SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ [ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય પહેલાં સાક્ષર નાથુરામ પ્રેમીજીથી સંપાદિત થઈને જૈન ગ્રંથ રત્નાકર કાર્યાલય તરફથી છપાયેલ હતાં. તેનો ઉઠાવ આવાં પવિત્ર અને ઊંચી કક્ષાનાં પુસ્તકો પ્રત્યેની જૈનોની ઉપેક્ષા અને જડતાના કારણે વિશેષ ન થઈ શક્યો તેથી તેની બીજી આવૃત્તિ થઈ શકી નથી. આ સર્વનાં પદોની રસમય ચૂંટણી કરી-કરાવી એક સામાજિક ગ્રન્થાવૃત્તિ કોઈ પ્રકાશક બહાર પાડે તો જૈનોમાં પણ સાચા સાહિત્યને ગૌરવ આપે એવું ચિરકાલીન સંતવાણી-સાહિત્ય ભર્યું છે એની પ્રતીતિ જૈનેતર બહુસંખ્યાવાળી પ્રજાને કરાવી શકાશે. અત્યાર સુધી જૈન કવિઓનું ગીતસાહિત્ય અજૈનોના દૃષ્ટિપથે આવ્યું નથી, મુકાયું નથી એમાં આપણે જૈનો જ નિમિત્તભૂત છીએ. કેટલાક જૈન અને જૈનેતર – બંને સમાજમાં થયેલા કવિઓનાં ચૂંટેલાં પદોને એકત્રિત આપવાનો સંપાદક પં. બેચરદાસે શુભ પ્રયાસ કર્યો છે તે હમણાં “ધમ[મૃત' નામે ગ્રન્થાકારે બહાર પડ્યો છે એ નોંધવાયોગ્ય બીના છે. આવા સંગ્રહથી તુલનાત્મક દૃષ્ટિથી એકબીજાથી સમાનતા જોવાની – સર્વ પ્રત્યે આદરમાન ઉત્પન્ન કરવાની અને સંતકવિઓના અનુભવથી ભરેલાં વચનોમાં કેટલું બધું સામ્ય ભરેલું છે તે પારખવાની તક મળે છે. ઊંચાં પદોને, આપણાં આવાં સુંદર ગીતોને આપણા શિક્ષણમાં સંસ્કૃતિમાં આજ સુધી કેટલું ઓછું સ્થાન મળ્યું છે ? તેના ઉત્તરમાં મહાત્મા ગાંધી કહે છે કે : “એ વાત સાચી છે, અને એ કંઈ ઓછા દુઃખની વાત નથી. હવે જાગવાનો સમય આવ્યો છે. કારણ જો લોકોના અનાદર અને ઔદાસીન્યના પરિણામે આ ગીતો મરવા પામે તો તે ભારે દુઃખની વાત થઈ પડશે. આ વાત મેં વારંવાર કહી છે.” (પ્રબુદ્ધ જૈન, ૧–૧૧–૪૧, પૃ.૧૨૪) અધ્યાત્મ-ગીતો સમજીએ તે પહેલાં આધ્યાત્મિકનો સ્પષ્ટ અને વિશેષ અર્થ આપણી જૈન પરિભાષાના ‘સમ્યગુ જ્ઞાન’ અને ‘સમ્યક ચારિત્ર' એ રીતે ગ્રહણ કરીશું તો સમજાશે કે “વીતરાગતમાં પરિણામ પામનાર આત્મલક્ષી જ્ઞાન તે સમ્યગુ જ્ઞાન. આજકાલ વપરાતા વિદ્યા' શબ્દનો અર્થ કોઈ પણ વિષયનું શાસ્ત્રીય જ્ઞાન છે, જેમકે રસાયણવિદ્યા વગેરે. એ રીતે સમ્યકુ ચારિત્ર એટલે આત્મશુદ્ધિ અને ક્રિયાકાંડ એટલે દેખીતાં બાહ્યલક્ષી વિધિવિધાનો. ‘વિદ્યા’ એ પોતે “સમ્યગુ જ્ઞાન નથી. પણ સમ્યગુ જ્ઞાન હોય તો એ વિદ્યા આધ્યાત્મિક કહેવાય. એ જ રીતે બાહ્ય ‘ક્રિયાકલાપ' કે બાહ્ય “આચાર’ એ પોતે સમ્યફ ચારિત્ર નથી, પણ જો તે “સમ્યક ચારિત્ર'ની ભાવનામાંથી, ફૂલમાંથી સુવાસની પેઠે, પ્રયત્ન વિના જ જન્મેલ હોય તો તે આધ્યાત્મિક છે.” (શ્રી જિનવિજય) આનંદઘનજી સાધ્ય સિદ્ધ કરવામાં અપ્રમત્ત પ્રયત્નશીલ રહેતા થકા આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવામાં ઘણે અંશે સફળ થયેલા સાધક અને કવિ હતા. સાથે શુદ્ધ મર્મી હતા. જેથી તેમની વાણી ઉદાર છે, તેવી જ તેમાં ગંભીરતા છે અને તેવું જ તેનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy