SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી સોમસુંદરરચિત “ઉપદેશમાલા બાલાવબોધ' D ૨૫૭ તથા ચિત્રાત્મકતા, રુચિર છતાં સંયમી કલ્પનાવિહાર, યથાર્થ અને યોગ્ય શબ્દપ્રયોગ, સરળ અને પ્રાસાદિક ભાષાશૈલી સર્જકની વિદ્વત્તા તથા પ્રતિભાની દ્યોતક છે. અભ્યાસ, જ્ઞાન તથા અનુભવથી ગદ્ય સમૃદ્ધ અને પ્રૌઢ બન્યું છે. લેખકની નિખાલસતા અને ચિત્તની પ્રસન્નતા સર્વત્ર વ્યાપી રહે છે. અનુવાદમાં વિશદ અને વિસ્તૃત કથન કરવામાં આવે છે છતાં અતિલંબાણ અનુભવાતું નથી કે અરુચિ જન્મતી નથી. મૂળના હાર્દ સુધી પહોંચી યથાર્થ સમજૂતી અપાય છે. દા.ત. જિનવરેન્દ્ર શ્રી તીર્થંકરદેવ “નમિઊણ” કહીઈ નમસ્કરી, એ ઉપદેશની માલાશ્રેણિ બોલિસુ. ગુરુ, શ્રી તીર્થંકર-ગણધરાદિક તેહનઈ ઉપદેસિઈ, ન તુ આપણી બુદ્ધિાં. - શ્રી જિનવરેન્દ્ર કિસ્યા છઇ ? ઇદ્ર ૬૪. નરેન્દ્ર-ચક્રવર્તી-વાસુદેવ પ્રમુખ નરેશ્વર તેણે અર્ચિત – ‘પૂજિત વર્તાઈ વલી કિસ્યા છએ સ્વર્ગમત્કંપાતાલરૂપ જે ત્રિ િલોક તેહના ગુર. સમ્યફ મોક્ષમાર્ગ તણા ઉપદેશણહાર છઇ. “ઉસભો’ કહીઈ શ્રી આદિનાથ, તે કિસિઉ છઈ ? જગ ભણીઈ ચઉદ વાત્મક લોક, તેહનઈ ચૂડામણિભૂત – મુકુટ સમાન વર્તાઇ, મુક્તિપદ સ્થિત ભણી. અનઈ શ્રી મહાવીર કિસિ કઈ ? ત્રિલોકથી -- ત્રિભુવનલક્ષ્મી – તેહનાં તિલક સરિષ9. તિલકિઈ - કરી જિમ મુખ શોભઈ તિમ પરમેશ્વરિ શ્રી મહાવીરરિ કરી ત્રિભુવન શોભઇ છઈ. એક શ્રી આદિનાથ લોકહિં આદિત્ય સમાન. જિમ પ્રભાતનાં સમઈ આદિત્યિ કરી સકલ ક્રિયામાર્ગ પ્રવર્તઇ, તિમ યુગનઈ ધુરિ શ્રી આદિનાથિઇ કરી સકલ લોકવ્યવહાર અનઈ ધર્મવ્યવહાર પ્રવત્તિયા. તથા એક શ્રી મહાવીર ત્રિભુવન હૂઈ ચક્ષુ ભણી લોચન તેહ સમાન છે. જિમ લોચનઈ કરી સકલ પદાર્થ પ્રકાશ હુઈ તિમ શ્રી મહાવરિ બોલિઉ જે શ્રી સિદ્ધાંત તીણાં કરી ભવ્ય જીવ હૃઈ સકલ તત્ત્વાતત્ત્વ વસ્તુની પ્રકાશ હુઈ છઈ. શ્રી આદિનાથ આગઈ ગ્રંથકાર તુ દૂરિ હુઆ તેહ ભણી શ્રી આદિનાથનઈ ચૂડામણિ-આદિત્યનાં ઉપમાન દીધાં અનઈ શ્રી મહાવીર તીણઈ જિ કાલિ ટૂકડા જયવંતા વર્તઇ તીણઈ કરી શ્રી મહાવીર હિં તિલક-લોચનનાં ઉપમાન દીધાં. એ ગ્રંથકારનઉ, અભિપ્રાય.” (ગાથા ૨). જઈ આ જગમાંહિ રાગદ્વેષ ન હુત તઉ કઉણ જીવ દુખ પ્રામત ? કો દુઃખી ન થાયત. (ગાથા ૧૨૯). સંસારરૂપિણી કાદમની વાડ માંહિ સૂઅર ભૂંડ સૂયરા સરીષા જે જીવ. (ગાથા ૧૬૦) જિમ સુણામાંહિ અનુભવિઉ-ભોગવિલે સુખ સમઈ અતિક્રમિલે હુiઉ – જાગ્યા પૂઠિઈ નથી. (ગાથા ૧૯૦) કસઉટઈ જિમ સોનાની પરીક્ષા કીજઈ તિમ સિદ્ધાંતની પરીક્ષા તેહ માંહિ લાભઈ (૧૯૧). . કર્મ રૂપિણી રજ તીણઈ કરી વિપ્રમુક્ત – રહિત હુંતા સિદ્ધિગતિ – મોક્ષગતિ અનુત્તર – સર્વોત્કૃષ્ટ – રૂડી – તિહાં પહુંચા અનેક જીવ અનઈ પુહચિસિઈ (ગાથા ૨૧૭).” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy