________________
ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા | ૨૨૮
વલિ અનેક મુનિચંદ રે, વઈરાગી લાલનાં, સુમુખ દુમુખ કુરવા ભલા રે, લાલનાં,
વસુદેવ-ધારણી-નંદ રે, વઈરાગી લાલનાં. * શરણાગત ત્રાતા રે, તૂ દાલતિ-દાતા રે, હવઈ દી જઈ મુજ સાતા
સમકિત-શુદ્ધિની રે. * પ્રભુ ધરી પીઠિ વેતાલ બાલ, સાત. તાલ લોં વાધે,
કાલ રૂપ વિકરાલ ભયંકર, લાગત અંબર આધે. સમરીએ સરસતી વરસતી વચનસુધા ઘણી રે, વીર જિનેસર કેસર અરચિત જગધણી રે. રાજનયર વર ભૂષણ દૂષણ ટાળતો રે,
થણમ્યું ગુણકરણે જગ અજુઆલતો રે. * ઉન્નતપુરમંડન જિન તું જયો. ઠકુરાઈ તુજ જોર,
તુજ મુખ, તુજ મુખ દીઠઈ હો મુજ હિયડું ઠરઈ, જિમ ઘન દીઠઈ મોર, હું તુજ ઉપર અહનિશિ ભાવિઓ, તુમ કેમ રહો ઉદાસ,
આસંગઈ આસંગઈ અધિકેરાં હો વયણ ન ભાસિઈ, જેહની કીજઈ આસ. * બાલા રૂપશાલા ગલે માલા સોહે મોતિન કી,
કરે નૃત્યચાલા ગોરી ટોરી મિલિ ભોરી સી. * સયનકી નયનકી બયનકી છબી નીકો.
મયનકી ગોરી તકી લગી મોહિ અવિયાં. યશોવિજયજીનો શબ્દરાશિ વિરલ સંસ્કૃત શબ્દોથી માંડીને તળપદી બોલીના શબ્દો સુધીનો વ્યાપ બતાવે છે. એમણે વ્રજહિંદીમાં રચનાઓ કરી છે એ ઉપરાંત એમની ગુજરાતી કૃતિઓમાં હિંદીની છાંટ મળે છે. ખિજમત' જેવા ઘણા ફારસી શબ્દો પણ પ્રયોજાય છે. પ્રાસ, યમક, શ્લેષ અને અન્ય અલંકારોને નિમિત્તે પણ યશોવિજયજીની શબ્દસમૃદ્ધિ પ્રગટ થાય છે. વિવિધ સ્તરના શબ્દો, સઘન ઉક્તિઓ તથા કૂટ અલંકારરચનાઓને કારણે યશોવિજયજીની ભાષાભિવ્યક્તિ પંડિતાઈની મુદ્રા વારંવાર ધારણ કરે છે, કેટલીક વાર એ દુધ પણ બને છે. પરંતુ એમાં ઔચિત્ય અને અર્થસમકિતા હમેશાં જોઈ શકાય છે.
તત્ત્વવિચાર તરફનું વલણ, વસ્તુરૂપનું માર્મિક ગ્રહણ, અલંકાર આદિ કવિકૌશલો પરનું પ્રભુત્વ વગેરેથી પોતાની આગવી કવિપ્રતિમા સર્જનાર યશોવિજય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યદરબારમાં ઊંચા આસનના અધિકારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org