________________
જયશેખરસૂરિરચિત “ત્રિભુવનદીપક પ્રબંધ' | ૨૪૧
કવિતાતત્ત્વ કરતાં જૈન તત્ત્વ અને ધર્મચિંતન તરફ વિશેષ છે. આથી અહીં રસાત્મકતા અનુભવાતી નથી. ચેતના, માયા, નિવૃત્તિ, પ્રવૃત્તિ આદિ આ પરંપરાનાં જાણીતાં પાત્રો ઉપરાંત અહીં પ્રીતિ, અપ્રીતિ, તત્ત્વરુચિ, અભિધ્યા, મારિ (મરકી રોગ), ચિંતા, સંયમશ્રીની આઠ સખીઓ – ઇયસિમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ આદિ – જેવાં પાત્રો પણ મળે છે. આવાં નારીપાત્રો સાથે સંચય, ગર્વ. શાપ જળખાતાના અધિકારી પ્રાયશ્ચિત જેવાં પાત્રો પ્ર. ચિં.'માં વણાયાં છે. જયશેખરે ગુજરાતી રૂપાન્તર ‘ત્રિ.દી.'માં આવાં અનેક પાત્રોને ગાળી નાખ્યાં છે, પ્રસંગો ટૂંકાવ્યા છે. પ્રાચિં.'માં કામદેવના દૂતનો બ્રહ્મા, શિવ અને કૃષ્ણ સાથેનો સંવાદ વિસ્તારયુક્ત, કંટાળાજનક અને ધાર્મિક ધારવાળો છે. આ અને આવા અનેક પ્રસંગો ત્રિ.ટી.માં ટૂંકા, સૌમ્ય અને સચોટ બનીને આવ્યા છે. દેશવટો પામેલાં નિવૃત્તિ અને પુત્ર વિવેકના માર્ગમાં આવતા વિવિધ આશ્રમોનું પ્ર.ચિં.'માં મળતું ધર્મદ્રષ્ટિએ મહત્ત્વનું પણ કાવ્યદૃષ્ટિએ બિનજરૂરી, વર્ણન ‘ત્રિપદી.’માં સંક્ષેપમાં રજૂ થયું છે. કવિ કાવ્યના ગુજરાતી નવઅવતારને, પોતાની સંસ્કૃત રચનાના આત્યંતિક ધાર્મિક રંગોને ઓગાળી નાખીને સંપૂર્ણ લોકભોગ્ય બનાવવા ઇચ્છે છે. આમ ‘ત્રિ.દી.” એ સંસ્કૃત રચનાનો અનુવાદ નથી, મૂળની રૂપકકિલષ્ટતા વિનાની એક સ્વતંત્રકલ્પ કાવ્યરચના છે. - પરમહંસ રાજા (બ્રહ્મના અંશરૂપ જીવ) અને ચેતના રાણીના જીવનમાં માયાના આગમનથી ઉથલપાથલ સર્જાઈ. મન અમાત્યના કારસ્તાનથી રાજારાણીને બંદીવાન કરવામાં આવ્યાં. મન અને પ્રવૃત્તિના પુત્ર મોહને કાયાનગરીનો રાજા બનાવવામાં આવ્યો. નિવૃત્તિ અને એના પુત્ર વિવેકને દેશવટો અપાયો. મોહપુત્ર કામે જગતમાં સર્વત્ર હાહાકાર ફેલાવ્યો ત્યારે દેશવટે વિચરતા વિવેકે શત્રુંજયના પંથકમાં ભયાનક યુદ્ધમાં મોહ તથા કામને હરાવ્યા. મોહના મૃત્યુ પછી પ્રવૃત્તિ નૂરી મરી અને વિવેકની સહાયથી રાજા પરમહંસ અને ચેતના બંદીમુક્ત બન્યાં. જીવે સર્વે બંધનોમાંથી મુક્ત થઈ અન્ત અરિહન્તપદ પ્રાપ્ત કર્યું. અહીં જૈન તત્ત્વવિચારનો રંગ હોય તે સમજી શકાય એમ છે, છતાં સમગ્રતયા તત્ત્વવિચાર અહીં વ્યાપક લોકરુચિને સંતોષે એવી રીતે નિરૂપાયો છે.
કાવ્યના પ્રારંભે કવિ પરમેશ્વર તથા સરસ્વતીને સમરીને નવમા શાન્તરસની મીઠાશને ઉલ્લેખ છે. શરૂઆતમાં જ કવિ ‘તેજવન્ત તિહ ભુવન મુઝારિ’ એવા પરમહંસને વર્ણવે છે. બુદ્ધિના સાગરરૂપ, અતિ બળવત્ત, અકળ, અજેય, અનાદિ, અનન્ત મહતુથી પણ મહાન અને અણુથી પણ અણુ, સહસરશ્મિ સૂર્ય સમ સ્વયંપ્રકાશિત, સર્વવ્યાપક એવા પરમતત્ત્વને અને એના અંશરૂપ જીવને ગમે તે નામે ઓળખો. કોઈ અરિહન્ત કહે, કોઈ હરિ કહે, હર કે અલખ પણ કહે, જેવી જેની સમજ અને દૃષ્ટિ. કવિ કહે છે “જિણિ જિમ જાણિક તિણિ તિમ કહિઉ.' કવિવાણીની ધારા વહેતી જ જાય છે. કાઠિ જલણ જિમ, ધરણીહિ ગેહુ, કુસુમિહિ પરિમલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org