________________
૧૩૪ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
ધરતી તે લીલાં ચોળી-ચણિયાં પહેરેલી બાળા, અંકુર તે એના રોમાંચ, પલ્લવ તે નખ. પ્રાવૃષના પ્રથમ સંયોગે નીપજેલાં રોમાંચ અને નખ નીરખતી મદના એ રસિક કલ્પનાઓથી કવિએ પરંપરાગત વર્ણનને શગ ચડાવી છે.
તાપવ્યું સીસું તિમ ઉસીસું. (બારમાસ, ૪૫) આમાં ચમત્કારપૂર્ણ સંકર અલંકારની યોજના છે. વિરહિણીની મનોદશાને વર્ણવતાં ઓશીકાને તપાવેલા સીસા સાથે સરખાવ્યું છે તે ઉપમા અને “સીસું – ઉસીસું' એ શબ્દયોજનામાં યમક. એક અર્થાલંકાર અને એક શબ્દાલંકાર.
વંકિમ ચિત્ત સુવન્નમય, સુકવિવયણ સુરમ્મ, પથ ચમકઇ ચિતડું હરઈ, ગોરી-નેલર જિમ્મ.
(શૃંગારમંજરી,૨૧) આમાં પણ સુકવિવચનની ગૌરીનાં નુપૂર સાથે સરખામણી એ ઉપમા અને વંકિમ' (સુકવિવચન પરત્વે ‘વકતાપૂર્ણ, નુપૂર પરત્વે ‘વાંકા ઘાટનાં') તથા સુવન્નમય' (સુકવિવચન પરત્વે “સુંદર વણ – અક્ષરોવાળાં', નુપૂર પરત્વે ‘સોનાનાં) એ શબ્દપ્રયોગોમાં શ્લેષ એમ અથલિંકાર અને શબ્દાલંકાર છે. પણ એ સંકર નહીં, સંસૃષ્ટિ છે કેમકે બન્ને અલંકાર એકબીજા પર આધારિત છે, એકબીજામાં ઓતપ્રોત છે.
ગોરી નયણાં જીહ પડઈ, ધોલિ ધોલિ વિષમ કડખું, તીહ તીહ ધાવઈ મણયભડ, શર સંધેવિય તિખૂ. ૧૫૧૧
(શૃંગારમંજરી) અભિપ્રેત તો છે ગોરીનાં નયન મદનના શર છે એવી ઉપમા, પણ અભિવ્યક્તિની રીત નિરાળી છે. ગોરીના નયનપાત અને મદનના શરપાતની ઘટનાઓને સાંકળી છે અને એ રીતે અલંકારરચનામાં વૃત્તાંતવર્ણના દાખલ કરી છે. આ રીતિમાં ઉપમા વ્યંજિત રહે છે.
બાલા નયણાં જિહ ફુલઈ, જીવિય તાસ હરેય, તિણિ પાપિ વિહિ નયણનઈ, કોલૂ કલ દેય. ૧૫૧૬
(શૃંગારમંજરી) બાલાનાં નયનો જ્યાં પ્રફુલ્લે છે, તેનું જીવન એ હરે છે' – વિરોધ-અલંકારની આ રચનામાં વક્ર વાણીનું સૌન્દર્ય છે અને “એ પાપને કારણે વિધિએ આંખને કાળું કાજળ લગાવ્યું છે' એ ઉàક્ષાની ચમત્કૃતિથી વાતને વળ ચડાવ્યો છે.
ચંદુ બીહતું. રાહથી, ગોરી-મૂહિ કીઉ વાસ, પ્રીતિવિશેષ હરિણલુ, રાખિ નયણાં પાસિ. ૧૫૨૨
(શૃંગારમંજરી) અહીં પણ વૃત્તાન્તકથનની રીતિથી અલંકારરચના કરી છે અને “ગોરીનું મુખ ચંદ્ર સમાન છે અને નયનો તે ચંદ્રમાંનું હરણ છે' એ ઉપમા વ્યંજિત રૂપે રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org