SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયવિજયકૃત ‘નેમ-રાજુલ બારમાસા' ૩૧૧ કાળના અન્ય બારમાસામાં પણ ‘સાબાસ’, ‘સાહેબ', ‘રિબનવાજ' જેવા શબ્દો વપરાયા છે તે જોતાં કદાચ આ શબ્દને નોંધપાત્ર ગણવામાં નહીં આવ્યો હોય. છતાં આખી કૃતિની ભાષાના ઠાઠમાં એ જરા અતડો પડી જતો તો લાગે જ છે. મધ્યકાલીન, અને ખાસ કરીને સાધુ-સંત કવિઓની ધર્મરંગી કૃતિઓના સંબંધમાં એકબે વિચારમુદ્દાઓ સૂઝે છે. વૈષ્ણવ ધર્મના, ભાગવત સંપ્રદાયના ફાંટારૂપ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-કવિઓ ભક્તિમાર્ગની પરંપરાને અનુસરીને એમની કૃતિઓમાં ગોપી-રાધા-કૃષ્ણને અવલંબીને શૃંગારનું નિરૂપણ કરે. પ્રેમલક્ષણા ભક્તિમાં તો પરકીયા પ્રેમ એક મહત્ત્વના તત્ત્વદર્શન કે સિદ્ધાન્તના અંગ તરીકે સ્વીકારાયો હોઈ એની નાયિકા પરકીયા હોય ને નાયક-નાયિકા વચ્ચેનો ઉન્મત્ત શૃંગાર, સંભોગશૃંગાર કૃતિમાં નિરૂપણ પામે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો નીતિ, સદાચાર, સંયમને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે ને સ્ત્રીનો સંસર્ગ તો સર્વથા ત્યાજ્ય ગણવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં બ્રહ્માનંદ કે પ્રેમાનંદ (પ્રેમસખી) શૃંગારનિરૂપણ કરે ત્યારે, સંપ્રદાયશિસ્તબદ્ધ એમનાથી મન મૂકીને, મુક્ત ભાવે, નરસિંહ, મીરાં કે દયારામની જેમ તો શૃંગાર-નિરૂપણ થાય નહીં. એવી જ રીતે જૈન સાધુકિવ પણ નીતિ, સદાચાર, સંયમ, વિરક્તિને વરેલા હોઈ શૃંગારવર્ણન કરે ત્યારે એમને સંપ્રદાયના આચારવિચારની આણ નડે. જેમણે સંસારત્યાગ કર્યો છે ને વૈરાગ્યમાં વૃત્તિઓને વાળી લીધી છે તેઓ યુવાન નાયક-નાયિકાના કામ-તિના આવેગોને શી રીતે આલેખી શકે ? એમાં તેઓ એમને અપરિચિત એવા પ્રદેશમાં કંઈક સાવધાનીથી ફરતા હોય એવું ન લાગે ? કૃતિમાં અનુભૂતિની, સંવેદનની તીવ્રતા-ઉત્કટતાની ઊણપ ન આવે ? શૃંગારનરૂપણમાં કિવની authenticity ને intensityનું શું ? વૈષ્ણવ કવિઓની, ને ધર્મનિરપેક્ષ મુક્ત શૃંગારકવિતાની તુલનામાં એમની કૃતિઓ મંદ, મોળી, અનુભૂતિની ઊણપવાળી, ને ક્વચિત્ કૃતક પણ ન લાગે ? ને તેવું હોય તો ખુદ કવિતાના સ્વયંભૂપણાનું ને તદંતર્ગત ગુણસંપત્તિનું શું ? એક બીજો પ્રશ્ન પણ આ બારમાસા જેવી કૃતિના સંબંધમાં થાય. આવી કૃતિ જૈન સાધુએ સાધુ, પૂજ્ય પાત્રો લઈને રચી છે એટલા માત્રથી તે ધર્મભાવની ધાર્મિક કૃતિ કહેવાય ? કાવ્યની ૨૬ પૈકીની ૨૩ કડીમાં નેમ-રાજુલને અવલંબીને સામાન્ય માનવીય શૃંગારભાવ જ વર્ણવાયો છે ને પછી બે કડીમાં એમને મુગતિ-મંદિર’માં ભેગાં કરીને ભગવંતને ભજીને સુખ પામતાં વર્ણવ્યાં છે. આમ સધાતા અંતમાં નિર્વેદ કે શાન્ત આપણા ચિત્તમાં ભાગ્યે જ જામે છે; એટલે કલાકૃતિમાં રસનિષ્પત્તિની, ધર્મ કે સંપ્રદાયથી નિરપેક્ષ એવી વિચારણામાં આવી કૃતિને શૃંગારની secular કૃતિ ગણવાનું યોગ્ય ન ગણાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy