SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય યા પુદ્ગલકા કયા વિસવાસા, હે સુપનેકા વાસા રે. ચમત્કાર વિજલી દે જૈસા, પાની બીચ પતાસા, યા દેહીકા ગર્વ ન કરના, જંગલ હોયગા વાસા. જૂઠે તનધન, જૂઠે જોબન, જૂઠે હૈ ઘરવાસા, આનંદઘન કહે સબહી જૂઠે, સાચા શિવસુખવાસા. ઘાનતરાય પણ આગ્રાના વાસી હતા. જાતિ અગ્રવાલ, જન્મ સં.૧૭૩૩, સં.૧૭૪૬માં જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધાલુ થયા. ધર્મવલાસ-ઘાનતવિલાસ' સં.૧૭૮૦માં રચી સમાપ્ત કર્યો. તેમાં પોતાની તમામ રચનાઓનો સંગ્રહ છે. તે સારા વિ હતા. તેમનાં નં. ૭૩ અને ૮૦ બે પદ આનંદઘન બહોત્તરી'માં નં.૧૦૭ અને ૪૨ એમ મળી આવે છે. તે સરખાવીએ ઃ ઘાનતરાય આનંદઘન તુમ જ્ઞાનવિભવ ફૂલી વસન્ત, યહ મનમધુકર સુખસોં રમન્ત દિન બડે ભયે વૈરાગભાવ, મિથ્યામત-રજનીકો ઘટાવ. બહુ ફૂલી ફૈલી સુરુચિ વેલિ, જ્ઞાતાજન સમતાસંગ કેલિ. ઘાનત વાની પિક મધુરરૂપ, સુરનર પશુ આનંદઘન સુરૂપ. તુમ જ્ઞાનવિભો ફૂલી વસન્ત, મનમધુકરહી સુખસોં રસન્ત. દિન બડે ભયે વૈરાગભાવ, મિથ્યામતિ-રજનીકો ઘટાવ. બહુ ફૂલી ફલી સુરુચિ વેલ, જ્ઞાતાજન સમતાસંગ કેલ. ઘાનત બાની પિક મધુરરૂપ, સુરનર પશુ આનંદઘન સરૂપ. અબ હમ અમર ભયે ન મરેંગે ટેક તન-કારન મિથ્યાત દિયો તજ, કર્યો કરિ દેહ ધરેંગે. ઉપજૈ મૈર કાલનેં પ્રાની, તાતેં કાલ હરેંગે, રાગ દોષ જગબંધ કરત હૈ, ઇનકો નાશ કરેંગે. દેહ વિનાશી, મૈં અવિનાશી, ભેદજ્ઞાન પકરેંગે નાસી જાસી હમ થિરવાસી, ચોખે હો નિખરેંગે. મરે અનન્ત વાર બિન સમૐ, અબ સબ દુખ વિસરેંગે, ઘાનત નિપટ નિકટ દો અક્ષર, બિન સુમરૈ સુમરેંગે. (ચોખે - શુદ્ધ ચિદાનંદ, દો અક્ષર – આત્મા) આમાં ઘાનત એ શબ્દથી કવિનું નામ નીકળે છે, પણ તેમાં ‘આનંદઘન’ શબ્દ પણ આવ્યો એટલે આનંદઘનજીના નામે ચડાવી દીધું જણાય છે. હવે બીજું અતિ પ્રસિદ્ધ પદ લઈએ ઃ ઘાનતરાય Jain Education International - For Private & Personal Use Only ટેક www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy