SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય વાણહી ચિમિચિમિ કરતી ચરણે. શિષ્યણી પરિવાર, ધ્યાનનઈ વસઈ ઘૂમતી, કયેઉ ભગિનઉ આહાર. ૧૫.૫ (ષિદત્તા રાસ) ઋષિદરા રાસ'નાં ઘણાં વર્ણનો નિરલંકાર છે. સરોવરનું (૪.૧–૫), જિનમંદિરનું (૪.૪૧–૪૭) તથા કનકરથ ઋષિદત્તાને પરણીને આવ્યો ત્યારે નગરમાં થયેલા ઉત્સવનું વર્ણન આ જાતનું છે. આ કૃતિમાં કવિએ રંગભભકની નહીં પણ આછા રંગની શોભા રચી છે, અલંકારોક્તિનો નહીં પણ સ્વભાવોક્તિનો વધુ આશ્રય લીધો છે. માત્ર અંગસૌન્દર્યને નહીં, સમગ્ર વ્યક્તિત્વને આવરી લે એવાં વર્ણનો પણ જયવંતસૂરિની કલમે મળે છે. સરસ્વતીના વર્ણનમાં “ચંદ્રકિરણ પરિ ઝલહલઈ, કાય કિંતિ અપાર' જેવી આલંકારિક સૌન્દરખાઓ જ કવિ દોરતા નથી. પુસ્તક શુભ ભુજ રિ’ જેવી સ્વાભાવિક વાસ્તવિક વિગત આપે છે ને એના મનોમય રૂપને, વ્યક્તિત્વપ્રભાવને પણ આલેખે છે : વર્ણમાત્ર વ્યાપી રહી રે, એક અનેક સ્વભાવિ. પ્રાણીમાત્ર મુખપંકજઈ રે, મોટુ તુજ અનુભાવ. શબ્દ અર્થસુસંગતા સામાન્ય વિશેષ આધાર, જિનવાણી ભાવ ભાવતી રે, દ્રવ્યાર્થિક સાકરિ. (ગીતસંગ્રહ-૧, સરસ્વતી ગીત) જયવંતસૂરિની આ વર્ણનરીતિ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આગવી ભાત પાડે એવી છે એમાં શંકા નથી. અલંકારકવિ કહેવા પડે એવી અલંકારસજ્જતા જયવંતસૂરિની અલંકારરચનાઓ ઔચિત્ય, અનુરૂપતા, સૌન્દર્ય-સામર્થ્યસૂઝ, નૂતનતા, ચમત્કૃતિ, સંકુલતા અને સરલતા, વિદગ્ધતા અને તળપદાપણું, બહુલતા આદિ ગુણોએ ઓપતી છે. બહુલતા તો એવી કે જયવંતસૂરિને અલંકારકવિ કહેવાનું આપણે મન થાય. “શૃંગારમંજરી'માં પાતાલસુંદરીના વર્ણનમાં અલંકારોની છોળો ઊડે છે. વિવિધ ઉપમાનોના આશ્રયથી વેણી(કેશપાશ)નું વર્ણન ચાર કડી સુધી, નયનનું દશ કડી સુધી અને સ્તનનું વીસ કડી સુધી વિસ્તરે છે ! નયન, સ્તન વગેરેની વાત બીજા અંગની વાત સાથે ગૂંથાઈને આવી હોય તે તો જુદી. પચાસ જેટલી કડી સુધી વિસ્તરતા આ વર્ણન માટે પણ કવિ તો એમ કહે છે કે “વર્ણન કહું સંખેવિ.” (કડી ૧૫૦૧થી ૧૫૫૦) કવિની વાત એ રીતે સાચી કહેવાય કે ઘણાં અંગો – ઉદર, કટિ, જંઘા, ચરણ વગેરે – ને તો એમને આ વર્ણનમાંથી છોડી દેવાં પડ્યાં છે. - કવિના ઉપમાન-આયોજનમાં કેવાં વૈવિધ્ય, વિદગ્ધતા, ચમત્કૃતિ, નૂતનતા અને સંકુલ રચનારીતિ હોય છે તે કેટલાંક ઉદાહરણોથી જોઈએ. પહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy