________________
૧૫૮ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
કરે છે તોપણ તે એની વાત ઠુકરાવે છે અને કેવળ સ્વનિવાસે આવના૨ને કેવળ નૃત્યાદિથી જ ખુશ કરવાની હા ભણે છે. વિક્રમરાજાની ઉજ્જૈનીનગરી પહોંચેલો માધવાનલ એક દિવસ કામાવતી નગરીએ જતા ક્ષત્રિય સાથે કામકંદલાને પત્ર મોકલે છે, અને કામકંદલા એનો જે પ્રત્યુત્તર પાઠવે છે એ બંનેમાં એમની તીવ્ર વિરહવેદના અને સાચી પ્રીતિ પ્રગટ થાય છે. ભીંતે લખેલી વિરહગાથા પરથી રાજા વિક્રમાદિત્યને માધવાનલની વિરહવ્યથાની જાણ થાય છે અને છેવટે માધવાનલકામકંદલાને મેળવી આપવામાં સહાય થાય છે.
આ કથાવસ્તુમાં કેટલાંક ચમત્કારિક તત્ત્વો પણ વણાઈ ગયાં છે. જેમકે જયંતી અપ્સરાનું પૃથ્વી પર શીલા થઈને પડવું, માધવાનલ સાથે રમતમાં લગ્ન થતાં પાષાણમાંથી જયંતીનું અસલ અપ્સરા રૂપે પ્રગટ થવું, માધવાનલ અને કામકંદલાને સજીવન કરવા વેતાલનું પાતાળમાંથી અમૃત લાવવું વગેરે પ્રસંગોમાં આવાં ચમત્કારિક તત્ત્વો જોઈ શકાશે.
‘માધવાનલ ચોપાઈ’ કાવ્યકૃતિ તરીકે : આ કૃતિમાં કેટલાંક વર્ણનો નોંધપાત્ર બન્યાં છે. સ્વર્ગલોક, ઇન્દ્રસભા, માળવાદેશ, ઉજ્જૈનનગરી, અને વિક્રમરાજાનાં વર્ણનો છટાદાર બન્યાં છે. કામકંદલાના રૂપ-સૌંદર્યનું અને એણે સર્જેલા સોળે શણગારનાં વર્ણન પણ નોંધપાત્ર બન્યાં છે.
આખીયે કૃતિમાં વચ્ચેવચ્ચે પ્રાકૃત અને સંસ્કૃત ગાથાઓ અને શ્લોકો સુભાષિતો રૂપે આરંભથી અંત સુધી મુકાયાં છે. કુલ ૬૬૬ કડીઓની આ રચનામાં લગભગ ૧/૩ ભાગ તો આ સંસ્કૃત-પ્રાકૃત ગાથાઓ-શ્લોકોએ રોક્યો છે. જોકે તેને લઈને કવિના પ્રાકૃત-સંસ્કૃતના ઊંડા જ્ઞાનનો પરિચય મળે છે. કેટલાંક સુભાષિતો જોઈએ ઃ
કંસાસુર કૌરવ કરણ, તિતિ રાવણ નામ, ગર્વ પ્રમાણે નમાડિયા, રાજરિદ્ધિ મંડાણ. સાલંકાર સુલક્ષણી, સરસી છંદા ઇત્તિ,
અણઆવંતિ તનુ દહઇ, ગાહા, મહિલા, મિત્ત.
* ચતુરાઈ વિઘા પરમાણ, દેવિદેસ હુઇ બહુમાન.
* પુનિ વિણ શશી ખંડુ થાઇ, શશી વિણ પુનિમ લીજઇ વાય.
સમસ્યાપૂર્તિ એ પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની એક વિશિષ્ટતા છે, અને આ કથામાં તો ૬૧ જેટલી સંખ્યામાં સમસ્યાઓ રજૂ થઈ છે. માધવાનલ અને કામકંદલા વચ્ચે ચાતુરીભરી સમસ્યાઓ આવે છે. ઉદાહરણ તરીકે
૧. માધવાનલ :
પ્રીતમ પોઢ્યો મહલ મારિ, પુહપકદંડ પઠાવઇ નારી,
ઉપર શંક૨ પન્નગ રાજિ, ચંપક લિખિયો કહો કુણ કાજિ. (૨૮૨)
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org