________________
૧૬ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
અને ભાષાશબ્દોના મોટા ભંડોળ વિના ને પદ્યરચનાના કૌશલ વિના બને નહીં.
જૈન કવિઓ પાસેથી નૂતન માર્મિક અલંકાર૨ચનાઓ ઓછી મળે છે પણ અવારનવાર મળે છે ખરી. જયવંતસૂરિ જેવા કોઈ નારીના કેશપાશવર્ણન કે સ્તનવર્ણનને તાજગીભરી વિવિધ અલંકાર૨ચનાથી કડીઓ સુધી ખેંચી જવાનું વિરલ સામર્થ્ય બતાવે છે. પરંપરાગત અલંકારરચનાની આવડત તો ઘણા બતાવે છે ને પોતાનાં કથનને સચોટ બનાવતાં દૃષ્ટાંતાદિકનો વિનિયોગ પ્રચુરપણે કરે છે. જ્ઞાનવિમલસૂરિ જેવા કોઈક કવિમાં સંકરાલંકાર યોજવા જેટલું પ્રૌઢ અલંકારચાતુર્ય પણ નજરે પડે છે. એમના ‘અશોકચન્દ્ર-રોહિણી રાસ'માં આરંભમાં જ રોહિણીના રૂપવર્ણનમાં આવી અલંકારશ્રેણીનો આશ્રય લેવાયેલો છે. જેમકે, ઉર્વસી પણિ મિન નવ વસી રે' એમાં વ્યતિરેક અને યમક અલંકારનો સંકર છે. ફાગુકાવ્યોમાં અને અન્યત્ર આંતર્યમકવાળા દુહાઓનો પ્રયોગ વારંવાર થયેલો જોવા મળે છે ને યમકની ચમત્કૃતિનો લાભ પણ જૈન કવિઓએ અવારનવાર લીધેલો છે. સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ' જેવી ઊર્મિસભર રચનામાં પણ જયવંતસૂરિ પ્રાસાદિક યમકરચના કરે છે :
ખિણિ આંગણિ ખિણિ ઊભી ઓરડઇ, પ્રિઉડા વિના ગોરી ઓ રડઇ, ઝૂરતાં જાઈ દિન રાતડી, આંખિ હૂઈ ઉજાગરઇ રાતડી.
મધ્યકાલીન કવિતામાં પ્રાસ આવશ્યક હોઈ કોઈ પણ કિંવ માટે એની આવડત જરૂરી બની જાય છે. પણ બેથી વધારે વાર આવર્તન પામતા પ્રાસોની યોજના કરી. કવિઓ પોતાનું વિશેષ કૌશલ બતાવતા હોય છે. જ્ઞાનવિમલસૂરિના “અશોકચન્દ્રરોહિણી રાસ'માં ચાર-ચાર આવર્તનવાળા પ્રાસોની યોજના થયેલી છે, તો લાવણ્યસમયે નેમિરંગરત્નાકર છંદ'માં ત્રણ અક્ષરના એક જ પ્રાસને ૧૨ લીટી સુધી ચલાવીને પોતાના સવિશેષ પ્રાસકૌશલનો પરિચય કરાવ્યો છે. ચારિત્રકલશે, વળી, નૈમિરાજિમતી બારમાસ'માં ચારણી શૈલીએ એક જ પંક્તિમાં ત્રણત્રણ પ્રાસાવર્તન યોજ્યાં છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બહુધા પદ્ય રૂપે અને તે પણ ગેય પદ્ય રૂપે મળે છે. જૈનેતર આખ્યાનો ને પદો જેમ ગેય દેશીબંધમાં રચાયેલાં છે તેમ જૈન રાસાઓ અને સ્તવનાદિમાં પણ દેશીબંધોનો વિનિયોગ થયેલો છે. જૈન કવિઓ સામાન્ય રીતે પોતે જે જાણીતા દેબીબંધનો ઉપયોગ કરતા હોય તેનો નિર્દેશ પણ કરતા હોય છે. જૈન રાસાઓ આદિમાં નિર્દિષ્ટ આવા દેશીબંધોની સૂચિ જૈન ગૂર્જર કવિઓ'એ કરી છે એ ૨૪૦૦ની સંખ્યાને વટાવી જાય છે. દેશીબંધોની મોટી ખાણને જૈન કવિઓએ જાણે ખાલી કરી નાખી છે ! ગેય કવિતા આવા દેશીવૈવિધ્યથી દીપી ઊઠતી હોય છે અને જૈન કવિઓએ એવી દીપ્તિમંત ગેય કૃતિઓનું સર્જન કર્યું છે. જિનહર્ષના “આરામશોભા રાસ'ની બાવીસેય ઢાળોમાં અલગઅલગ દેશીબંધોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org