SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ લાવણ્યસમય / ૧૦૫ નિરૂપણ નેમિનાથના લગ્નપ્રસંગનું છે. દુહા, રોળા, હરિગીત, આર્યા, ચરણાકુળ, પદ્ધડી જેવા, મુખ્યત્વે માત્રામેળ છંદોમાં આ કૃતિ રચાઈ છે. કૃતિનું આકર્ષક તત્ત્વ કવિનું ભાષાપ્રભુત્વ છે. કૃષ્ણના અંતઃપુરની રાણીઓનું નેમિનાથ સાથેનું વસંતખેલન અને એમનાં હસીમજાક, રાજિમતીનું દેહસૌંદર્ય જેવાં નિરૂપણો નોંધપાત્ર બન્યાં છે. ઉપમા, ઉપ્રેક્ષા. વ્યતિરેક જેવા અથલિંકારો, કહેવતો, પ્રાસાનુપ્રાસ, આંતરયમક, રવાનુકારી શબ્દોથી ઊભું થતું નાદસંગીત ઇત્યાદિ ભાષાકીય પ્રયુક્તિઓથી કેટલાંક વર્ણનો ચિત્રાત્મક અને લયાન્વિત બન્યાં છે. રાજુલના સૌંદર્યને વર્ણવતાં ‘જીતા સીહલા કટિને લંકે', ‘જીતાં છતાં નયણે હરિણ', ‘વેણઈ વાસગ જિર જવ’ ‘છતાં રાતાં કમલ કરિ' જેવી પંક્તિઓ દ્વારા કવિએ વ્યતિરેકોની આખી શ્રેણી ઊભી કરી છે. નેમકુમાર લગ્નમંડપેથી પાછા ફરી જતાં રાજુલના જીવનમાં વ્યાપી વળતી. શૂન્યતાને કવિ આ રીતે ચિત્રબદ્ધ કરે છે ? 1 ખિણિ ખાઈ ખિણિ વાટાં લોટઈ ખિણિ ઉંબરિ, ખિણિ ઊભી ઓટઈ, ખિણિ ભીતરિ, ખિણિ વલી આંગણઈ એ પ્રીય વિણ સૂની વલી ગણઈ એ. લગ્નવિધિ. સન્માનની પ્રણાલી, ભોજનની વાનગીઓ લગ્નોત્તર જીવનમાં મનુષ્યને ભોગવવાં પડતાં દુખો, પાપી જીવોને ભોગવવા પડતા વિધવિધ દંડ જેવાં વીગતપ્રચુર વર્ણનોમાં તત્કાલીન સમાજજીવનને કવિએ પ્રતિબંબિત કર્યું છે. ઉદાહરણ તરીકે કવિ નેમિનાથને મુખે લગ્નોત્તર વિપત્તિઓને વર્ણવે છે ત્યારે એમાં કાયર પુરુષ, માથાભારે પત્ની, સ્ત્રીની આભૂષણો માટેની માગણી, તેલ, મીઠું, મરચું, બળતણ વગેરે માટેનો સ્ત્રીનો રોજિંદો કકળાટ વગેરે વીગતોમાં વિનોદની હળવી લકીર સમેતની સમાજનિરીક્ષણની બારીકાઈ જોઈ શકાશે. ‘વચ્છરાજ દેવરાજ રા/ચોપાઈ એ લાવણ્યસમયની છ ખંડમાં વિભક્ત અને ૪૫૫ કડીઓમાં વિસ્તરેલી રચના છે. આ કૃતિમાં સિંધુ દેશની ચંદ્રાવતી નગરીના રાજકુમાર વચ્છરાજનાં પરાક્રમોની કથા આલેખાઈ છે. પિતાના મૃત્યુ પછી મોટો પુત્ર દેવરાજ ગાદીએ બેસે છે ને નાના ભાઈ વચ્છરાજને મારી નાખવાનું કાવતરું કરતાં વચ્છરાજ માતા અને બહેનને લઈ નાસી છૂટે છે. ઉજ્જયિનીમાં સોમદત્ત વણિકને ત્યાં રહી, અદ્ભુત પરાક્રમો કરી શ્રીદત્તા, રત્નાવતી અને કનકવતી એ ત્રણ રાજકુંવરીઓને પરણી, યુદ્ધમાં દેવરાજને હરાવી સિંધુ દેશનું રાજ્ય મેળવે છે. કથામાં શૃંગાર અને વીર વિશેષ પ્રભાવક બન્યા છે. પૂર્વજન્મમાં કરેલી જીવદયાને લઈને આ જન્મમાં વચ્છરાજને અંતે સુખ પ્રાપ્ત થયું એવો બોધ આ કૃતિમાં છે. 1 ખિમઋષિ (બોહા), બલિભદ્ર, યશોભદ્રાદિ રાસ' (૨.ઈ. ૧૫૩૩) એ કવિની ૩ ખંડ ને પ૧૨ કડીમાં દુધ અને ચોપાઇ છંદમાં રચાયેલી કૃતિ છે, અને અનુક્રમે પ્રત્યેક ખંડમાં ખિમઋષિ, બલિભદ્ર અને આ બંનેના ગુરુ યશોભદ્રના ચરિત્રનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy