________________
અધ્યાત્મી શ્રી આનંદઘન અને શ્રી યશોવિજય | ૨૦૧
આનંદઘન
અબ હમ અમર ભયે ન મરેંગે. યા કારણ મિથ્યાત દીયો તજ, કયું કર દેહ ધરેંગે. રાગ દોસ જગબંધ કરત હૈ, ઈનકો નાસ કરેંગે, મર્યો અનંત કાલસેં પ્રાણી, સો હમ કાલ હરેંગે. દેહ વિનાશી, હું અવિનાશી, અપની ગતિ પકરેંગે, નાસી જાતી હમ થીરવાસી, ચોખે હૂર્વ નિખરેંગે. મર્યો અનંત વાર બિન સમજ્યો, અબ સુખ દુઃખ વિસરેંગે,
આનંદઘન નિપટ નિકટ અક્ષર દો, નહિ સમરે સો મરેંગે. આમાં “ઘાનતાને બદલે “આનંદઘન’ મૂકવાથી છંદોભંગ સ્પષ્ટ રીતે થાય છે.
કબીરનું એક પદ એક જૂના હસ્તપત્રમાંથી મેં ઉતાર્યું છે તેની સાથે “આનંદઘન બહોત્તરી'નું ૧૦૬મું પદ આબાદ મળે છે ? કબીર
રાગ સારંગ ભમરા ! ક્તિ ગુન ભયો રે ઉદાસી. તન તેરો કારો મુખ તેરો પીરો, સબોં ફુલનકો સુવાસી.
જ્યા કલિ બેઠહી સુવાસહી લીની, સો કલી ગઈ રે નિરાસી.
કહેત કબીરા સુનો ભાઈ સાધો ! જઈ કરવત લ્યો કાસી. આનંદઘન
રાગ નટ્ટ કિન ગુન ભયો રે ઉદાસી, ભમરા ! કિન. પંખ તેરી કારી. મુખ તેરા પીરા, સબ કુલકો વાસી. ભમરા. સબ કલિયનકો રસ તુમ લીના, સો ક્યું જાય નિરાસી,
આનંદઘન પ્રભુ તુમારે મિલનકું, જાય કરવત લૂ કાસી. આમ શોધ કરતાં જરૂર કાંઈ ને કાંઈ મળે છે અને મળી આવશે. “અવળી વાણી'નાં બે પદ “આનંદઘન બહોત્તરીમાં નં.૯૮ ને ૯૯ છે તે પણ બીજા સ્થળેથી સાંપડશે. આનંદઘનજીએ પદો શુદ્ધ હિન્દી – વ્રજભાષામાં રચ્યાં છે પણ ગુજરાતી લહિયા અને પ્રકાશકોએ તેમને લખવા-છપાવવાથી તેમાં ગુજરાતીપણું આવી ગયું છે અને હિન્દી નહીં સમજવાથી ઘણી અશુદ્ધિઓ રહી ગઈ છે. આથી તે પદોનું શુદ્ધ સંસ્કરણ કોઈ હિન્દી મર્મજ્ઞ વિદ્વાન્ પાસે કરાવી તે પ્રકટ કરવાની ખાસ જરૂર છે.
બીજા કવિઓનાં પદો ઘૂસવાથી અને તે જૈન મર્મી આનન્દઘનનાં ગણાઈ જવાથી તેમના સંબંધી તે પરકીય પદો ઉપરથી જે વિધાનો કરવામાં આવે તે મિથ્યારોપિત નીવડે, તેથી તેમને ખરેખર અન્યાય થાય. દા.ત. આચાર્ય ક્ષિતિમોહન સેને “જૈનમરમી આનંદઘન' એ નામનો હિંદીમાં મર્મગ્રાહી લેખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org