SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ કુશલલાભ | ૧૫૭ આ પાંચેય કૃતિઓ પરથી કવિનો કવનકાળ ઈ.સ.૧૫૬૦થી ૧૫૬૯ નિશ્ચિત થાય છે. આ ઉપરાંત કવિએ ત્રણ નાની કૃતિઓ ૧. નવકાર છંદ (રાસ), ૨. શ્રી સ્થંભન પાર્શ્વનાથ સ્તવન અને ૩. ગોડી પાર્શ્વનાથ સ્તવન રચી છે. આ ત્રણે ખંડકાવ્ય પ્રકારનાં ભક્તિકાવ્યો ગણી શકાય. કુશલલાભની મોટી પાંચ કૃતિઓમાંથી ત્રણ તો અપ્રગટ છે, અને પ્રગટ કૃતિઓમાંથી ‘ઢોલા મારુ ચોપાઈ' વિશેષતઃ રાજસ્થાની ભાષામાં હોવાથી મુખ્યત્વે માધવાનલ ચોપાઈ'ના આધારે કવિની પ્રતિભાનું મૂલ્યાંકન કરવાનું રહે છે. જોકે ઢોલા મારુ ચોપાઈ' પણ આ કવિની પ્રતિભા આંકવામાં મદદરૂપ થાય એમ છે. પહેલાં આપણે કુશલલાભની મહત્ત્વની કૃતિ માધવાનલ ચોપાઈને તપાસીએ : માધવાનલ ચોપાઈનું કથાવસ્તુઃ “માધવાનલ ચોપાઈ'નું કથાનક તે સમયમાં લોકપ્રિય હોવાનું જણાય છે. “આનંદકાવ્ય મહૌદધિ – મોક્તિક ૭માં શ્રી ચી.ડા. દલાલ અને શ્રી હરગોવિંદદાસ કાંટાવાળાએ આ કૃતિની કથાનો પરિચય આપતાં કવિ કનકસુંદરની માધવાનલ-કથાનો પણ ઉલ્લેખ કર્યો છે. શામળ ભટે સિંહાસન-બત્રીસી'માં આ વાત ૨૬મી વાર્તા તરીકે આપી છે. યુરોપીય વિદ્વાનો સંસ્કૃત માધવાનલકથાને નીરસ પ્રેમવાત ગણી કાઢે છે. પરંતુ ગુજરાતી વાર્તા રસિક હોવા ઉપરાંત શીલનું માહાભ્ય તથા પ્રાધાન્ય પ્રતિપાદિત કરનારી છે. ગુજરાતી કૃતિ “માધવાનલ દોમ્પક પ્રબંધ'માં અને તેથી વિશેષ કવિ કુશલલાભ વાચકના માધવાનલ કામકન્દલા રાસ'માં આ વિષય સારી રીતે પ્રરૂપેલો છે. માધવનું રૂપ સ્ત્રીઓનું ભાનસાન ભુલાવી દઈને તેમને તેની પાછળ જ ભમાવે છે. પણ માધવને મન તો સર્વ સ્ત્રીઓ માતા-બહેન સમાન છે. તેવી જ રીતે કામકંદલા જોકે વેશ્યા છે તોપણ માધવ સિવાય અવર કોઈને ચાહતી નથી. આથી બંનેનો પ્રેમ શીલમય તથા વિશુદ્ધ છે. અને તેથી જ રાજા વિક્રમ તે બંનેનો સંજોગ જોડી આપે છે. જયંતી અપ્સરા પોતાના પૃથ્વીલોકના પ્રેમી માધવાનલને ભમરો બનાવી કંચુકીમાં છાનો રાખીને ઈન્દ્રસભામાં નૃત્ય કરે છે. આને લઈને ઇન્દ્રના બીજા શાપથી વેશ્યાપુત્રી તરીકે જન્મેલી કામકંડલા શ્રેષ્ઠિઓનાં અસંખ્ય પ્રલોભનો છતાં તેમની સમક્ષ કેવળ નૃત્ય જ કરે છે અને પોતાના શીલને પૂર્ણપણે સાચવે છે. એકવાર કામકંડલા રાજ્યસભામાં નૃત્ય કરી રહી હોય છે ત્યાં માધવાનલનું આગમન થતાં બન્નેને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. તે સમયે માધવાનલના રૂપમાં રાણીઓ અને પુરજનોની સ્ત્રીઓ ઘેલી થવાથી કોપાયમાન થયેલો રાજા તેને દેશનિકાલ કરે છે. ગોખે બેઠેલી કામકંદલા માધવને જતો જોઈ પોતાને ત્યાં બોલાવે છે અને બન્ને રતિસુખ માણે છે. તે પછી માધવાનલના વિરહમાં કામકંડલા સોળે શણગાર ત્યજી દઈને વિરહમાં સમય ગાળે છે. પોતાની માતા અને પરપુરુષસંગ કરવા અને સુખમાં રહેવા આગ્રહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy