________________
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન U ૧૭
ઉલ્લેખ થયો છે, તો સમયસુંદરની “સીતારામ ચોપાઈ'ની ૬૩ ઢાળમાં ૫૦ ઉપરાંત જુદીજુદી દેશીઓનો પ્રયોગ થયો છે. સમયસુંદરનાં ગીતો માટે તો કહેવાયું છે કે સમયસુંદરનાં ગીતડાં, કુભા રાણાનાં ભીંતડાં (સ્થાપત્ય).' સમયસુંદરમાં લોકગીતોના ઢાળો ઘણા જોવા મળે છે. ઉદયરત્ન પણ લોકગીતોના ઢાળોને ઉપયોગમાં લેનાર કવિ તરીકે જાણીતા છે.
ગેય રચનામાં ધૂવાનું આયોજન પણ મહત્ત્વનું બની રહે છે. ધ્રુવાઓ વિવિધ રીતે યોજી શકાય છે અને એ રીતે કૃતિની ગેયતાને નૂતન ચમત્કાર આપી શકાય છે. જૈન કવિઓએ આવી ધુવાવૈવિધ્યની સૂઝ પણ બતાવી છે. જ્ઞાનવિમલસૂરિના અશોકચન્દ્રરોહિણી રાસમાં આવી વિવિધ પ્રકારની ધૃવાયોજના જોવા મળે છે. સમયપ્રમોદની ‘આરામશોભા ચોપાઈ' ગેયતાની દૃષ્ટિએ અત્યંત નોંધપાત્ર કૃતિ છે. એમાં વિવિધ દેશીબંધો તો છે જ પણ તે ઉપરાંત એમાં વિશિષ્ટ વિસ્તૃત પ્રાસબંધ અને ધૃવાબંધનો વિનિયોગ થયો છે. છ-સાત ચરણ સુધી વિસ્તરતા દેશીબંધ પણ એમાં જોવા મળે છે. સમયપ્રમોદે દરેક ઢાળને આરંભે રાગનો અચૂક ઉલ્લેખ કર્યો છે એ પણ કૃતિની સંગીતક્ષમતાનો એક વિશેષ પુરાવો છે. અહીં એ નોંધવું જોઈએ કે અનેક જૈન કવિઓએ આ રીતે રાગનો નિર્દેશ કર્યો છે. એટલેકે જૈન કવિઓ સંગીતના જાણકાર છે અને પોતાની કૃતિની રચના એ એક સંગીતક્ષમ કૃતિ તરીકે કરતા હોય છે.
પ્રાસ, ધુવા, દોઢાતાં બેવડાતાં શબ્દો-પંક્તિઓ જેવી પદરચનાની કેટલીક લઢણોથી સમૃદ્ધ બનેલી ગેયતા અનેક જૈન કૃતિઓમાં સિદ્ધ થયેલી જોવા મળે છે. આવી ગેયતા કૃતિને ટકી રહેવા માટેનું એક મનમોહક વાતાવરણ રચી આપતી હોય
જૈન કવિઓના પદ્યબંધમાં અક્ષરમેળ ને માત્રામેળ છંદોને પણ નોંધપાત્ર સ્થાન મળ્યું છે. વિરાટપર્વ ઈસરશિક્ષા' જેવી સળંગ અક્ષરમેળ વૃત્તમાં રચાયેલી કેટલીક કૃતિઓ તો મળે જ છે, તે ઉપરાંત અનેક જૈન કૃતિઓમાં વચ્ચેવચ્ચે પણ અક્ષરમેળ વૃત્તોની ગૂંથણી થયેલી છે. ફાગુ જેવા નૃત્યોચિત સુગેય કાવ્યપ્રકારમાં પણ “કાવ્ય' એવા શીર્ષકથી શાર્દૂલવિક્રીડિત ને સ્રગ્ધરા જેવા છંદોની કડીઓ મુકાતી હોય છે એ બતાવે છે કે આ છંદોને પણ ગેય રૂપ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અપભ્રંશના વસ્તુ, અડિલા જેવા ગુજરાતીમાં ઓછા વપરાતા ઘણા છંદોનો વારસો જૈન કવિઓએ સાચવી રાખ્યો છે. બીજી બાજુથી ગઝલ ને રેખતા જેવા નવા સમયના પદ્યબંધો પણ જૈન કવિઓએ અપનાવ્યા છે. આ રીતે, જૈન કવિઓની પદ્યબંધની સાધના ઘણા વ્યાપક ફલકવાળી છે અને તેથી ધ્યાન ખેંચે એવી છે.
વિષય ઉપદેશાત્મક કે ચીલાચાલુ કે સાંપ્રદાયિક હોય તોયે ભાષાભિવ્યક્તિ, સમસ્યાવિનોદ, અલંકારચાતુરી, પદ્યકૌશલ ને રચનારીતિની કોઈ ને કોઈ વિલક્ષણતા દ્વારા એને કાવ્યમયતાની કોટિએ પહોંચાડવાની સજ્જતા જૈન કવિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org