SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ કુશલલાભ | ૧પ૯ કામકંડલા : માયણ બાણ ભય શંકર લિખઈ, પરિમલ જાઈ પવન અહિ ભખઈ, લિખિી ચંપક ભમર ભએણ, એ ત્રસિહુ પ્રી લિખિયા તેણિ, (૨૮૩) ૨. માધવાનલ : સુંદરી રમણી વિરહવ્યાકુલી, વીણ વજાવઈ મુંકઈ વલી, લિખઈ ભુયંગમ સિંહ કેસરી, તે કિણી કારણિ કહે સુંદરી. (૨૮૪). કામકંડલા : વાઈ વિણ ગમણ નિશિ રાજી, નાદ રેગિ થંભિલે નિશિરાજ, પીઈ વહંતુ પન્નગ વાઇ, સિસિ વાદન મૃગ નાસી જાઈ. (૨૮૫) આ સમસ્યાઓ દુહા અને ચોપાઈમાં રજૂ કરાઈ છે. કવિની રસવૃત્તિ, ભાષાજ્ઞાન અને વ્યાવહારિક અનુભવનાં એમાં દર્શન થાય છે. અને આ જૈન સાધુકવિને હિંદુધર્મનું ઊંડું જ્ઞાન પણ હતું એમ લાગે છે. આખી કૃતિ મુખ્યત્વે ગાથા. દુહા અને ચોપાઈમાં રચાઈ છે. આ કથામાં જૈન શાસન સંબંધી કાંઈપણ ઉલ્લેખ નથી. તેથી જૈનેતર સમાજમાં પણ આ કૃતિ એની બિનસાંપ્રદાયિકતાને કારણે લોકપ્રિય થયેલી જણાય છે. ઢોલા મારચોપાઈઃ કવિની આ બીજી મહત્ત્વની મુદ્રિત લાંબી કથનાત્મક રચના છે. રાજસ્થાનના એક અત્યંત લોકપ્રિય કથાનકને આલેખે છે. મારવણીનું રાજકુમાર ઢોલા સાથે લગ્ન થયું છે. પણ તે નાની હોવાથી એને સાસરે મોકલવામાં આવી નથી. તે દરમ્યાન ઢોલો માલવણી નામની અન્ય કન્યાને પરણે છે, અને મારુવણીને ભૂલી જાય છે. મારુવણી જ્યારે યુવાન બને છે ત્યારે ઢોલા માટે ઝૂરે છે. પણ માલવણી એને ઢોલા સુધી પહોંચવા દેતી નથી. પણ ઢોલાને મારવણીનો સંદેશો મળતાં ઢોલો મારવણીના નગરમાં પહોંચે છે અને એને મળે છે. પાછા ફરતાં, મારુવણીને સાપ કરડે છે. ઢોલો કાષ્ઠભક્ષણ કરવા તૈયાર થાય છે. પણ કોઈ યોગી એને સજીવન કરે છે. ઢોલો. મારુવણી અને માલવણી અંતે સુખપૂર્વક સહજીવન ગાળે છે. રાજસ્થાનમાં ઢોલા-મારુના કથાનકવાળા અતિ પ્રચલિત દુહાનો આધાર આ કૃતિના કથાવસ્તુમાં લેવાયો છે. ચોપાઈબંધ કવિનો પોતાનો છે. એમાં કવિ વિગતવાર પ્રસંગનિરૂપણ કરે છે અને “વાત' નામક ગદ્યમાં કથાવિસ્તાર સાધે છે. આમ દુહા-ચોપાઈની અને વાતની સામગ્રી થોડીક સમાંતરે ચાલતી લાગે છે. આ કૃતિ કવિએ. ઈ.સ.૧૫૬૨થી ૧૫૭૮ જેમનો રાજ્યકાળ હતો તે જાદવ રાઉલ હરિરાજના આનંદ માટે લખી હોવાનો નિર્દેશ મળે છે. અગડદર ચોપાઈ કેરાસઃ કવિની ૨૨૮ કડીની અપ્રસિદ્ધ કથનાત્મક રચના છે. સંસારમાં વૈરાગ્યભાવના કેળવી આત્મકલ્યાણ સાધનાર અગડદત્તમુનિની આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy