________________
૪s D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
પ્રહ સમે તુજને વંદન કરીએ * જય જય આરતી આદિ જિગંદા,
નાભિરાયા મરુદેવીકા નંદા (૫) સઝાય એટલે સ્વાધ્યાય. સજઝાયમાં ઉપદેશના અંશોનું પ્રાધાન્ય જોવા મળે છે. પણ ઘણી વાર એમાં દૃષ્ટાંતકથા જોડાતી હોય છે. જેમકે ઈલાચીકુમારની, અંબૂસ્વામીની, સ્થૂલિભદ્રની, મેઘકુમારની, શાલિભદ્રની, અરણિક મુનિની, ચંદનબાળાની વગેરે સઝાયો ખૂબ જાણીતી છે. મનભમરાની આ સક્ઝાય વિશેષ ધ્યાન ખેંચે છે ?
ભૂલ્યો મનભમરા, તું ક્યાં ભમ્યો, ભમિયો દિવસ ને રાત, માયાનો બાંધ્યો પ્રાણિયો, ભમે પરિમલ જાત. કુંભ કાચો રે કાયા કારમી, તેહનાં કરો રે જતન, વિણસતાં વાર લાગે નહીં, નિર્મળ રાખો રે મન. કેનાં છોર કેનાં વાછરુ, કેનાં માય ને બાપ, અંતે જાવું છે એકલું, સાથે પુન્ય ને પાપ. આશા ડુંગર જેવડી, મરવું પગલાં રે હેઠ,
ધન સંચી સંચી કાંઈ કરો, કરી દેવની વેઠ. અન્ય સઝાયોની ઉપદેશ શૈલી પણ જુઓ : * નામ ઈલાપુત્ર જાણીએ, ધનદત્ત શેઠનો પુત્ર,
નટવી દેખીને મોહિયો, જે રાખે ઘરસૂત્ર. કરમ ન છૂટે રે પ્રાણીયા.
- લબ્ધિવિજય * કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે, રીસ તણો રસ જાણીએ, હલાહલ તોલે.
કડવાં ફળ છે (૬) આ છૂટાંછવાયાં પદો ઉપરાંત, પદમાળા પણ મળે છે. “અઢાર પાપસ્થાનકની સઝાય' વગેરેમાં એક કરતાં વધુ પદોનું સરસ ગુંફન મળી આવે છે.
મધ્યકાલીન જૈન પદોની સંખ્યા ઘણી મોટી છે. અનેક જૈન સૂરિઓએ ભક્તિની ઉત્કટતા, સંસારની અસારતા અને મોક્ષપ્રાપ્તિની તાલાવેલી આ પદોમાં વર્ણવી છે. વિવિધ દેશીઓમાં, રાગ અને ઢાળમાં રચાયેલાં આ પદોમાંથી કેટલાંય પદો કવિતાકલાની દૃષ્ટિએ યાદગાર બની રહે તેવાં છે. કવિઓની શબ્દશક્તિ, શબ્દસૂઝ, ભાષાની પ્રાસાદિકતા અને મધુરતા, અલંકારોનો ઉચિત ઉપયોગ વગેરેને કારણે એ પદો શોભી રહે છે. શબ્દવૈભવની દૃષ્ટિએ માનવિજયજીનું આ પદ ધ્યાન ખેંચે છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org