________________
મધ્યકાલીન ગુજરાતી જૈન પદકવિતા / ૪૭
તું સાહિબા રે મનમાન્યા, તું તો અકળ સ્વરૂપ જગતમાં, મનમાં કેણે ન પાયો શબદે બોલાવી ઓળખાયો, શબદાતીત ઠરાયો. શબદ ન. રૂ૫ ન, ગંધ ન, રસ ન હો, ફરસ ન, વરણ ન વેદ, નહીં સંજ્ઞા, છેદ , ભેદ ન, હાસ નહીં, નહીં ખેદ.
સુખ નહીં, દુઃખ નહીં, વળી વાંછા નહીં, નહીં રોગ, યોગ ન ભોગ. તત્સમ, તંદૂભવ. દેશ્ય, અરબી-ફારસી, હિંદી વગેરે શબ્દો યોગ્ય સ્થાને આવી ભાવપ્રકટીકરણનું અનોખું કાર્ય પાર પાડે છે. સરળ પદાવલિનો પ્રયોગ પણ ઉપયુક્ત બની રહે છે. નીચેના પદમાં “પંચ' શબ્દનો પ્રયોગ જુઓ :
પંચમ જિન પંચમગતિદાયક, પંચમહાવ્રતધારી, પંચપ્રમાદ-મત્તગભેદન, પંચાનન અનુકારી,
પંચ વિષધર તતિ ખગપતિ, પંચશર મદન વિદારી. પ્રાસ અને ધવાના સુંદર આયોજનથી પદની ગેયતામાં ઉમેરો થાય છે ?
સાહિબા મારા, અભિનંદન જિનરાય રે, સાહિબ સાંભળો રે.
સાહિબા મારા, સુરસેવિત તુમ પાય રે, સાહિબ સાંભળો રે. અલંકારોનું ઔચિત્ય પદને સરસ ઉઠાવ આપે છે અને કથનને સચોટ બનાવે છે. રૂપકનો વિનિયોગ મોટી સંખ્યામાં મળી આવે છે ? * સુપાસજી, તાહરું મુખડું જોતાં, રંગ ભીનો રે,
જાણે પંકજની પાંખડી ઉપર ભમર લીનો રે. * શ્વાસોશ્વાસ કમળ સમો તુજ લોકોત્તર વાદ. * મીઠો અમૃતની પરે રે, સાહેબ, તાહિરો રે સંગ. * ચંદ ચકોર, મોર ઘન ચાહે, પંકજ રવિ, વન સારોજી,
ત્યે જિન મુરતિ મુજ મન પ્યારી, હિરદે આનંદ અપારો જી. * જિમ પ્રીતિ ચંદ ચકોરને, જિમ મોરને મન મેહ રે.
અમને તે તુમ શું ઉલ્લશે. તિમ નાથ, નવલો નેહ, * ધોબીડા, તું ધોજે મનનું ધોતીયું રે, રખે લાગતો મેલ લગાર રે. લોકભાષાનો પદમાં કરેલો ઉપયોગ વિશેષ શોભી રહે છે.
આ રીતે મધ્યકાલીન જૈન પદકવિતામાં વૈવિધ્ય છે, જ્ઞાન અને ઉપદેશ છે, ભક્તિનો તલસાટ છે, તીર્થકરોનું ગુણગાન છે, સંસારી જીવને મોક્ષ તરફ પ્રયાણ કરવા માટેનું માર્ગદર્શન છે. વિવિધ રાગ અને ઢાળ છે, અલંકાર અને શબ્દવૈભવ છે, ગેયતા અને સંગીતમયતા છે. આવા અંશોથી સમૃદ્ધ કેટલાંય પદો માત્ર જૈન સાહિત્યનાં જ નહીં, સમસ્ત ગુજરાતી પદકવિતાનો અમર આધ્યાત્મિક વારસો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org