SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ર D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ગોરસિ નેહુ – કાષ્ઠમાં જેમ અગ્નિ, ધરતીમાં જેમ તૃણાંકુર, પુષ્પમાં જેમ પરિમલ, ગોરસમાં જેમ નૈધ્ય તેમ લૌકિક વિશ્વમાં સૂક્ષ્મ રૂપે વસેલા પરબ્રહ્મ, પરમહંસને કવિ ઊછળતા ઉત્સાહથી વર્ણવે છે. કવિની દૃષ્ટાન્તલીલા અને વાણીપ્રવાહનો હવે પરિચય થવા લાગે છે. ચેતના રાણી અને રાજાના સુખભર્યા સંસારમાં “નવજુવણ નવરંગી નારી, સામલડી, સહજઈ સવિકારી’ એવી માયાનો પ્રવેશ થયો. અનેક રંગધારી (નવરંગી), તમોમયી (સામલડી) અને ભિન્નભિન્ન રૂપે જગતમાં જણાતી (સવિકારી) માયાને કવિ થોડાક શબ્દોમાં પણ સચોટ રીતે મૂર્ત કરે છે. માયાના નયનબાણે “વીધી ભૂપ'. ચતુર ચેતના રાજાને સમજાવે છે. ફરીને દૃષ્ટાન્તોની પરંપરા ! “અમૃતકુ૩િ કિમ વિષ ઉછલઈ ?', “રવિ કિમ વરિસઈ ઘોર અન્ધાર ? ઝરઈ સુધાકર કિમ અંગારી ?” રાણી બોલી, “મેં કરિ અજાણી સ્ત્રી વીસાસુ, સ્ત્રી કહી દોરી વિણ પાસુ.” માયાના રંગમાં રંગાતા જતા રાજાએ – જીવે – પોતાપણું ખોયું. કાયાનગરીમાં રહેતા રાજાએ બધું કામકાજ મનઅમાત્યને સોંપી દીધું. મન અને માયા મળી ગયાં. એક તળપદ દૃષ્ટાન્ત દ્વારા કવિ વાતને મૂર્ત કરે છે : “વાનરડઉ નઈ વીછીઇ ખાધુ.” આ બન્નેના પ્રપંચથી રાજા કાયાને કોટડે બંધાયો.” મનની બે રાણીઓ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ રાણીનું તાદૃશ ચિત્ર કવિ આપે છે. પ્રવૃત્તિ સ્વભાવિ ઉછાંછલી, રાજકોજિ હીંડઈ આકુલિ. પ્રવૃત્તિની ચઢવણીથી મને નિવૃત્તિ અને પુત્ર વિવેકને દેશવટો આપ્યો. મન, પ્રવૃત્તિ અને માયાનો હવે ત્રિકોણ રચાયો. કથાની સહજ ગતિને રોકી હવે કવિ કાંઈક બીજું ચિત્ર આપે છે. કેદમાં રખાયેલ રાજાના વિલાપને કવિ વર્ણવે છે. સુણિ નિ રાણી !” તથા “સાંભલી ચેતના અહિ થયા છઉં નિરાધાર' આ બે વિલાપગીતો વિષાદભાવને મૂર્ત કરવામાં ઊણાં ઊતરે છે. રાજાનાં વચનોને રાણીએ આપેલો ઉત્તર, તુમ્હ મિલી માયા, મહ કાજ? જિમ સહાવાઈ તિમ સહઉ મન મેહતાની રાજ. પ્રેમાળ પત્નીના ગૌરવને જાળવતો નથી. પ્રવૃત્તિપુત્ર મોહની અવિદ્યાનગરીનું વર્ણન જુઓ : * અવિદ્યા નગરી, ગઢ અજ્ઞાન, તૃષ્ણા ખાઈ, મોટું આન. * વિષય વ્યાપે વારુ આરામ, મંદિર અશુભા મન પરિણામ. મમતા પાદ્ધ તણી રખવાલિ, કુમત સરોવર, મિથ્યા પાલિ. વિચારશૂન્ય પ્રજાનો અહીં વાસ હતો. નિર્વિચાર નિવસઈ તિહાં લોક, થોડઈ ઉચ્છવ, થોડઈ શોક, તિણિ નગરઈ ઈકિ ધાઈ ધસઈ, એકિ તાં ટેહડટેડ હસઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy