SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત, રસ, સર્જક કવિ જયવંતસૂરિ I ૧૫૩ કાર્યક્ષમતાથી, સહજપણે પ્રયોજે છે. એમનામાં સંસ્કૃત તત્સમ શબ્દો ને સમાસરચનાઓ જડે છે, જે પ્રશિષ્ટતાની, શ્લિષ્ટતાની, ગૌરવની અને પ્રૌઢિની આબોહવા ઊભી કરે છે. આપણે પ્રાચીન કાવ્યપરંપરાનું અનુસંધાન અનુભવીએ છીએ અને માણીએ છીએ. પ્રાકૃત ભાષાના પ્રયોગો એમાં થોડી જુદી સુગંધ પૂરે છે. વર્ણનોમાં, આલંકારિક ચિત્રણોમાં શ્લેષ, યમક જેવા શબ્દાલંકારોમાં કવિની આ ભાષાસજ્જતાનું ઘણું અર્પણ છે. પણ સાથે જ તળપદી બોલાતી ગુજરાતી ભાષા પણ કવિને એટલી જ હાથવગી છે. સુભાષિતો, પાત્રોગારો વગેરેમાં એનું પ્રવર્તન જોઈ શકાય છે. એનાથી કાવ્યમાં રૂર્તિ તાજગી અને આત્મીયતાનો અનુભવ આપણે કરીએ છીએ. પ્રસંગે વ્રજ-હિંદીનો પ્રયોગ પણ કવિ કરે છે – સુલસા યોગિનીએ નગરમાં વર્તાવેલા ઉત્પાતનું વર્ણન વ્રજ-હિંદીની ભાષાછટામાં થયું છે તે કેટલું ઔચિત્યપૂર્ણ અને અસરકારક લાગે છે ! –, કેટલાંક પદો હિંદીમાં જ રચાયેલાં છે ને હિંદીનાં છાંટણાં તો કવિની ગુજરાતી કૃતિઓમાં અવારનવાર મળે છે. ઉર્દૂ-ફારસી શબ્દો પણ એના વિશિષ્ટ રણકા સાથે અવારનવાર મળે છે. આ બધાંનાં ઉદાહરણો આ પૂર્વે ઉદ્ધત થયેલી પંક્તિઓમાં જડી આવશે, તેમ છતાં અહીં થોડાક નમૂનાઓ જોઈએ. સંસ્કૃત તત્સમ શબ્દોઃ અરતિ, કરંક, કુણપ, કેલીશુક, (એકસાથે આવતા વધુ શબ્દો) ગૌર કપોલ શશીબિંબ, ઉન્નત પીન પયોધર, ઉન્નત શ્યામ સુચૂચક, (સમાસાત્મક શબ્દો) શુષ્કપયોધર, ભસ્મધૂસર, કુરુવિંદચિત્રિત, કુસુમસંભાર, મદનાલસ, સુરતરસસભર, લક્ષણછંદવિહીન, ભૂમિસંભવ-મુનિયુતા, શબ્દ-અર્થસુસંગતા વગેરે. પ્રાકૃત શબ્દો અને રૂપો : ગાા (ાથા, કાવ્ય), ગીય (ગીત, ગાન, સંગીત), સુવત્ર (સુવણ), પરમત્ય (પરમાર્થ), સુરમ (સુરમ્ય), જિમ્મુ (જેમ), મયણેણ, લહતિ વગેરે. તળપદા શબ્દો : (લાડભય, ગળચટ્ટા) થોડિલા, હૈડાં, તંબોલડુ સનેહડ જિંબારડુ, લીહડી, કેરડુ (કે), (અન્ય વિશિષ્ટ શબ્દો) ખોટારા, ટૂકડું, આલાલુંબુ, (સમાસાત્મક શબ્દો) બોલ્યઉંચાલ્યઉં, અસૂર-સવાર, મુખમટકો. નયણમેલાવડો, દુરિજનબોલણા, મનરીઝવણું, ફૂલતબક (ફૂલનું સ્તબક, ઝૂમખું), નયનચકોરાં વગેરે. હિંદી-ઉર્દૂ-ફારસી શબ્દો : (ઘણા શબ્દો સમાન હોવાથી એક સાથે દર્શાવ્યા છે) ખલક, દીદાર, ખબર (સુધસાન), ખુરબાન (કુરબાન), મજરે દેવું (સ્વીકારવું), મીહનતિ (વિનંતી), (ગુજરાતી કતિમાં વપરાયેલ હિંદી શબ્દો) બિછૂર્યા, બહુતેરી, કીની, મોતિનહારા વગેરે. | ગુજરાતી રૂઢિપ્રયોગો, કહેવતો. સૂત્રાત્મક ઉક્તિઓ પણ થોકબંધ જોવા મળે છે. “અણમાય મરઈ' “દૂરિથી દાઢ ગળાવે' જેવા પ્રયોગો ચાલુ પ્રવાહમાં સહજ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy