SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાય યશોવિજયજીની સાહિત્યકળા – કેટલાક મુદ્દા D ૨૨૫ ચમત્કૃતિભરી રીતે આલેખી આપવામાં યશોવિજયજીનું મનોરમ કવિકૌશલ રહેલું પ્રેમભક્તિભાવ યશોવિજયજીમાં આપણને વધારે મળે છે તે તો જિનેશ્વર દેવ પ્રત્યેના એમના પોતાના હૃદયના પ્રેમભક્તિના ભાવોનું આલેખન. હા, માત્ર ભક્તિના નહીં. પ્રેમભક્તિના ભાવો. એમની સ્તવનરચનાઓમાં બહુધા જિનપ્રભુને સીધું સંબોધન છે અને એમાં પ્રભુદર્શનનો ઉમળકો, ગુણાનુરાગ, અને અનન્ય નિષ્ઠા જ નહીં, પણ અવિભંગ પ્રકટ પ્રીતિનો ભાવ, પ્રિયમિલનના વિલંબની અસહ્યતા, એકાંત ગોષ્ઠિની ઝંખના, આર્જવ અનુનય, અસમાન વચ્ચેની પ્રીતિની વિષમતાનવિલક્ષણતા, પોતાનું પ્રેમસાહસ વગેરે ભાવો પણ સમાવેશ પામ્યા છે. જુઓ: * હુઓ છિપે નહિ અધર અરુણ જિમ, ખાતાં પાન સુરંગ. પીવત ભરભર પ્રભુગુણપ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ. ઢાંકી ઈક્ષ પરાળ શું જી, ન રહે લહિ વિસ્તાર, વાચક જશ કહે પ્રભુ તણો જી, તિમ મુજ પ્રેમપ્રકાર. આવો આવો રે ચતુર સુખભોગી, કીજે વાત એકાંત અભોગી, ગુણગોઠે પ્રગટે પ્રેમ. ઓછું અધિક પણ કહે રે, આસંગાયત જેહ, આપે ફળ જે અણકહ્યાં રે, ગિરૂઓ સાહિબ તેહ. દીન કહ્યા વિણ દાનથી રે, દાતાની વધે મામ, જળ દીર્વે ચાતક ખીજવી રે. મેઘ હુઓ તેણે શ્યામ. મોડુંવહેલું આપવું રે. તો શી ઢીલ કરાય, વાચક જશ કહે જગધણી રે, તુમ તૂઠે સુખ થાય. લઘુ પણ હું તુમ મનિ નવિ માઉં રે, જગગુરુ, તુમને દિલમાં લાવું રે, કુણને દીજે એ શાબાશી રે, કહો શ્રી સુવિધિ જિદ વિમાસી રે. મુજ મન-અણુ માંહિ ભક્તિ છે ઝાઝી રે... * તુમે બહુ મૈત્રી રે સાહિબા, માહરે તો મન એક, તુમ વિણ બીજો રે નહિ ગમે, એ મુજ મોટી રે ટેક. * અંતરયામી સવિ લહો, અમ મનની જે છે વાત હો, મા આગળ મોસાળનાં, શ્યાવરણવવા અવદાત હો. જાણો તો તાણો કિછ્યું, સેવાફળ દીજે દેવ હો, વાચક જશ કહે ઢીલની, એ ન ગમે મુજ મન ટેવ હો. * અમે પણ તુમ શું કામણ કરશું. * મેં રાગી પ્રભુ મેં છો નિરાગી, અણજુગતે હોએ હાંસી, એક પખે જે નેહ નિરવહવો, તેમાં કીસી શાબાશી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy