________________
પંડિત, રસજ્ઞ, સર્જક કવિ જયવંતસૂરિ ૧૩૫
રાહુથી બીતા ચંદ્રની ઉàક્ષા આ ઉપમા-રચનામાં ઉપકારક બની છે.
સવિ અક્ષર હીરે જડડ્યા, લેખ અમૂલિક એહ રે, વેધકમુખિ તંબોલડુ મનરીઝવણું એહ રે.
(સીમંધર લેખ, ૩૬) * હીરા જેવા ચમકદાર-ઘાટદાર અક્ષરે લખાયેલો લેખ – પત્ર પ્રિયતમના મનને રીઝવનાર છે – રસિક નરને મુખે તાંબૂલ રસરંગ પૂરનાર હોય છે તેમ. વેધકમુખિ તંબોલડુ આ કલ્પના કવિની કેવી મસ્ત રસદૃષ્ટિનો પ્રસન્નકર અનુભવ આપણને કરાવે છે !
કેટલીક નજાકતભરી, મુલાયમ કલ્પનાઓ વ્યક્ત કરતી અલંકારરચનાઓ પણ જયવંતસૂરિ પાસેથી મળે છે. સ્થૂલિભદ્રના આગમને હર્ષરોમાંચિત થતી કોશાનું વર્ણન કવિએ એમ કહીને કર્યું છે કે કુંપલ મેહલી રે દેહ' (ગીતસંગ્રહ–૩૩). યૌવનને મઘમઘતી મંજરી રૂપે કવિ કહ્યું છે (સ્થૂલિભદ્રકોશા પ્રેમવિલાસ ફાગ, ૩૦) અને ઋષિદત્તાને જાતિકુસમ પરિ... સુકુમાલ શરીરા' તરીકે વર્ણવે છે (૨૨.૧૮). સ્ત્રી શરીરની સુકુમારતા (અને સુરભિતા) દર્શાવવા જાઈના ફૂલની કલ્પના અર્થપૂર્ણ ને અનોખી છે.
અલંકાર જ નહીં, અલંકારાવલિ – સાદૃશ્યોની હારમાળા પણ આ કવિ યોજે છેઃ
કેસરી સમરિ, ભુજંગમખલન, સાયર બાંહિ તરીજઇ,
જાણે મંદર મસ્તકિ તોલિઉં, જઉ સુધ પ્રીતિ પલીજઈ. ૯૦ (શુદ્ધ પ્રીતિ નિભાવવી એ સિંહ સાથે યુદ્ધ કરવું, નાગ સાથે ખેલવું, બાહુ વડે સાગર તરવો. મસ્તકે મંદર પર્વત ઉપાડવો એના જેવું છે.)
વઈરાગ નટની અથિર જેહવઉ, પ્રીતિ દુર્જન કેરડી, ઘરવાસ ચંચલ કામિનીનઉ, નીર માંહિ લીહડી, આકઈધણ, ધાડિ સઈની, વાડિ જવાસા તણી,
અસાર એ સંસાર તિણિ પરિ, મૂઢ મનિ માયા ઘણી. ૩૮.૨ સંસારસુખની ચંચલતા – ક્ષણિકતા દર્શાવવા યોજાયેલી દૃષ્ટાંતમાલામાં નટનો વૈરાગ, અને સંસારની અસારતા દર્શાવવા યોજાયેલી દૃષ્ટાતમાલામાં સઈની ધાડ (દરજીઓએ પોતાનાં ઓજારો સાથે કરેલું આક્રમણ કેવું પોલું હતું તેની એક બોધકથા છે) – એ બે કેવાં લોકવ્યવહારગત પણ માર્મિક દૃષ્ટાંતો છે !
પાણી માહિં પંપોટડુ, ત્રણા ઉપરિ ત્રહ, ચંચલ મયગલકાન જિમ, તેહવો સયલ સનેહો રે.
(નૈમિજિન સ્તવન, ૩૨) સ્નેહની ચંચળતા દર્શાવવા અહીં ત્રણ ઉપમાનો એકસાથે યોજ્યાં છે – પાણીમાંનો પરપોટો, તરણા ઉપરની ધૂળ, હાથીનો કાન. હાથીનો કાન એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org