SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન U ૧૫ બોધક સાહિત્યમાં પણ રચના ચાતુર્યને અવકાશ હોય છે. ઋષભદાસ પોતાની કૃતિઓમાં દાંત અને જીભ વચ્ચે જેવા વિવિધ પ્રકારના સંવાદોનો આશ્રય લે છે અને વિનોદની તક પણ ઝડપે છે. આવી કેટલીક સ્વતંત્ર સંવાદરચનાઓ પણ મળે છે, જેમકે અભયસોમનો “કરસંવાદ', આસિગનો “કૃપણગૃહિણી સંવાદ', લાવણ્યસમયના “સૂર્યદીવાવાદ છંદ' “ગોરીસાંવલી ગીતવિવાદ વગેરે. કથયિતવ્યને રૂપકકથાના ઘાટમાં મૂકી આપવાનું પણ એક કૌશલ છે. જયશેખરસૂરિનો ‘ત્રિભુવનદીપક પ્રબંધ', જિનદાસનો વ્યાપારી રાસ' વગેરે આ પ્રકારની રચનાઓ છે. 'ત્રિભુવનદીપક પ્રબંધ'ના દીર્ઘ કથાબંધમાં જટિલ રૂપકશ્રેણીને યોગ્યતાથી નિભાવી બતાવવામાં એના કતનું વિદગ્ધતાભર્યું રચનાકૌશલ પ્રગટ થાય છે. મધ્યકાળનાં કેટલાંક વિશિષ્ટ કવિકૌશલો હતાં – સમસ્યાચાતુરી, અલંકારચાતુરી, પદ્યબંધચાતુરી વગેરે. આ કૌશલો બરાબર રીતે હસ્તગત કર્યા હોય એવા કેટલાબધા જૈન કવિઓ મળે છે ! આરંભકાળની એક જૈન કૃતિ – હીરાણંદની વિદ્યાવિલાસ પવાડમાં કેવી સાહજિક ચમત્કારભરેલી સમસ્યાચના જોવા મળે છે ! – સાર કિસિઉ જીવી તણઉ ? પ્રિયસંગમિ સિÉ થાઈ ? ફૂલ માંહિ સિલું મૂલગઉં? સ્ત્રી પરણિ કિહાં જાઈ? સાસરઇ જાઈ. છેલ્લા પ્રશ્નના જવાબમાં બધા પ્રશ્નના જવાબ સમાવિષ્ટ છે. જેમકે, પહેલા પ્રશ્નનો જવાબ છે “સાસ' (શ્વાસ), બીજા પ્રશ્નનો જવાબ છે “રઈ' (રતિ), ત્રીજા પ્રશ્નનો જવાબ છે “જાઈ' (જાતિ એ ફૂલ), છેલ્લા પ્રશ્નનો જવાબ છે “સાસરઇ જાઈ.” જયવંતસૂરિની “શૃંગારમંજરી'માં કૂટ સમસ્યાઓ છે, સમસ્યાનો ઉત્તર સમસ્યામાં હોય એવું બને છે ને કાવ્યમય – ભાવગર્ભ સમસ્યાઓ પણ છે. સમસ્યારચનાનો વ્યાપ કેટલો છે એનો ખ્યાલ એ પરથી આવશે કે ઋષભદાસ પોતાની કૃતિઓનાં રચનાસ્થળ, રચનાસમય વગેરે પણ સમસ્યાથી નિર્દેશે છે. કાંતિવિજયની “હીરાવેધ બત્રીસી' સળંગ ગ્લેષરચનાની એક લાક્ષણિક કૃતિ છે. એમાં છે તો રાવણને મંદોદરીએ આપેલો ઉપદેશ, પણ શબ્દરચના એવી છે કે એમાં એક કડીમાં ગામનાં નામો, બીજી કડીમાં રાશિનાં નામો. ત્રીજી કડીમાં ફળનાં નામો એમ બત્રીસે કડીમાં જુદાંજુદાં નામો વંચાય છે. જેમકે, રાજન ગર સમ એહ નારી, કાં આદરી આણો. આ પંક્તિનો પ્રસ્તુત અર્થ છે – હે રાજા, નારી તો વિષ (ગર) સમાન. એને તમે કેમ લઈ આવ્યા છો ?' પણ એમાં રાજનગર, નારિ (=નાર), આદરિઆણું એ ગામનામો વાંચી શકાય છે. આવી રચનામાં થોડી કિલષ્ટતા તો વહોરી લીધા વિના ચાલે નહીં. પણ દરેક કડીમાં જુદા જુદા પ્રકારનાં દશપંદર નામો ગૂંથતાં જવાં એ નામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy