________________
૨૨૬ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
નિરાગી સેવે કાંઇ હોવે, ઇમ મનમેં નિવ આણું, ફ્ક્ત અચેતન પણ જિમ સુરમણિ, તિમ તુમ ભક્તિ પ્રમાણું. પ્રેમ બંધાણો તે તો જાણો, નિરવહશ્યો તો હોશે પ્રમાણો, વાચક જશ વિનવે જિનરાજ, બાંહ્ય ગ્રહ્યાની તુજને લાજ. અણદીઠે અલજો ઘણો, દીઠે તૃપતિ ન હોઇ રે. સાસ પહિલાં સાંભરે રે, મુખ દીઠે સુખ હોય, વિસાર્યા નવિ વિસરે રે, તેહ શ્યું હઠ કિમ હોય રે. *મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હોવે પ્રમાણ,
મુજરો માને સિવ તણો રે, સાહિબ તેહ સુજાણ. મસિ વિણ જે લિખ્યા તુજ ગુણે, અક્ષર પ્રેમના ચિત્ત રે, ધોઇએ તિમતિમ ઉઘડે, ભગતિલે તેહ નિત્ય રે.
* નીરખીનઇ, નીરખીનઇ, મઈ લોઅણ અમિઅ પખાલિઆં. * મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી.
આત્મરતિભાવ
યશોવિજયની કેટલીક રચનાઓમાં એક જુદી જ ભાવદશાનું આવિષ્કરણ છે. એ છે અધ્યાત્મયોગીની મસ્ત મનોદશા, આત્મરમણાનો આનંદ. સમતા સમ્યક્ત્વ અને સુબુદ્ધિ અનુભવજ્ઞાન એનાં મુખ્ય લક્ષણો છે. નિર્પ્રન્થપણું, પ્રેમમયતા, ધીરતા, નિભતા, મોહમાયાનિરાસ, પરમ તૃપ્તિ આ બધાંથી ભરીભરી એ ચિત્તસ્થિતિ છે. આ ચિત્તસ્થિતિનું સીધું ને વીગતે વર્ણન તો ‘શ્રીપાળ રાસ'ની છેલ્લી ઢાળમાં થયેલું છે
તૂઠો તૂઠો રે મુઝ સાહિબ જગનો તૂઠો, એ શ્રીપાળનો રાસ કરંતા, જ્ઞાનઅમૃતરસ વૂઠો રે. ૧ ઉદકપયોઅમૃતકલ્પ જ્ઞાન તિહાં, ત્રીજો અમૃત મીઠો, તે વિણ સકળ સૃષા કિમ ભાંજે, અનુભવ પ્રેમગરીઠો રે. ૩ ઊગ્યો સકિત-રવિ ઝળહળતો, ભરમતિમિર વિ નાઠો, તગતગતા દુર્નય જે તારા, તેહનો બળ પણ ઘાઠો રે. ૧૧ મેરુધીરતા વિ હર લીની, રહ્યો તે કેવળ ભાઠો, હરી સુરઘટ સુરતરુકી શોભા, તે તો માટી-કાઠો રે. ૧૨ હરવ્યો અનુભવ જોર હતો જે, મોહમલ્લ જગલૂંઠો, પરિરિ તેહના મર્મ દેખાવી, ભારે કીધો ભૂંઠો રે. ૧૩ થોડે પણ દંભે દુખ પામ્યા, પીઠ અને મહાપીઠો, અનુભવવંત તે દંભ ન રાખે, દંભ ધરે તે ધીઠો રે. ૧૫ ‘આનંદઘન : અષ્ટપદી'માં આનંદઘનના અને એમના સ્પર્શે યશોવિજયમાં પ્રગટેલા આત્મરતિના ભાવનો પ્રબળ ઉદ્ગાર છે ઃ
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org