે મુજ થ્થુ ઈક મતે રે. * આઠમિંઇ અંગઈ એ કહિયા રે, લાલનાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org