SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય [ ૨૧૧ બ્રહ્મ એટલે પરમાત્મા વિશે (જ્ઞાનના ઉપયોગે) રહેલો બ્રહ્મજ્ઞાની એટલે શુદ્ધ ચૈતન્યને જાણનારો બ્રહ્મને - શુદ્ધ ચૈતન્યને પામે તેમાં શું આશ્ચર્ય ? પણ બ્રહ્મજ્ઞાનીના – આત્મજ્ઞાનીના (આનંદઘનજીના) વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને – ચિદાનંદને અનુભવીએ છીએ.” (પ્રબંધ ૭, શ્લોક ૧૯) અનુભવ - આત્મદર્શનનું સ્વરૂપ દાખવી તે પોતાને ગુરુકૃપાથી (આનંદઘનની કૃપાથી) પ્રાપ્ત થયો, સમ્યકત્વ જળહળિત થયું, મોહને અનુભવથી નિર્બળ કર્યો એ વાત સં. ૧૭૩૮ પછી રચેલા ‘શ્રીપાળ રાસ'ના ચોથા ખંડના છેવટના ભાગમાં પોતે જણાવે છે. તેમાંથી થોડી કડીઓ લઈએ : માહરે તો ગુરચરણપસાર્યો. અનુભવ દિલમાં પેઠો. ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટ માંહિ, આતમ-રતિ હુઈ બેઠો. ઉગ્યો સમતિ-રવિ જલહલતો, ભરમ-તિમિર સવિ નાઠો. તગતગતા દુનય જે તારા, તેહનો બળ પણ થાઠો. હરખ્યો અનુભવ-જોર હતા જે, મોહમલ્લ જગ-લૂંઠો, પરિપરિ તેહના મર્મ દેખાવી, ભારે કીધો ભૂઠો. અનુભવ-ગુણ આવ્યો નિજ અંગે, મિટ્યો રૂ૫ નિજ માઠો. સાહિબ સન્મુખ સુનજર કરતાં, કોણ થાયે ઉપરાંઠો ? શ્રી આનંદઘન પેઠે યશોવિજયે પણ અનેક પદો રચ્યાં છે અને તે “જશવિલાસ” એ નામે પ્રકટ થયાં છે. વિશેષમાં જુઓ મારી સંપાદિત યશોવિજયકૃત ‘ગૂર્જર કાવ્યસંગ્રહના પહેલા ભાગની આવૃત્તિ પૃ.૧૪૧થી ૧૭૮, ૨૯૫થી ૨૯૮.) જૈનોમાં સંતો – સંતસાહિત્ય જેવું છે કે નહીં એની પૂછપાઇ થાય છે. તેનો ઉત્તર છે કે જૈનોમાં અનેક સંતો થયા છે અને પોતાની વાણી' (મધ્યયુગમાં ‘વાણી’ શબ્દ સંતોની રચનાઓ માટે વપરાતો) હૃદયના સહજ ઉદ્ગાર રૂપે ગાઈ મૂકી ગયા છે. દા.ત. શ્વેતામ્બર સંપ્રદાયમાં ઉક્ત શ્રી આનંદઘન, યશોવિજય. વિનયવિજય (સ્વ. સં. ૧૭૩૮; તેમનો વિનયવિલાસ' નામનો પદસંગ્રહ), જ્ઞાનસ્વર (કવિ કાલ સં. ૧૮૫રથી ૧૮૮૮, તેમનો સુંદર પદસંગ્રહ છે ને દુર્ભાગ્યે અપ્રકટ છે. તે મેં એકત્રિત કરી રાખ્યો છે ને છપાવનારને વાંકે અમુદ્રિત રહ્યો છે), ચરિત્રનંદિ – ને કવિતામાં જ્ઞાનાનંદ (સ. ૧૮૮૯થી ૧૯૦૯; જુઓ તેમના “જ્ઞાનવિલાસ' અને સંયમતરંગ' નામે પ્રકટ થયેલા સંગ્રહ), કપૂરવિજય તે ચિદાનંદ (૨૦મી સદીના આરંભે; ‘ચિદાનંદ બહોતરી' વગેરે તેનો સંગ્રહ છપાયેલ છે), ખોડાજી અને રાયચંદ કવિ (૨૦મી સદીના મધ્યમાં તેમનો સંગ્રહ છપાયો છે). દિગમ્બર સંપ્રદાયમાં બનારસીદાસ, ભૂધરદાસ, ઘાનતરાય, દોલતરામ, ભાગચંદ આદિ થયા છે કે જેમનાં પદો બનારસીવિલાસમાં અને જૈન પદ સંગ્રહ'ના પાંચ ભાગમાં ત્રીશેક વર્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy