SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ [ ૧૩૩ પાતાલ સુંદરીની વેણી (ચોટલા)નું વર્ણન : ત્રિભુવન જીતું રૂપગુણિ, તેહ ભણી મયણેણ, ખાંડ ઉઘાડવું દીઉં, ગોરી વેણિછલેણ. ૧૫૦૦ ગોરી ચંદનછોડ જિમ, વેધવિધૂંધા નાગ, વેણીછલિ સેવી કરછ, ઝલકઈ સિરિ મણિ-ચાક. ૧૫૦૩ ચમરભાર ગોરી ધરઇ, ગરવિં ચિહુરમિસે, ત્રિભુવન રૂષિ હરાવીઉં, પ્રાણ ન ચલ્લાં કેણ. ૧૫૦૪ ગોરી ગોર-થોર-ણિ, સોહઈ વેણીદંડ, અમીયકુંભ દોઈ રાખવા, જાણે સર્પ પ્રચંડ. ૧૫૦પ ગોરીની વેણીને ઉઘાડી તલવાર નાગ અને ચમરભાર સાથે અહીં સરખાવવામાં આવેલ છે. નાગનું ઉપમાન બે વાર વપરાયું છે પણ બન્ને પ્રયોગો ભિન્ન છે. એકમાં ચંદનછોડને વળગેલા નાગની કલ્પના છે, બીજામાં અમીકુંભને રક્ષવા રહેલા સર્પની કલ્પના છે. આ બન્ને ઉદાહરણોમાં પરસ્પરાશ્રિત એકથી વધુ અલંકારોની સંકુલ યોજના છે એ પણ જોઈ શકાશે. પહેલા ઉદાહરણમાં ગોરીને ચંદનછોડ તરીકે ને સેંથા પરના ચાકને નાગના મણિ તરીકે કલ્પવામાં આવેલ છે, બીજામાં ગૌર પુષ્ટ સ્તનને અમીકુંભ તરીકે કલ્પવામાં આવ્યા છે. ગોરીને ચંપાના છોડ સાથે સરખાવવાનું વારંવાર થતું હોય છે, પણ ચંદનછોડ સાથે સરખાવવાનું ઓછું પડે છે તેથી એમાં તાજગીનો અનુભવ થાય છે. પહેલા ઉદાહરણમાં સંકરાલંકારની યોજના છે એમ પણ કહેવાય કેમકે “ગોરી ચંપકછોડ જિમ' એ ઉપમા છે, “મણિ-ચાક’ એ રૂપક છે, તો “વેણીછલિ નાગ’ એ ઉલ્ટેક્ષા કે રૂપક છે. અન્ય અલંકારરચનાઓ પણ જુઓ : પસરી તુહ્મ ગુણમંડપઈ રે મનોહર અહ્મ ગુણવેલિ, નેહજલિં નિતુ સીંચયો રે જિમ હુઈ રંગરેલિ. (સીમંધરસ્વામી લેખ) આ સંતત રૂપકની રચના છે – ગુણરૂપી મંડપ, ગુણ (ના અનુરાગ)રૂપી વેલી અને સ્નેહરૂપી જલ. ગુણ-ગુણાનુરાગ માટે મંડપ-વેલિની કલ્પનામાં પ્રાકૃતિક જગતની મધુરતાનો અનુભવ થાય છે. શ્રાવણ સંજોગી માસ કિ ભુઈ હરીયાલીઆ રે, ચોલીચરણા નીલ કિ પહિરઈ હું બાલીયા રે. ૪ પાવસ પ્રથમ સંયોગિ કિ રોમચી અંકુરઇ રે, પાલવ-નખ નિરખંતિ રે મયણા મદ કરઈ રે. ૫ નેમિનાથરાજિમતી બારમાસ) વર્ષમાં ધરતીએ લીલાં વસ્ત્ર પહેર્યાની કલ્પના તો પરંપરાગત ને ઘણી વપરાયેલી છે, પરંતુ કવિએ અહીં તો એક સાંગ રૂપકની રચના કરી. હરિયાળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy