SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીચન્દ્રચરિત”ની કથનરીતિ - - - - - - - - - - - - - - - - - - કનુભાઈ જાની નરસિંહના કાળે જ, ઈ.સ.૧૪૨૨માં લખાયેલ “પૃથ્વીચન્દ્રચરિત'ની પંચઉલ્લાસબત કથા માત્ર મધ્યકાળની જ કે જૈન સાહિત્યની જ નહીં ગુજરાતી સાહિત્યની એક પ્રશિષ્ટ ગદ્યકૃતિ છે. નરસિંહ જેમ આદિકવિ, તેમ માણિક્યસુંદરસૂરિને કહી શકાય આદિ શિષ્ટ ગદ્યકાર. તે મુખ્યત્વે આકર્ષે છે તેમાંના કથારસને કારણે નહીં, પણ ગgછટાને કારણે. કથામૂળ “કથાસરિત્સાગરમાંના ‘અલંકારવતી' નામના નવમા લમ્બકના પ્રથમ તરંગમાં પૃથ્વીરૂપ અને રાણી રૂપલતાની કથાના રૂપમાં મળે છે, એટલે ગ્રંથકારે ધર્મોપદેશ માટે લોકકથા પ્રયોજી છે એ સ્પષ્ટ બને છે. આ કથા સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મધ્યકાલીન ગુજરાતીમાં અનેકોએ પ્રયોજી છે, પણ એ બધીમાં માણિજ્યસુંદરસૂરિની શ્રેષ્ઠ છે. ગ્રંથકાર લોકબોલીથી, લોકકથાકથનની રૂઢ લોકપ્રચલિત કેટલીક પ્રયુક્તિઓથી, સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ અને સાહિત્યની પોતાની સજ્જતાથી પ્રભાવિત કરે છે. કથા લિખિત છે, છતાં કથ્ય-શ્રાવ્ય છે – વાંચીને સંભળાવી શકાય છે. કથા કહેવાતી હોય તેવું લાગે. સાથોસાથ શ્રોતાને શિષ્ટતાના રંગોવાળી ભાષા અને સામગ્રી મળ્યા કરે. આરંભે. અંતે ને વચમાં સંસ્કૃત શ્લોકનાં ત્રણચાર છાંટણાં છે, તો વચમાં (પાંચમા ઉલ્લાસમાં) વાજિંત્રોની ટીપ છે ત્યાં પ્રાકૃત છે. (“ઉદ્ધમતાણે શંખાણ... પવાઇજ્જતાણું.”) કતની બહુશ્રુતતા અહીં અનેકવિધ કામે લાગી છે. કથાનું ઉલ્લાસોમાં વિભાગીકરણ કથાવૃષ્ટિએ કોઈ ચોક્કસ આયોજનપૂર્વકનું લાગતું નથી. કથા સળંગ વહે છે. અલબત્ત એના સાતેક તબક્કા પડી જાય છે. (૧) પૃથ્વીચન્દ્રપરિચય અને એને આવેલ સ્વપ્ન કે કોઈક બાળા વરમાળા પહેરાવે છે. ત્યાં જ એનો નિદ્રાભંગ. (૨) ત્યાં જ અયોધ્યાના સોમદેવની કુંવરી રત્નમંજરીના સ્વયંવરનું નિમંત્રણ લઈને દૂત આવે છે ને રત્નમંજરીનું હંસ દ્વારા હરણ અને એની પુનઃપ્રાપ્તિની ચમત્કારિક વાત માંડીને કરે છે. (૩) પૃથ્વીચંદ્ર કટક સાથે સ્વયંવરે જવા નીકળે છે. રસ્તામાં ઘોર અટવિમાં સૌ અટવાય છે ત્યારે ચમત્કારિક ઉગાર થાય છે. રસ્તામાં, ચોર માનીને જેની પાછળ સમરકેતુના સૈનિકો પડ્યા છે એ શ્રીધર, પૃથ્વીચન્દ્રને શરણે આવે છે ને એને ઉગારવા જતાં સમરકેતુ સાથે પૃથ્વીચંદ્રને યુદ્ધ કરવું પડે છે. એમાં હાર હાથવેંતમાં હોય છે ત્યાં કોઈ દૈવી પુરુષ પ્રગટી એને જિતાડે છે ને સમરકેતુ બંદી બને છે. પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy