SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ [] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ગોઠવાઈ જાય છે. કનુભાઈ શેઠે ‘શૃંગારમંજરી'માંથી સો ઉપરાંત રૂઢિપ્રયોગાદિની અને નિપુણા દલાલે ‘ઋષિદત્તા રાસ’માં સિત્તેર જેટલાં રૂઢિપ્રયોગાદિની યાદી કરી છે તે કવિને ભાષાની આ લાક્ષણિકતા કેટલીબધી હાથવગી છે તે બતાવે છે. કવિની વાક્છટાનો પરિચય આપતી કેટલીક વિશિષ્ટ વાક્યભંગિઓ ઉક્તિભંગિઓ અને એની કાર્યસાધકતા જોઈ લઈએ. ‘સલૂણા સાથી કો મુઝ મેલઇ તાસ, હું તઉ તેહનઉ ભવભવ દાસ'માં ‘હું તેનો ભવભવનો દાસ' એ લોકબોલીનો લાક્ષણિક પ્રયોગ છે અને અહીં સલુણા સાથી સાથેના મિલનનો મહિમા બોલનારને મન કેટલોબધો છે તે એ બતાવે છે. ‘લાખ ટંકાનુ લેખ’માં ‘લાખ ટકાનુ' એ રૂઢિપ્રયોગ પણ લેખની અસાધારણ મૂલ્યવત્તા સૂચવે છે. ‘એવડું જોર કિસ્સું દાસી સ્યું, કીડીનઇ ફોજ કીસ’માં ‘કીડી ઉપર કટક' એ કહેવતના ઉપયોગથી પાત્રના મનોભાવને મૂર્તતા સાંપડે છે. કેતી કીજઇ રીવ, જાણણહારા વીછડ્યા'માં કેતી કીજઇ રીવ' એ પ્રશ્નાર્થવાક્ય ‘રીવ' (ચીસ, પોકાર)ની નિરર્થકતા ને બોલનારની લાચાર મનોદશાને વ્યક્ત કરે છે. આ બોલચાલની એક વ્યાપક લઢણ છે. *સો બઇઠઇ, સો સોવતઇ, સો ભમતઇ, સો વાતિ'માં “સો' (તે)નું પુનરાવર્તન એની સર્વવ્યાપિતાને આબાદ લૂંટે છે. ― સામસામે તોળાતા વિરોધમૂલક વાક્યોની રચના તો કેટલીબધી જોવા મળે છે ! ‘સગપણ હુઇ તુ ઢાંકીઇ રે, પ્રીત ન ઢાંકી જાઇ’માં ‘સગપણ’ અને ‘પ્રીતિ’ સામસામે મૂક્યાં છે અને એથી અભિપ્રેત અર્થ હૃદયસોંસરવો ઊતરી જાય એવું થયું છે. ‘આજ ઘાલિ લિ બાંહડી, પરમઈ પિયારઇ દેશિ’માં ‘આજ’ અને ‘કાલ’ (પરમ) સત્વર સ્થિતિવિપર્યય વર્તનભેદનાં વાહક બન્યાં છે. આ પણ એક બોલચાલની લઢણ છે. ‘ફાગુણિ હોલી સહુ કરઇ, વીંછડ્યા હી બારઇ માસ’માં ‘સહુ’ તથા ‘વિરહી’ (વીછડ્યા) અને ‘ફાગણમાં' તથા ‘બારે માસ’નો વિરોધ રચાયો છે તેમજ બન્ને પરત્વે ‘હોળી’નો અર્થસંકેત બદલાય છે. એક સઘન મર્મસભર ઉક્તિનો આ નમૂનો બને છે. -- વયર વસાયું કીધઉ નેહ'માં બે વાક્યોને બાજુબાજુમાં મૂક્યાં છે. એમની વચ્ચે વિરોધ નથી પણ પર્યાયાત્મકતા છે. સ્નેહ કર્યો તે જ વેર દાખવ્યું ! આ એક લાક્ષણિક વાક્યછટા છે. જયવંતરિની ભાષાના આ ચિત્રમાં ઉમેરીએ પ્રાસ, શબ્દાલંકાર, અર્થાલંકાર વગેરે નિમિત્તે પ્રગટ થતી ભાષાસંપત એટલે જયવંતસૂરિ કેટલા મોટા ભાષાસ્વામી છે એ સમજાયા વિના નહીં રહે. Jain Education International # કાવ્યકલાનાં સર્વ અંોમાં અનુપમ કૌશલ દર્શાવતા જયવંતસૂરિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001024
Book TitleMadhyakalin Gujarati Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1993
Total Pages355
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy