________________
મધ્યકાલીન ગુજરાતી જૈન પદકવિતા ] ૪૫
ઋષભ કહે ભવ ક્રોડનાં કર્મ ખપાવે તેહ.
(૩) મહત્ત્વની તિથિઓને લગતાં પદો પણ હોય છે. બીજ, જ્ઞાનપંચમી, અષ્ટમી, મૌનએકાદશી, ચતુર્દશી, દિવાળી, પર્યુષણપર્વ વગેરેને લગતાં પદો ઉલ્લેખનીય બની રહે છે. સંસારની રોજિંદી ઘટમાળમાં પડેલા, સંસારી જીવોને આ મહત્ત્વની તિથિઓએ અનેક પુણ્યકાર્ય કરવાની પ્રેરણા આ પદો આપે છે ઃ આજ મારે એકાદશી.
નણદલ મૌન ધરી મુખ રહીએ.
સુણજો સાજન સંત, પશુસણ આવ્યાં રે,
તમે પુણ્ય કરો પુણ્યવંત, ભવિક મન ભાવ્યાં રે.
વીર જિજ્ઞેસર અતિ અલવેસર, વહાલા મારા પરમેશ્વર એમ બોલે રે, પર્વ માંહે પજુસણ મહોટા અવર ન આવે તસ તોલે રે.
ચૌપદમાં જેમ કેસરી હોટો, વ. ખગમાં ગરુડ તે કહીએ રે, નદી માંહે જેમ ગંગા મ્હોટી, વ. નગમાં મેરુ તે લહીએ રે.
(૪) તીર્થંકરોનાં છૂટાં સ્તવનો પણ રચાયેલાં છે અને સ્તુતિ/ોય, ચૈત્યવંદન, આરતી વગેરે પ્રકારની કૃતિઓ પણ મળે છે. આરતી ધાર્મિક પૂજાનું એક મહત્ત્વનું અંગ છે. એમાં ભક્તિભાવ, વૈરાગ્યભાવ અને અધ્યાત્મભાવની ગૂંથણી થતી હોય છે ઃ
* વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે,
મિથ્યા મોહ તિમિર ભય ભાંગ્યું, જીત નગારું વાગ્યું રે. તુમ્હેં હો પરઉપગારી, સુમતિજિન, તુમ્હ હો જગઉપકારી, પંચમ જિન પંચમગતિદાયક, પંચમહાવ્રતધારી, પંચપ્રમાદ-મત્તગજભેદન, પંચાનન અનુકારી. * સુપાસજી, તારું મુખડું જોતાં, રંગ ભીનો રે, જાણે પંકજની પાંખડી ઉપર ભ્રમર લીનો રે. * સિદ્ધાચલનો વાસ પ્યારો લાગે, મોરા રાજેંદા રે, વિમલાચલનો વાસ પ્યારો લાગે, મોરા રાજેંદા હૈ, આદિ જિનેશ્વર, પ્રભુ પરમેશ્વર,
સોહે જગતનો નાથ, મોરા રાજેંદા રે.
સુણો, ચંદાજી, સીમંધર પરમાત્મા પાસે જાય જો. અપ્સરા કરિ આરતી જિન આગે, હાં રે જિન આગે રે જિન આગે હાં રે એ તો અવિચળ સુખડાં માગે, હાં રે નાભિનંદન પાસે, અપ્સરા તાથેઈ તાથેઈ નાચતી પાય ઠમકે, હાં રે દોય ચરણે ઝાંઝર ઝમકે હાં રે સોવન ઘુઘરડી ઘમકે, હાં રે લેતી ફૂદરડી બાળ, અપ્સરા જય દેવ જય દેવ જય સુખના સ્વામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org