SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ધનસંપત્તિ હોવાની સામે એ કામમાં આવે તેમાં સાર્થકતા વગેરે મુદ્દાઓ એક પછી એક મુકાયે જાય છે. આ દલીલબાજીમાં અનેક પૌરાણિક-લૌકિક સંદર્ભો ખપમાં લેવાયા છે. દાખલા તરીકે, ચંદ્ર સાગરમાંથી જન્મ્યો છે એ પૌરાણિક કથાનો લાભ લઈ સાગરને પોતાના પુત્રનો મહિમા ગાતો બતાવ્યો છે તો સામે વહાણને ચંદ્ર તો સાગરના પાપથી નાસીને અંબરવાસી બન્યો છે એવો રોકડો જવાબ પરખાવતો દર્શાવ્યું છે. નાનાપણાનો મહિમા ગાતાં મોટો એરંડો ને નાની ચિત્રાવેલી, મોટું આકાશ અને નાનો ચંદ્ર વગેરેનાં દૃષ્ટાંતો આપ્યાં છે. ‘સમુદ્રવહાણ સંવાદ'માં આવા સંદર્ભો જાણે ધોધની પેઠે ઠલવાતા દેખાય છે અને યશોવિજયનું આપણને પ્રભાવિત કરે એવું પુરાણપરંપરા ને લોકવ્યવ્યહારનું જ્ઞાન પ્રગટ થાય છે. ‘શ્રીપાલ રાસ’માં પતિ મૃગયાને ક્ષત્રિયધર્મ ગણાવે છે ત્યારે પત્ની એની સામે જે રજૂઆત કરે છે તે યશોવિજયજીની વિચારપટુતાનું એક સુંદર ઉદાહરણ છે. પત્ની કહે છે કે ઃ ૧. મોમાં તરણું રાખનાર શત્રુને પણ જીવતો મૂકવો એ ક્ષત્રિયાચાર છે, તો આ તો તરણાંનો જ આહાર કરવાવાળા પશુઓ છે. ૨. નાસે એની સાથે ક્ષત્રિય લડાઈ ન કરે, અશસ્ત્ર સાથે પણ ન કરે તેવો ક્ષત્રિયાચાર છે, તો આ સસલાં તો અશસ્ત્ર છે અને નાસે પણ છે. ક્ષત્રિયધર્મની સામે ક્ષત્રિયધર્મને જ મૂકીને મૃગયામાંથી વારવાનો કેવો યુક્તિપૂર્ણ ઉપાય અહીં અજમાવવામાં આવ્યો છે ! યશોવિજયજીની અલંકા૨૨ચનાઓમાં પણ એમનાં વિદગ્ધતા અને બુદ્ધિચાતુર્યનું પ્રવર્તન જોવા મળે છે, જેમકે “જંબૂસ્વામી રાસ’માં - અધર સુધા, મુખ ચંદ્રમા, વાણી સાકર, બાહુ મૃણાલી રે, તે પેઠી મુજ ચિત્તમાં, તેણે કાયા કહો કિમ બાલી રે. આમાં વિરોધાભાસની રચનામાં બુદ્ધિચાતુર્ય રહેલું છે. બ્રહ્મા આ સૃષ્ટિનું સર્જન ક૨ના૨ છે અને સુંદર સ્ત્રીનું સર્જન કરીને બ્રહ્માએ હાથ ધોઈ નાખ્યા એમ કવિઓ વર્ણન કરતા હોય છે. પણ બીજી બાજુથી બ્રહ્માને ‘શ્રુતિજડ’ પણ કહેવામાં આવ્યા છે. એનો લાભ લઈ યશોવિજય એક જુદો જ તર્ક લડાવે છે. ‘શ્રીપાળ રાસ'માં તિલકસુંદરીનું વર્ણન કરતાં તે કહે છે કે તે તો સૃષ્ટિ છે ચતુર મદન તણી, અંગે જીત્યા સવિ ઉપમાન રે, શ્રુતિજડ જે બ્રહ્મા તેહની રચના છે સકળ સમાન રે. શ્રુતિજડ બ્રહ્માની રચના તો સઘળી સરખી જ છે. ત્યારે તિલકસુંદરી તો અનન્ય છે. એનું સર્જન બ્રહ્માથી કેવી રીતે થાય ? એ તો ચતુર મદનનું જ સર્જન. શ્રીપાલના દાનેશ્વરીપણાની વાત કરતાં યશોવિજય કર્ણ કરતાં એનું ચડિયાતાપણું કેવી વક્રતાથી વ્યંજનાત્મકતાથી સૂચવે છે ! ‘કર્ણ વગેરે લોકોના મનરૂપી ગુપ્તગૃહમાં હતા તેમને છોડાવ્યા’. મતલબ કે કર્ણ વગેરે હવે લોકોના મનમાં ન રહ્યા, શ્રીપાળના દાનેશ્વરીપણાએ એમને ભુલાવી દીધા. ww તત્ત્વવિચારક યશોવિજયનો પ્રવેશ અલંકા૨૨ચનામાં એ રીતે પણ થાય છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy