SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીચન્દ્રચરિત'ની કથનરીતિ D ૨૫૩ છતાં કથા વર્ણનખચિત છે. વર્ણકોને બાદ કરતાં પણ અહીં વર્ણનોનું પ્રમાણ ઘણું છે. પૈઠણપુર કે અયોધ્યાદિ નગરોનાં વર્ણનો, બેત્રણ રાજસભાઓનાં વર્ણનો, સરોવરનું વર્ણન, વનનું, મંડપનું ને સમોસરણનું વર્ણન, રાજાઓનું ને કન્યાનું વર્ણન, ગજહય-વૃષભાદિ પ્રાણીઓનાં ટૂંકા વર્ણનો, પ્રાતઃકાળનાં વર્ણનો, લશ્કરનું ને યુદ્ધનું વર્ણન. વહાણનું વર્ણન, વેતાલનું વર્ણન, ઋતુઓનાં વર્ણનો – એમ વિવિધ વર્ણનોથી જાણે વાત વધે છે. આમાં યુદ્ધનું, ઋતુઓનાં, વહાણનું, રાજસભાનું, વેતાલનું એટલાં વર્ણનો વિશેષ નોંધપાત્ર છે. બીજા ઉલ્લાસમાં યુદ્ધવર્ણન છે (૨,૧૩૯) : ચાલ્યાં બેઉ દલ, ઊપડઈ ધૂલિપહલ; કોઈ આપ પર વિભાગ બૂઝવઈ નહિ. પિતાપુત્ર સૂઝઈ નહીં; ન જાણીઈ આપણાં દલ, ન જાણીઈ પિરાયું દિલ ન જાણીયઈ ભૂતલ, ન જાણીતું નભોમંડલ, ન જાણીઇ પૂર્વ ન જાણી પશ્ચિમ.. * * * * દિગ્ગજ ડહડહિયા, ઢાકબૂક વાજી, બૅબારવ ફાટી, ..વાધ્યા ક્રોધ. ઝૂઝઈ યોધ... (૨,૧૩૯) બીજા ઉલ્લાસમાં ઋતુવર્ણનો છે. એમાંનું અષાઢનું વારંવાર ઉદાહરણાય છે ? કાટઇયઈ લોહ, ઘામ તણી નિરોહ, છાસિ ખાટી, પાણી વીયાઈ માટી.... રાતી અંધારી, લવઈ તિમિરી... પાણી તણા પ્રવાહ ખલહલઈ, વાડી ઊપરિ વેલા વલઈ, ચીખલિ ચાલતા શફ્ટ અલઈ, લોક તણાં મન ધર્મ ઊપરિ વલઈ.. કુમ્બિલોક માચઈ, મહાત્મા બાંઠા પુસ્તક વાંચઈ. (૨,૧૩૪) વહાણવટું એ કાળે સહજ હતું એની પ્રતીતિ કરાવતું, વહાણ કેવી રીતે ઊપડ્યું તેનું ખૂબ સુંદર વર્ણન તૃતીય ઉલ્લાસને આરંભે શ્રીધરમુખે આવે છે ? કૂઉખંભઉ ઊભી કીધઉ, નાંગર ઉપાડિઉ, સિઢ તાડિ6, ઘામતીઉ ઘામત ઉલીચઈવા લાગુ, વાઉરીઊ તલિ પઠ6, નીજામઉ નાલિ બઇઠ6. આઉલાં પડઈ, સૂકાણી સૂકાણ ચાલવઈ, માલિમ વાહણ જાલવઈ. (૩૧૪૦) માંડીને ચારણી ઢબે, ઊંચે સાદે, વર્તમાનકાળમાં છે', “છે' આવ્યા કરે એ રીતે (આજના ગુજરાતીના એક મુખ્ય લક્ષણ જેવો લાગતો છે' – “છ”નો પ્રયોગ) આ કથામાં માત્ર એક જ સ્થળે આવે છે એ નોંધપાત્ર છે. એ સ્થાન છે. પ્રથમ ઉલ્લાસમાં પૃથ્વીચન્દ્રની રાજસભાનું વર્ણન : જીણિ રાજસભાં કંકુમજલિ છટા દીધી છઈ, વિવિધમુક્તાફલિ ચતુષ્ક પૂરિયા છઈ... વગેરે. (૧,૧૩૧) એ જ રીતે જુદું પડી જાય છે બોધનું ગદ્ય. એક શ્લોક અને તેના વિવરણરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy