________________
૨૮૮ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
માટે કરવો પડ્યો છે કે કવિએ છંદોને અહીં ખૂબ લાડ લડાવ્યાં છે. કવિ છંદપ્રયોજના પ્રત્યે સભાન છે, તેથી તો કૃતિનું શીર્ષક જ “ગુણરત્નાકર છંદ' રાખ્યું છે. પ્રથમ અધિકારની ૧૮મી કડીમાં કવિ સ્વસંકલ્પ છતો કરતાં કહે છે :
આંણી નવ નવ બંધ, નવ નવ ઇંદેણ નવ નવા ભાવા,
ગુણરત્નાકર છંદે વસ્સિધ ગુણ ધૂલિભદ્દસ્ય. વળી કવિ ૩૭મી કડીમાં કહે છે –
નવ નવ ગાહ કવિતરસ, દૂહા છંદ રસાલ,
રંગવિનોદ ગુણી તણા, હવઈ બોલઉં ચઉસાલ. ૩૮મી કડીમાં કહે છે –
છંદ છંદ સહુ કો ભણઇ, છંદ વિના ચઉં છંદ,
છંદઉ કરિ જાણઈ જિ કે તેહ ધરિ પરિમાણંદ, અહીં ઉપયોગમાં લેવાયેલા છંદોનાં બંધારણ કે માપ વિશે તજ્ઞો જ વધુ કહી શકે પણ એટલું તો સ્પષ્ટ છે કે અહીં વપરાયેલા છંદોમાં ઘણું વૈવિધ્ય છે. એમાંથી ચારણી છંદોલયનું વિશિષ્ટ સંગીત અને રણકો પેદા થાય છે. ઠેરઠેર આવતા રવાનુકારી શબ્દો, ઝડઝમક, પ્રાસાનુપ્રાસની એને સંગત મળી છે અને આ કૃતિનું એ મહત્ત્વનું આભૂષણ બની આવ્યું છે. કવિએ કડીસમૂહોને મથાળે છંદોની નોંધ પણ કરી છે. આ બે અક્ષરી આર્યા, રેડકી, છપ્પય, સારસી, દુહા, મડયd, ત્રિભંગી, લીલાવતી. વૃદ્ધનારા, પાધડી, હાટકી, ભુજંગપ્રયાત. અડયલ, રસાઉલઉ. મુત્તાદામ વગેરે છંદો નોંધાયેલા મળે છે. એ બધામાં દુહા તો પ્રચુર માત્રામાં છે. ઉપરાંત રેડકી અને હાટકી છંદની પણ વિપુલતા દેખાય છે. લીલાવતી છંદમાં રચાયેલી એક કડી જુઓ :
ચાલઈ ચમકતલ, થમમિકતી, રમઝમ કતી, ઠમકતી, રૂડઉ દીસતઉ, મુખિ બોલત, હય હીંસતી, રીંનંત, લીલા લટકંતી, કર ઝટકંતઉ, ક્ષણિ ચટકંતી વિલનંતી,
પુણવતલિ પડતઉં, પુત્ર આખડતલ, ન રહઈ રડતઉં, ઠણકત. વૃદ્ધનારાજ છંદનું એક ઉદાહરણ જુઓ :
ચહ્નતિ મોર ચિત્ત ચોર હાવભાવ મંડએ, જૂવત્તિ મત્તિ રત્ત ચિત્ત હત્યિ નખિ ખંડએ, અવંગ રંગ અંગ અંગ કોસિ વેશિ દમ્બએ, કડખ ચખ તીર તિન્મ તિકિખ તિકિખ મૂકએ.
આ કૃતિમાં કવિનાં બોધ, નિરીક્ષણો, સમાજ-વ્યક્તિ-વૃત્તિ વિશેનાં અનુભવજ્ઞાન અનેક જગાએ વેરાયેલાં છે અને એ બધુ પણ કૃતિને એની રીતે ઘાટ આપવામાં કામે લાગ્યું છે. આરંભે જ સરસ્વતી દેવીની મહિમા-પ્રશસ્તિ ૧૭ કડી સુધી ચાલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org