SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય કથાના સંવાદનાં એકબે દૃષ્ટાંત “કાલસોરિઓ કૃષ્ણલેશ્યા વર્તતઓ મરી સાતમઇનરિંગ ગયો. કુટુંબપરિવાર સહૂ મિલી સુલસ હૂઈ કઈ – તું આપણા બાપ ખાટકીનઉ કામ કિર. સુલસ કહઇ – પાપ લાગઇ તેહ ભણી હઉં ન કરઉં. કુટુંબ કહઇ – પાપ તાહરઉં થોડઉં થોડઉં અમ્હે વિંહિચિ લેસિઉ. પછઇ તેહે ભઈસુ દોરે બાંધી પાડિઓ. સુલસ થિ કુઠાર આપિઓ પહિલઉ ઘાવ દિ; પછઇ અમ્હે સહૂ કરિસિઉ. સુલસ ફરસી લેઈ આપણઉ જિ પગ ઓહાણિઓ. કહિવા લાગુ કુઠાર માહરા હાથથી પિડિઓ. મૂહહૂઈ ગાઢી પીડ. તુમ્હે થોડી થોડી વિહંચીં લિઓ. વિલંબ મ કરુ. કુટુંબ કહઇ – હૂં ભોલઉ થિઓ. પીડા કહિની કુä લેવરાઈ છઇ ? ઇસિઉ. – સુલસ કહઇ -- પીડ લેઈ નથી શકતા, પાપ કિમ લેસિઓ ?” તે જમાનાના અને સોમસુંદરસૂરિના પૂર્વે થયેલ ખરંતરગચ્છના આચાર્ય તરુણપ્રભસૂરિની કથાઓ સાથે આ ઉદાહરણકથાઓની તુલના કરવી જોઈએ. તે પહેલાં આટલી સ્પષ્ટતા હોવી જરૂરી છે કે લેખક સોમસુંદરસૂરિએ ‘ઉપદેશમાલા’માં જેનો ઉલ્લેખ છે તેને સ્પષ્ટતાથી, વિશદતાથી સમજાવવા તથા અનુવાદને ભારેખમ થતો અટકાવવા આ કથાઓ ઉદાહરણો રૂપે મૂકી છે. મૂળ ગ્રંથ કરતાં કથાઓનો પ્રભાવ વધી ન જાય તેની ખૂબ કાળજી રાખી છે. તેમના જ બીજા બાલાવબોધ યોગશાસ્ત્ર અને ષડાવશ્યકમાં તેમણે રચેલી કથાઓ મોટી તથા કલાત્મક સંયોજનવાળી છે. ત્યાં કથા સ્વતંત્ર કલાકૃતિ બની શકે છે. 'ઉપદેશમાલા બાલાવબોધ'માં ઉદાહરણરૂપ લઘુકથાદેહ છે. ‘યોગશાસ્ત્ર'ના શ્રી સોમસુંદરસૂકૃિત બાલાવબોધમાં ઉપરની જ કાલ સોરિઆ ખાટકીની કથા અહીંના કરતાં વિશેષ કલા-સૌંદર્યવાળી છે. એ જ કથાનો ‘યોગશાસ્ત્ર-બાલાવબોધ' નો અંત “બલાત્કારિઇ મહિષ મારવા ભણી સુલસહાથિ કુઠાર આપિઉ. સુલિસ તે કુઠાર ઊપાડી આપણી જિ જાંઘ છેદી. મૂર્છા આવી પડઉ. મૂર્છા વલી પછઉં કહિવા લાગઉ અહો સ્વજનો ! માહરઇ પિંગ ગાઢી પીડા તે તુમ્હે થોડી થોડી વિહેંચી સઘલાઇ લિંઉ, જિસિઇ હઉં પીડરહિત થાઉં. સગા-સણીજા કહઇ સુલસ, તેં ભોલઉ થિઉં. કહિની પીડ કુણહ કિમ લેવરાઇ છઇ ? Jain Education International — વલી સુલસ કહઇ – એતલી પીડ માત્ર તુમ્હે લેઈ નથી સકતા, માહરઉં પાપ તુમ્હે કેમ લેઅત ? કુટુંબન† કારણે પાપ કરી એકલઉ હઉં નરિંગ દુઃખ સહઉં, તુમ્હે આહાં જિ હિસિઉ. તેહ ભણી કુલક્રમાગતઇ આવી હિંસા હઉં નહીં ક૨ઉં. બાપ જઇ આંધલઉ હુઈ તઉ બેટઇ આંધલઇ હવઉ ? બાપ જઇ કૂઇ પડી કૂંઉ, તઉ બેટઇ કૂ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy