________________
ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા | ૨૨૭
* મારગ ચલતચલત ગાત આનંદઘન પ્યારે, રહત આનંદ ભરપૂર,
તાકો સરૂપ ભૂપ, ત્રિહું લોકશે ન્યારો, વરસત મુખ પર નૂર. * સુમતિ સખિ ઓર નવલ આનંદઘન મિલ રહે ગંગતરંગ. * કોઉ આનંદઘન છિદ્ર હી પેખત, જસરાય સંગ ચડી આયા,
આનંદઘન આનંદરસ ઝીલત, દેખત હી જસ ગુણ ગાયા. * એ રી આજ આનંદ ભયો, મેરે તેરી મુખ નિરખનિરખ,
રોમરોમ શીતલ ભયો અંગો અંગ. શુદ્ધ સમજણ સમતા-રસ ઝીલત, આનંદઘન ભયો અનંતરંગ. આનંદઘનકે સંગ સુજસ હી મિલે જબ, તબ આનંદ સમ ભયો સુજસ, પારસ સંગ લોહા જો ફરસત, કંચન હોત હી તાકે કસ. ખીરનીર જો મિલ રહે આનંદ જસ, સુમતિ સખિકે સંગ ભયો
હે એકરસ, ભવ ખપાઈ સુજસ વિલાસ ભયે, સિદ્ધ સ્વરૂપ લિયે ધસમસ. સમતા અને સુમતિને સખી તરીકે કલ્પી યશોવિજય આત્મરમણાને શૃંગારકીડાનું રૂપ આપે છે એ ખાસ ધ્યાન ખેંચે એવું છે. આત્માનુભવ એ રસપૂર્ણ ભાવદશા છે એમ આથી સૂચવાય છે. નીચેના પદમાં જ્ઞાનીની સંયોગપ્રીતિને અને એની મસ્ત આનંદદશાને શંકરપાર્વતીગંગાના દૃષ્ટાંતથી હૃદયંગમ રીતે વર્ણવી છે ?
અજબ બની હે જોરી, અધગ ધરી હે ગોરી, શંકર શંક હિ છોરી, ગંગ શિર ધરી છે. પ્રેમકે પીવત પ્યાલે, હોત મહા મતવાલે, ન ચલત તિહૂ પાસે, અસવારી ખરી છે. જ્ઞાનીકો એસો ઉત્સાહ, સમતાકે ગલે બાંહ, શિર પર જગનાહ-આણ, સુર-સરી રહે. લોકકે પ્રવાહ નાંહિ, સુજસ વિલાસ માંહિ,
ચિદાનંદઘન છાંહિ, રતિ અનુસરી હે. પોતાની આ કલ્પનાને અનુસરી યશોવિજય ચેતન સુમતિને છોડી મમતા સાથે પ્રીતિ જોડે છે ત્યારે સુમતિની વિરહદશાની વ્યાકુળતા આલેખે છે -
કબ ઘર ચેતન આવેંગે ? મેરે કબ ઘર ચેતન આવેંગે ? સખિરિ, લેવું બલૈયા બારબાર, મેરે કબ ઘર ચેતન આવેંગે ? રેનદીના માનું ધ્યાન તું સાઢા, કબહુકે દરસ દિખાયેંગે ? વિરહદીવાની ફિરૂં ટૂંઢતી, પીઉપીલ કરકે પોકારેંગે,
પિઉ જાય મલે મમતાસે, કાલ અનંત ગમારેંગે.
તો વળી ચેતનાનો એના પ્રિયતમથી – આનંદાનુભવથી વિરહ પણ આલેખાયો છે. એમાં સુમતિસખીને પ્રિયતમને મનાવવાની વિનંતી કરવામાં આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org