________________
શૃંગા૨૨સની નિષ્પત્તિ પણ અહીં આસ્વાદ્ય બની છે.
સ્થૂલિભદ્રને સૌ પ્રથમ જોઈને કોશાના મનની સ્થિતિ કેવી બની ?
સાંહાંમૂ લાગી ઝૂરવા જલ વિણ જિસ્મઉ તલાવ.
જગતને લોભાવનારી કોશા સ્થૂલિભદ્રની જાણે કિંકરી બની ગઈ. ગોત્રજ, ગૌરી, ગણેશને એ વીનવવા લાગી કે તમે એવી કૃપા કરો કે સ્થૂલિભદ્ર મારે વશ થાય. દેયો બુદ્ધિપ્રકાશ, હાથિ માહરઇ જિમ આવઇ.
સહજસુન્દર અને ‘ગુણરત્નાકર છંદ’ ] ૨૮૭
કોશા સ્થૂલિભદ્રને કહે છે કે ‘હું તમારો સંગ નહીં છોડું, પછી ભલેને સૂરજ પશ્ચિમમાં ઊગે, પવન સ્થિર થઈ જાય, કનકાચલ પર્વત ડગી જાય, નદીમાં અવળાં જળ વહેવા લાગે, સાપ એનું વિષ છાંડે, ચંદ્ર શીતળતા ત્યજે ને હિમાલય આગ વરસાવે.'
રાજ્યનું તેડું આવતાં સ્થૂલિભદ્રે અનુભવેલી વિમાસણ કાવ્યસ્પર્શ પામી શકી છે. કોશાની કાકલૂદીને પણ કવિએ અલંકૃત કરી છે ઃ
ભૂપાલ ભલેરા, પુરુષ અનેરા તે નાવઇ આવાસિ,
વેશ્યા અકુલીણી થઇ સકુલીણી, જઇ બઇઠી તુજ પાસિ,
ચિંહુ દિસિ ચઉસાલી, એ પરશાલી, તુજ વિણ સૂની આજ.
કોશાએ સ્થૂલિભદ્ર માટે શો ભોગ આપ્યો છે તે અહીં ઉપરની પંક્તિઓમાં ભાવવાહી રીતે પ્રગટ થયો છે.
સ્થૂલિભદ્રની દ્વિધાનું ચિત્ર જુઓ
કોશા મન પાડઇ, બંધવ ત્રાડઇ, રાય તણી થઇ આંણ,
હઇડઇ દુખિ દાધઉં, બહું પરિ બાધઉં, કહઉ કિમ કરું વિનાંણ.
સ્થૂલિભદ્રે વૈરાગ્યનો સ્વીકાર કર્યાની વાત જાણ્યા પછી કોશાની મનોવેદના એના જ શબ્દોમાં જુઓ. મનપંખીએ બાંધેલા માળાને પોતાને હાથે જ પીંખી નાખતા નિર્દય દૈવને ઠપકો આપતાં એ કહે છે ઃ
મનપંખી માલુ કરી, રહિ તું ઘણઉં સદૈવ, તે માલઉ તુઝ ભાંજતાં દયા ન આવી દૈવ. કોશાની હૃદયવેદના જુઓ
1
—
ઓલંભા સાજણ તણા કેમ સહું ગુણવંત,
તુઝ વિણ અવ૨ ન કો ગમઇ નાહ મલે જ અંત.
Jain Education International
જે મનમાંન્યા આપણઇ તે તસુ મીંઠા હોઇ' પંક્તિમાં કોશાની વિરહસ્થિતિ ભાવપૂર્ણ રીતે પ્રગટ થઈ છે. ત્રીજા અધિકારની ૬૧થી ૭૮ કડીમાં કોશાની વિરહદશા ઉત્કટતાથી અને ચિત્રાત્મક રીતે આલેખાઈ છે.
૪
આગળના ત્રીજા મુદ્દામાં કાવ્યને સૌંદર્યઓપ આપવામાં કેવી માવજત લેવાઈ છે તેની વાત કરતાં છંદની વાત પણ કરી જ છે. છતાં આને એક જુદો મુદ્દો એટલા
For Private & Personal Use Only
www.jainelibrary.org