________________
મલયચંદ્રકૃત “સિંઘલશી ચરિત્ર
ભારતી વૈદ્ય
મલયચંદ્ર પૂર્ણિમા ગચ્છના સાધુ રત્નસૂરિના શિષ્ય હતા અને સં.૧૫૧૯ એટલે ઈ.સ. ૧૪૬૩માં હયાત હતા. એથી વિશેષ કોઈ માહિતી તેઓના વિશે ઉપલબ્ધ નથી. મલયચંદ્રની ૩ રચનાઓ ઉપલબ્ધ છે – સિંહાસન બત્રીસી', સિંઘલશી ચરિત્ર અને દેવરાજ-વત્સરાજ પ્રબંધ’. ‘સિંઘલશી ચરિત્ર' ધનદત્ત-ધનદેવ ચરિત્ર', “સંઘલસીકુમાર ચોપાઈ અથવા “ધનદેવ કથા' તરીકે પણ ઓળખાય છે. આ ત્રણેય રચના ઈ.સ.૧૪૬૩ની છે અને ત્રણેય ગોંડળમાં રચાઈ છે. એ પછી કે પૂર્વેની મલયચંદ્રની કોઈ રચના મળતી નથી. આમ અંતર્ગત પુરાવાના આધારે એટલું નિશ્ચિતપણે કહી શકાય છે કે તેઓ ઈ.સ. ૧૪૬૩માં ગોંડલમાં હયાત હતા.
જૈનેતર સાહિત્ય તરફ દૃષ્ટિપાત કરતાં આખ્યાનકાવ્યના પિતા ગણાતા ભાલણના તેઓ સમકાલીન ગણાય. જૈન સાહિત્ય તે વખતે ત્રણેક સૈકાથી રચાતું રહ્યું હોવા છતાં જૈન સાહિત્યમાં (અને જૈનેતર સાહિત્યમાં પણ) વિષય પરત્વે રચનાકારોની ભૂમિકા પારંપારિક જ રહી જણાય છે. આવે સમયે ભાલણ જેવો કવિ સાહિત્યસ્વરૂપની પરંપરામાં રહીને નળાખ્યાન, દુર્વાસા આખ્યાન, મૃગાખ્યાન ઇત્યાદિ આખ્યાનો રચવા સાથે કાદમ્બરી, દશમસ્કંધ જેવી સંસ્કૃત રચનાઓના અનુવાદ દ્વારા લોકોની રસરુચિ કેળવવા મથે છે. તો જૈન સાહિત્યના ક્ષેત્રે પણ નવું કંઈક કરવાની ઇચ્છા હીરાનંદ, મલયચંદ્ર જેવા રચનાકારો દ્વારા પ્રગટ થતી જણાય છે. અલબત્ત, આ કવિઓ આખ્યાનને અનુસરતા જૈન સાહિત્યના રાસાપ્રકારની પરંપરામાંથી બહાર નીકળી શકતા નથી. કારણ કદાચ એવું હોઈ શકે કે જૈન ધર્મ અને તેનાં વ્રતોના મહિમાના મુખ્ય ઉદ્દેશની પરિપૂર્તિ માટે તેમજ શ્રોતાસંઘના મન પર પ્રભાવ પાડવા માટે આ પ્રકાર અત્યંત પ્રભાવશાળી પુરવાર થઈ ચૂક્યો હતો. આમ સ્વરૂપ પરત્વે નવું કંઈ કરવાને અવકાશ ન હતો. એટલે નવું કંઈ કરવાના ઇચ્છુક રચનાકારોએ બીજે નજર દોડાવી હશે.
હીરાનંદ નવું કંઈ કરવાની ઇચ્છા કે દાવો જણાવ્યા વગર સં.૧૪૮૫ (ઈ.સ. ૧૪૨૮)માં “વિદ્યાવિલાસ પવાડઉ” રચે છે. આ પહેલાં ભરતેશ્વર, બાહુબલિ, જબૂસ્વામી, પાંડવો, પેથડ કે એવી કોઈ ઇતિહાસપ્રસિદ્ધ વ્યક્તિ કે ધાર્મિક પુરુષના ચરિત્રનું આલેખન કરતા રાસા રચાતા, જીવદયા જેવા એકાદ વતનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org