________________
મલયચંદ્રકૃત ‘સિંઘલશી ચરિત્ર' D ૨૭૧
ધનવતી પાટિયાને આધારે કિનારે પહોંચી પતિની રાહ જોતી મૌનવ્રત ધારણ કરી બેસે છે. સિંહલ બીજી નગરીમાં પહોંચી, સર્પદંશમાંથી એક કન્યાને બચાવી તેને પરણે છે, બીજી પરણેતરને લઈ પાછો વહાણે ચઢે છે અને તેની સુંદર પત્ની તથા ધનની લાલચે એને દરિયામાં ધકેલી દેવામાં આવે છે. સુંદર પરસ્ત્રી પ્રાપ્ત કરવા પતિને આમ દરિયામાં ધકેલી દેવાનું કથાઘટક પણ જૈન મુનિઓને પ્રિય જણાય છે. ઉત્તમકુમાર, મત્સ્યોદર જેવી કથાઓમાં પણ આ ઘટકનો વિનિયોગ થયો છે.
દરિયામાં ફેંકાયેલો સિંઘલ માછલીની પીઠ પર સફર કરી કિનારે પહોંચે છે. પહેલી સફરમાં સીંદબાદનો અનુભવ પણ કંઈક આવો જ છે. એ અને એના સાથીદારો જે જગ્યાએ ટાપુ જાણી ઊતરે છે, રાંધે છે એ ખરેખર તો માછલીની પીઠ છે. સિંઘલ નગરમાં પહોંચી ત્રીજી કન્યા પરણે છે અને “અરેબિયન નાઇટ્રસ'ની ઊડતી સાદડી યાદ કરાય એવી ઊડતી ખાટલી તથા ખંખેરતાં ‘સાતહ સઈ દીનાર આપે એવી કંથા, દંડ એવું બધું પ્રાપ્ત થાય છે.
આ બાજુ બીજી પત્ની પણ પહેલી મૌનમાં બેઠી છે ત્યાં જઈ મૌનવ્રત ધારણ કરી રાહ જોતી બેસે છે. તો સિંહલ ઊડણ ખાટલીની મદદથી એ જ નગરમાં પહોંચી ફરી મુશ્કેલીમાં સપડાય છે. પત્નીને માટે પાણી લેવા જતાં કૂવામાંથી એક વિપધર એને બહાર નીકળવામાં મદદ કરવા વિનંતી કરે છે. નળરાજાને જેમ સર્પદંશથી બાહુક બનાવી દેવામાં આવ્યા હતા એમ જ આ વિષધર પાણી બહાર નીકળી સિંહલને દંશ દઈ વિરૂપ બનાવી નાખે છે. મુશ્કેલી દૂર થશે ત્યારે મૂળ સ્વરૂપ મળી જશે એવું વચન આપે છે. અંતમાં એનો ત્રણે પત્ની સાથે મેળાપ થાય છે, મૂળ રૂપ પાછું મળે છે. રાજપાટ મેળવી, ભોગવી, પૂર્વભવનું સ્મરણ થયા પછી એ દીક્ષા લે છે.
બદલી ઊડે, કંથા ખંખેરતાં દીનાર મળે, દૈવી મદદ મળે આવાં અદ્ભુત અને ચમત્કારનાં તત્ત્વો પછીના રાસામાં વધતાં જાય છે. એ રીતે જોતાં મલયચંદ્રની રચના એક મહત્ત્વના સાંધારૂપ બની જાય છે. હજી આ પ્રકારનાં આલેખનો ઓછાં છે. પણ તેનો પ્રારંભ થઈ ગયો છે. પૂર્વેની રચનાઓમાં વ્રત અને તપથી સિદ્ધિ મળવાની વાત થતી. આમ ધર્મપ્રચાર માટે પણ શ્રદ્ધાને બદલે ચમત્કાર દ્વારા અહોભાવ પ્રેરતા ઘટકોથી લોકોને પ્રભાવિત કરવાના પ્રયાસ થતા જણાય છે. આ ફેરફાર કેવળ નવું કંઈક કરવાની ગણતરીએ થયો હશે કે કેવળ કથારસ ખાતર ? કે પછી જૈન ધર્મનો પ્રભાવ દૃઢ બનાવવાના પ્રયાસ આવશ્યક લાગતાં આવું કંઈક નવું તત્ત્વ લાવવામાં આવ્યું હશે એ વિચારવાનું રહે છે. જૈન કવિઓની રચનાઓ ઉદ્દેશપૂર્ણ હતી. એમાં ભાષાકર્મ કે સાહિત્યસર્જનના કૌશલ્યને બહુ અવકાશ ન હતો. લોકોના ચિત્તને પકડી રાખવા, આ બે તત્ત્વના અભાવને પૂરવા માટે ચમત્કાર, આડકથા, લોકકથાનો આશ્રય લેવાનો પ્રારંભ થયો હોય એ પણ એક શક્યતા છે.
જૈન રચનાકારો વિદ્વાન હતા, સંસ્કૃત ભાષાના, અલંકાર અને છંદશાસ્ત્રના સંસ્કૃત સાહિત્યના જાણકાર હતા. પણ સર્વસામાન્ય શ્રોતાગણની સજ્જતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org