________________
શ્રાવક કવિ ત્રઋષભદાસ : સાહિત્યિક વિશિષ્ટતાઓ [ ૧૭૫
સાંઝઈ પથિ ચોહeઈ ચઢ્યાં, કમસંયોગિઈ ભૂલાં પડ્યાં, રોતી રડવડતી સા નારિ, પુહતી ભુપતિ ભવન મોઝારિ, સ્વામિ, હારા નગર મઝારિ ભૂલાં પડ્યાં અહો નર-નારિ, સ્વામિ નામે રાણો એહ, ડાબિઈ આંખઈ કાણો તેહ, એકઈ ઇંધાણે મુઝ ભરતાર, રાય કરો મુઝની સાર, રાઈ ગઈ વજાવ્યો, રાણા કાણા આવી ચઢો, રાણા કાણા ડાબિ આંખે, નવસઈ નવાણું ભાખિ, મિલ્યા એકઠા નૃપદરબારિ, ભૂપઈ તેડાવિ સા નારિ, સોધી લીધું તું તાહરુ ધણી, તુઝ કારણિ ખપ કીધિ ઘણી, નૃપવચને તે સોધઈ નારિ, પુરુષ ન દિસઈ તેણિ ઠારી, સામી, એહમાં નહિ મુજ કંત, રાય વિનોદ થયો અત્યંત, ફિરી પઢો બજાવ્યો જસઈ, રાણો આવ્યો તસઈ નારી ઓલખી લીઈ ભરતાર, પંડિત કવિઅણ કરઈ વિચાર,
નરસમુદ્ર એ પાટણ સહી, નરનારિ સંખ્યા નવિ લહી. બાહુબળના રાજ્યમાં સંદેશો લઈને જતા બ્રાહ્મણનું (ભરતબાહુબલી રાસ) અને કુમારપાળ રાસ'માં કદરૂપા નરનાં વર્ણન પણ એવાં જ રમૂજપ્રેરક અને તાદૃશ રીતે આલેખાયેલાં છે. હિતશિક્ષા રાસમાં વ્યાજસ્તુતિ અને સ્વભાવોક્તિથી કુરૂપ નારીનું કરેલું વર્ણન પણ નોંધપાત્ર છેઃ
વિંગણ રંગ જિસી ઉજલી, ભલ કોઠી સરખી પાતલી. નીચી તાડ જિસી તું નાર, ક્યાંહાંથી આવી મુઝ ઘરબાર, ન્હાનું પેટ જિસ્યો વાદલો, લહ્યો હિણ જિમ્યો કાંબલો, જીભ સંહાલી દાતરડા જિલી, દેખી અધર ઊંટ ગયા ખસી, ભેંશનાણી આવી ક્યાંથી, પખાલ જલકી જા ખપ નથી. પગ પીંજણી ને વાંકા હાથ, બાવલ શું કોણ દેશે બાથ, લાંબા દાંત ને ટૂંકું નાક, કૂટકની મુખ કડવાં વાક્ય.
ટૂંકી લટીંયે ઘોઘર સાદ, જા ભૂંડી તુઝ કિશ્યો સંવાદ. નગર વર્ણનોની જેમ કવિનાં યુદ્ધવિષયક વર્ણનો પણ નોંધપાત્ર છે. તેમાં રથ, અશ્વ, હય, અનેક શસ્ત્રાસ્ત્રો વિશેની કવિની જાણકારીનો પરિચય પણ મળે છે. ભરત અને બાહુબળી વચ્ચે થતું પાંચ પ્રકારનું યુદ્ધ – દૃષ્ટિયુદ્ધ, વચનયુદ્ધ, મલ્લયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ – પ્રાચીનકાળનાં હાથોહાથ થતાં ઠંદ્વયુદ્ધનો તાદૃશ ખ્યાલ આપે છે. ભરતેશ્વર રાસ'માં અન્યત્ર યુદ્ધનું વર્ણન કવિ આ રીતે કરે છે ?
પૃથિવી લાગી ધ્રુજવાજી, દિશિનો થાએ રે દાહ, ઉલ્કાપાત થાએ સહજી, અતિ ભૂંડા ત્યાં વાય, ઊડે ખેહ ત્યાં અતિ ઘણા છે, અને હોય તિહાં નિઘાત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org