________________
૧૫ર D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
ઋષિદના નવા જાગેલા પ્રેમનો સંતાપ અનુભવે છે તેનું વર્ણન આપણે આગળ નોંધ્યું છે. એમાં સ્નેહદશાવિષયક સુભાષિતરૂપ ઉક્તિઓ સહજ રીતે જ વણાઈ ગયેલી જોઈ શકાશે. મૃગલાની વિદાય લેતાં ઋષિદત્તાએ કરેલા વિદેશીની પ્રીતડી તો અભ્રની છાયા જેવી છે' વગેરે ઉદ્ગાર સુભાષિતરૂપ જ છે ને ?
એકનિષ્ઠ સાચી પ્રીતિ અંગેની નીચેની સુભાષિતોક્તિઓ ઋષિદરાના કનકરથ સાથેના પ્રણયસુખના સંદર્ભે ને ઋષિદત્તાના મનના વિચારો રૂપે રજૂ થઈ છે. એમાં દૃષ્ટાંતોને કેટલાં બધાં ખપમાં લીધેલાં છે !
ફટિક સરીખાં માણસ, તેહ સ્વઉં કુંણ મિલઈ રે, તે વિરલા જગ માંહિ કિ, પ્રીતઈ જે પલઇ રે. ૯.૬ ભુજબલિ ઉદધિ ઉલંઘન, નાગ ખેલાવના રે, ખરા દોહિલા હોઇ કિ, પ્રીતિકા પાલના રે. ૯૭ શસિ સ્યઉં નહીં સસનેહી, કમલની રવિ વિના રે,
માણસ તેહ પ્રમાણ છે, પ્રીત એકમના રે. ૯.૮ ઋષિદત્તા પર આળ આવ્યું ત્યારે એને નિર્દોષ માનતો કનકરથ એને આશ્વાસન આપે છે તે પ્રસંગે કવિ એક સુભાષિત ટપકાવી દે છે :
અવગુણ સઘલા છાવરઇ, જે જસુ વલ્લભ હુંતિ,
સરસવ જેતા દોષનઈ, દોષી મેરુ કરંતિ. ૧૩ દુહા ૫. પિતાના આશ્રમે આવતાં શ્રષિદત્તાનું હૈયું હાથમાં રહેતું નથી એ સંદર્ભમાં મુકાયેલા આ સુભાષિતમાં કેવા તાજગીભરેલા દૃષ્ટાંતની ગૂંથણી છે ! –
પાંહણ પાવક પરજલઈ, ફાટાં પિણ મિલઈ વારઇ,
સજ્જન દીઠઈ દુખ સંભારઈ, આવઈ હઈડલા બારઈ. ૨૦.૧૪ (પથ્થર ઉપર અગ્નિ પ્રજ્વલે છે, પણ વારિનો યોગ થતાં પથ્થર ફાટી પડે છે. સ્વજનને જોતાં દુઃખની સ્મૃતિ થાય છે અને એ હૃદયની બહાર ઊછળી પડે છે.)
આ પૂર્વે કરેલ અલંકારરચનાના નિરૂપણમાં તથા વિરહોદ્ગારોની નોંધમાં પણ સુભાષિતરૂપ ઉક્તિઓના કેટલાક દાખલા આવી ગયેલા છે. ત્યાં ઉક્તિને મળેલી સાદૃશ્યરચનાની, દૃષ્ટાંતની, અન્યોક્તિની મદદ ને તેથી સધાયેલી પ્રત્યક્ષતા તથા વ્યંગાત્મકતા પણ પ્રતીત થશે. મોટા ભાષાસ્વામી
છેલ્લે, હવે જયવંતસૂરિના ભાષાસામર્થ્યની વાત. કવિ જે કંઈ સિદ્ધ કરે છે તે છેવટે ભાષા દ્વારા જ સિદ્ધ કરે છે ને ? તેથી જ ભાષાસજ્જ ને ભાષાસમર્થ ન હોય અને કવિ હોય એ બેને શી રીતે ? પણ ભાષાસજ્જતા અને ભાષાસામર્થ્ય જુદાજુદા પ્રકારનાં હોય છે. જુદીજુદી કોટિનાં હોય છે. ભાષાના અનેક પહેલુઓમાંથી એક યા બીજાનો ઉપયોગ કરનારાં હોય છે. જયવંતસૂરિના ભાષાવિનિયોગમાં પણ કેટલાંક લક્ષણો તારવી શકાય. એક તો, એ વિવિધ ભાષાભેદોને ઔચિત્યથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org