SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી સોમસુંદરરચિત “ઉપદેશમાલા બાલાવબોધ' D ૨૫૯ પડી મરિવઉં? આચાર્ય સોમસુંદરસૂરિના ગદ્યના ધ્યાન ખેંચતા ત્રણ ગુણો તે તેમની વર્ણનશૈલી, ભાષાસામર્થ્ય અને અલંકારરચના તેમની કથાઓમાં વસ્તુ તથા પાત્રની સારી એવી માવજત કરેલી હોય છે. કલ્પના તથા ભાવાલેખનમાં તેઓ ઊંચા પ્રકારની સર્જકશક્તિ ધરાવે છે. કથન કલાત્મક, પાત્રો નિત્યપરિચિત માનવી જેવાં, જીવન અને સમાજનું દર્શન ઊંડું, વિશદ અને તલસ્પર્શી, વાર્તામાં રસની જમાવટ કરી દે. ભાષા અને અલંકારભભકથી વિદ્ધદૂભોગ્ય સાહિત્યસર્જન કરી વાચકને આંજી દે. એક ઉદાહરણ જોઈએ. તે છે, સર્પદંશથી મૃત્યુ—ખ પુત્ર પાસે બેસી વિલાપતી દરિદ્રી ડોસીનું અને કથાના અંતમાં આવતા ચમત્કાર-પ્રસંગનું. ડોકરી પણ સ એકલિયે જિ શોકશક સંકલિત ચિત્ત હૂંતી તિહાં રહી. પુત્ર તણઈ કર્ણમૂલિ હોઈ કરી જિમ દિગંગના રહઈ પણ રુદનુ આવઈ તિમ કરુણસ્વરિ “હા પુત્ર, હંસ, હંસ !' ઇસી પરિ અદ્ધાંત સ્વાંત બોલાવતી હૂંતી કિણિહિં એકિ મહાસંતાપ સંતાપિતાંગ હૂતી સકલ રાત્રિ અતિકમાવઈ. “સુપ્ત વત્સ, હંસ, હંસ, ઊઠિ. ઇસી પરિ પુત્ર આગઈ ભણતી તેહ ડોકરિ રહઇ. જિમ એક ગમતું પૂર્વદિસિ-મુખ-શોભાવતંસુ હંસુ સહસકરુ ઊગિઉ, તિમ તેહની પુત્ર બીજઇ ગઈ હંસુ પણ ઊઠિ8. તઉ પાછઈ કમળવણ જિમ તિણિ સમઈ વિહસઈ તિમ તેહ ડોકરિ તણાં નયન પણ વિહસિયાં...” વિક્રમની પંદરમી સદીમાં રચાયેલ આ કૃતિ તે સદીના ગદ્યનો પરિચય આપે છે. સોમસુંદરસૂરિનું ગદ્ય આ કૃતિ ઉપરાંત તેમની અન્ય કૃતિઓમાં મુક્ત રીતે વિચરતું જોવા મળે છે. સાહિત્યિક ગદ્ય આપવા ઉપરાંત તેમણે વિશિષ્ટ ગદ્યશૈલી આપી છે. તેમની કૃતિઓના ગદ્યનાં શબ્દભંડોળ, સૂક્તો તથા વ્યાકરણનો અભ્યાસ પણ થયો છે. તેમનાં ગદ્ય કે શૈલીમાં કૃત્રિમતાનો સદંતર અભાવ છે. સર્વત્ર સરળતા, સાદગી, સ્પષ્ટતા, પવિત્રતા તથા શુદ્ધિની મહેંક, અંતરનો સ્વાભાવિક અવાજ. વિચારની સ્વતંત્ર તથા પ્રતીત્યાત્મક રજૂઆત; તેમજ વાચન, ચિંતન-મનન તથા અનુભવમાંથી તારવેલાં સત્યોની મૌલિક અને સરસ રજૂઆત એમના ગદ્યમાં જોવા મળે છે. સાધુજીવનના સફળ અભિવ્યંજનાના પ્રતિબિંબ જેવી સ્વચ્છ સ્ફટિક શી તેમની ગદ્યશૈલી તેમની ઘંટાયેલી કલમનો અક્ષાત્કાર કરાવીને તેમને ઊંચી કક્ષાના ગદ્યલેખકનું સ્થાન અપાવે છે. (આ લેખમાંનાં બધાં જ અવતરણો “આચાર્યશ્રી સોમસુંદરસૂરિકૃત ‘ઉપદેશમાલા બાલાવબોધ' – એક અધ્યયન' એ પ્રા. ડૉ. જોરાવરસિંહ પરમારના અપ્રસિદ્ધ મહાનિબંધમાંથી લીધેલ છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy