SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ ૧૩૧ કોશાના વર્ણનમાં ‘બખત કુસુમ હસિત” (હસ્ય તે જાણે કુસુમવર્ષા) અને ‘નર્તિત નિતંબબિંબા' જેવી સૌન્દર્યછટાઓ જે અભિવ્યક્તિછટાથી આવિષ્કાર પામી છે તે આસ્વાદ્ય બને છે. (ગીતસંગ્રહની હસ્તપ્રત, ગીતક્રમાંક ૩૪) વર્ણનમાં જયવંતસૂરિ કેટલી ઝીણવટ સુધી જઈ શકે છે તે નીચેનું ઉદાહરણ બતાવે છે ઉન્નત પીન પયોધર જોરા, ઉન્નત શ્યામ સુસૂચક ગોરા, ત્રિણ્ય અંગુલ થણ અંતર સારા, કરકુંભ ચલવા ઉપમ બિચ્ચારા. ૪૦ (સ્થૂલિભદ્ર ચંદ્રાયણિ) સ્તનની પુષ્ટના બતાવવા એમની વચ્ચેના ત્રણ આંગળના માત્ર ત્રણ આંગળના જ – અંતરની નોંધ બીજો કયો કવિ કરે ? - નારીસૌન્દર્યનું વર્ણન સીધું નહીં, પણ કંઈક પરોક્ષ રીતે અનોખી ભંગિમાથી થયું હોય તેવું ઉદાહરણ મળે છે. નેમિનાથને અન્ય કોઈ ગોરીએ વશ કર્યા છે એવું કલ્પી રાજિમતી એ ગોરીની મોહકતાને પ્રશ્નછટાથી ઉઠાવ આપે છે ઃ નયણે પાડ્યુ પાસિ, પત્તુતા ? કઇ મુખ-મટકઇ મોહિઉ ? કઇ વાંકડી ભમુહઇ રે ભમાડિઉ ? કઇ સિંગારઇ સોહિઉ ? કઈ કલકંઠી કોમલ કંઠિઇ કાંઇ કામણ કીધું ? દેસવિદેસ દેખાડી, વાલિંભ ! તુઝ મન લૂંટી લીધું ? ૧૫ કડી સુધી (બારમાસ,૧૦૩-૧૧૭) વિસ્તરતા આવા પ્રશ્નો પછી રાજિમતી છેવટનો પ્રશ્ન કરે છે - એ એકઇ ગુણ તિહાં નહી હો, રૂપ ન, મધુર ન બોલ, તુ તુઝ મન કિમ માનીઉં હો, જસુ મુખિ નહીં તંબોલ ? આ છેવટના નકારાત્મક પ્રશ્નમાં પણ રસીલી નારીની એક લાક્ષણિક રેખા મુખમાં તંબોલ દોરાઈ ગઈ છે તે જોયું ? જયવંતસૂરિનું સૌન્દર્યદર્શન કેટલું પરિપૂર્ણ છે એ આ બતાવે છે. ક્યારેક અનલંકૃત વર્ણન પણ, એમાંની અ-સામાન્ય વીગતોને કારણે સાક્ષાત્કારક અને પ્રભાવક બને છે. સુલસા યોગિનીનું આ વર્ણન જુઓ આવી સભાઇ યોગિની, પાપિણી અદ્ભુત વેસ, તાડ ત્રીજઉ ભાગ ઊંચી, સિરિ જટાજૂટ કેશ. ૧૫.૧ આંખિ રાતી, ચિપુટ નાશા, લલાટ અંગુલ ચ્યાર, કાશ્મીરમુદ્રા શ્રવણ લહક, ખલકુંતિ મેખલા-ભા૨. ૧૫.૨ કંઠિ માલા શંખ કેરી, ભસ્મધૂસર વાંન, લલાટ ચંદન-આહિ, નખે તે આંગુલ માંન. ૧૫.૩ મૃગચર્મ કેરી કરીય કંથા, ઉઢણઇ ચિત્રિત ચર્મ, મોરપિચ્છનુ ગ્રહ્યુ આતપ, હથઈ દંડ સુધર્મ. ૧૫.૪ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy