SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય પાસે કેટલી હતી તે દર્શાવવા આ બધી હકીકતો નોંધી છે. આ પરથી એમ સમજવા જેવું નથી કે જૈન કવિઓની ઉપાસના આ, કાવ્યમાં બાહ્યાંગ ગણાય એવાં તત્ત્વો પૂરતી મર્યાદિત હતી ને એમની રચનાઓના આંતરદ્રવ્યમાં કશી સાહિત્યિકતા કે કાવ્યોચિતતા જ નહોતી. જૈન કવિઓએ કથા, વર્ણન, ભાવનિરૂપણ વગેરેમાં પણ પોતાની શક્તિ બતાવી છે અને સાહિત્યિક ધોરણે પણ અવશ્યપણે લક્ષમાં લેવી પડે એવી કેટલીક કૃતિઓ આપી છે. જૈન કવિઓના સાહિત્યસર્જનનો એક મોટો ભાગ રાસાઓનો છે. એ રાસાઓ કથારસથી છલકાય છે. રાસાઓમાં જૈન કવિઓએ માત્ર જૈન ધર્મકથાઓ જ કહી નથી, બૃહત્કથા'ની પરંપરાની લૌકિક કથાઓનો પણ બહોળે હાથે ઉપયોગ કર્યો છે તેથી અનેક પ્રકારનાં વ્યવહારલક્ષી, કૌતુકભર્યા ને ચમત્કારિક વૃત્તાંતોને એમના રાસાઓમાં સ્થાન મળ્યું છે. રાસાઓમાં કોઈ વાત કે વિચારના દૃષ્ટાંત રૂપે અન્ય કથા સમાવી લેવાનું વલણ પણ કેટલાક કવિઓ બતાવતા હોય છે, તે જૈન ધર્મ સંચિત કર્મોમાં માનતો હોઈ નાયક-નાયિકાદિના પૂર્વભવ કે પૂર્વભવોનાં વૃત્તાંત પણ ગૂંથાતાં હોય છે. એથી રાસાઓ કથાબહુલતાનો આસ્વાદ આપે છે. દાન, શીલ, ત્યાગ, વૈરાગ્ય ઉપરાંત પ્રેમ, પરાક્રમ, ચતુરાઈ, ચમત્કાર વગેરેના અનેક રસપ્રદ કથાઘટકો જૈન રાસાઓમાં પડેલા છે. જેના તરફ પૂરતું લક્ષ ગયું નથી. મુનશીએ Gujarat and its Literatureના 'Popular Fiction' એ પ્રકરણમાં જે રસપ્રદ કથાવસ્તુઓ આપેલા છે તે બહુધા જેન કવિઓનાં છે અને છતાં હજુ ઘણું એની બહાર રહે છે. જૈન રાલેખકોમાં ઝડપથી વાત કહી જનારા છે, માંડીને વીગતપૂર્વક વાત કહેનારા છે, વાર્તાની સાથે બોધ વણતા જનારા છે તો વાતમાં વર્ણન અને મનોભાવનિરૂપણની તક ઝડપનારા પણ છે. વર્ણન બહુધા પરંપરાગત પ્રકારનાં હોય છે પણ પરંપરાને સરસ રીતે ઝીલી બતાવવી એ પણ સાહિત્યસૂઝ વિના બને નહીં. વર્ણનો પ્રાસાદિક શબ્દરચનાથી, એમાંની વીગતોની પસંદગીથી ને સમુચિત અલંકારોના પ્રયોજનથી રમણીય પણ બનતાં હોય છે. જિનપદસૂરિકૃત યૂલિભદ્ર ફાગુ'નું વષવર્ણન સાદું પણ નાદચિત્રોથી ઓપતું છે ને કોશાનું સૌન્દર્યવર્ણન પણ રૂઢ અલંકરણોવાળું છતાં સુરેખતાભર્યું, રવમાધુર્યયુક્ત ને પદવિન્યાસની પ્રૌઢિવાળું છે. બીજાં ફાગુકાવ્યોમાં વસંતવર્ણનની અને બારમાસાઓમાં ઋતુવર્ણનની લાક્ષણિક રેખાઓ ઝિલાયેલી છે. ફાગુકાવ્યોમાં રાજિમતીના અંગનૌન્દર્ય, આભૂષણ અને હાવભાવનાં કેટલાંક સરસ ચિત્રણો પણ મળે છે. નયસુંદરના ‘રૂપચંદકુંવર રાસમાં થયેલું શૃંગારનું અત્યંત પ્રગલ્મ આલેખન વિરક્ત. સાધુકવિઓએ વર્ણનરસ જમાવવા તરફ કેટલું લક્ષ આપ્યું છે તેનો એક નમૂનો છે. રાસાઓમાં, આ ઉપરાંત, નગર, રાજસભા, ઉત્સવો વગેરેનાં વર્ણનોને પણ અવકાશ મળ્યો છે. માણિક્યસુંદરસૂરિનું “પૃથ્વીચંદ્રચરિત’ તો અલંકારમંડિત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy